જામનગરમાં આગ બુઝાવા ગયેલું ફાયર ફાઈટર જ આગની જ્વાળાઓમાં લપેટાયું
જામનગર શહેરમાં ડમ્પિંગ સાઈટ પર રહેલા કચરામાં લાગેલી આગને કાબુમાં લેવા માટે ફાયર ફાઈટર મોકલાયું હતું, સદનસીબે કોઈ જાનહાની નહીં
Trending Photos
મુસ્તાક દલ/ જામનગર: શહેરમાં ડમ્પિંગ સાઈટ પર લાગેલી ભીષણ આગને કાબુમાં લેવા પહોંચેલું ફાઈય ફાઈટર પોતે જ આગની જ્વાળાઓમાં લપેટાઈ જઈને સળગીને રાખ થઈ ગયું હતું. ફાયર ફાઈટરમાં લાગેલી આગને બુઝાવા માટે બીજા ફાયર ફાઈટર બોલાવા પડ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ જામનગર શહેરમાં ગુલાબનગર નજીક ડમ્પિંગ સાઈટ આવેલી છે. અહીં શહેરનો કચરો ઠાલવવામાં આવે છે. આ ડમ્પિંગ સાઈટમાં શુક્રવારે અચાનક જ ભીષણ આગ ફાટી નિકળી હતી. આથી, તેને બુઝાવવા માટે ફાયર ફાઈટર મોકલવામાં આવ્યું હતું.
કોઈ કારણસર ફાયર ફાઈટર જ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું. આગના કારણે ફાયરફાઈટરને મોટું નુકસાન પહોંચ્યું હતું, લગભગ મોટાભાગનું ફાયર ફાઈટર સળગી ગયું હતું. ફાયરફાઈટમાં લાગેલી આગને બુઝાવવા માટે બીજા ફાયર ફાઈટર મોકલવા પડ્યા હતા.
વળી, આગની ઘટના જે સ્થળે લાગી હતી તેની આજુબાજુમાં રાંધણ ગેસના સિલિન્ડરના વિશાળ ગોડાઉન અને સમાજની વાડી પણ આવેલી છે. એટલે જો આ આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હોત તો એક મોટી દુર્ઘટના સર્જાઈ જતી. જોકે, સદનસીબે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે