અમદાવાદ : ભાઈબીજની રાત્રે જિંદાલ ફેક્ટરીમાં લાગેલી આગ 12 કલાક બાદ પણ કાબૂમાં ન આવી

અમદાવાદ (Ahmedabad) ના નારોલ વિસ્તારમાં આવેલી જિંદાલ ફેક્ટરી (Jindal) માં ભાઈબીજના દિવસે આગ (Fire) લાગી હતી. આ ઘટનાને 12 કલાકથી વધુ સમય વિતી ગયો હજુય આગ સામાન્ય બેકાબૂ છે. 17 જેટલી ફાયરબ્રિગેડની ગાડીઓ હજુ પણ સ્થળ પર છે. આગને કાબૂમાં લેવાની કામગીરી હજી પણ યથાવત છે. હજી કાપડનો બચેલો માલ હોવાથી ફાયર બ્રિગેડ (Fire Brigade) સ્ટેન્ડ બાય છે. શોટ સર્કિટને કારણે આગ લાગી હોય અથવા તો કોઈ ફટાડકાને કારણે આગ લાગી હોય તેવું પ્રાથમિક અનુમાન છે.
અમદાવાદ : ભાઈબીજની રાત્રે જિંદાલ ફેક્ટરીમાં લાગેલી આગ 12 કલાક બાદ પણ કાબૂમાં ન આવી

અમદાવાદ :અમદાવાદ (Ahmedabad) ના નારોલ વિસ્તારમાં આવેલી જિંદાલ ફેક્ટરી (Jindal) માં ભાઈબીજના દિવસે આગ (Fire) લાગી હતી. આ ઘટનાને 12 કલાકથી વધુ સમય વિતી ગયો હજુય આગ સામાન્ય બેકાબૂ છે. 17 જેટલી ફાયરબ્રિગેડની ગાડીઓ હજુ પણ સ્થળ પર છે. આગને કાબૂમાં લેવાની કામગીરી હજી પણ યથાવત છે. હજી કાપડનો બચેલો માલ હોવાથી ફાયર બ્રિગેડ (Fire Brigade) સ્ટેન્ડ બાય છે. શોટ સર્કિટને કારણે આગ લાગી હોય અથવા તો કોઈ ફટાડકાને કારણે આગ લાગી હોય તેવું પ્રાથમિક અનુમાન છે.

જિંદાલ ફેક્ટરીના કાપડના એક યુનિટમાં ગઈકાલે આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. એક કોલને કારણે પહેલા 15-20 ગાડી આગ બૂઝવવા પહોંચી હતી. બાદમાં બ્રિગેડ કોલ જાહેર કરાતા 35-40 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. યુનિટનો એન્ટ્રી ગેટ નાનો હોવાથી તેને કટરથી કાપવામાં આવ્યો હતો, બાદમાં જવાનો અંદર ગયા હતા. આગ બૂઝવવા માટે લાખો લિટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ ક્રેઈન મારફતે ઉપરથી પાણીનો મારો ચલાવ્યો હતો. દિવાળી હોવાને કારણે યુનિટ બંધ હતું, તેથી કોઈ જાનહાનિ થઈ નથી. 

ઉલ્લેખનીય છે કે, આ જ કંપનીમાં બે વર્ષ પહેલા પણ આગ લાગી હતી. આગ બૂઝવવા માટે ફાયર સિસ્ટમ હજી પણ કાર્યરત છે. આ યુનિટમાં ડેનિમ બનાવવામાં આવતુ હતું, તેથી આગને કારણે કરોડોનો માલ બળીને ખાખ થઈ ગયો હોવાનું અનુમાન છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news