કોરોના મહામારીઃ એએમસીની માસ્ક ડ્રાઇવ, માસ્ક વગર ફરતા અનેક લોકોને ફટકાર્યો દંડ
એએમસીની ટીમ જ્યારે ડ્રાઇવ પર હતી ત્યારે માસ્ક ન પહેરનાર વ્યક્તિને પૂછતા લોકો અલગ અલગ બહાના આપતા નજરે પડ્યા હતા. કેટલાકે કહ્યું કે, હમણા જ માસ્ક કાઢ્યું છે.
Trending Photos
અર્પણ કાયદાવાલા/અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અહીં અત્યાર સુધી 14962 કેસ નોંધાયા છે. તો મૃત્યુઆંકની સંખ્યા 1066 છે. અનલૉક-1માં રાજ્ય સરકારે ધંધા રોજગાર સહિત અનેક છુટછાટ આપી છે. પરંતુ કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટેન્સિંગ ખુબ જરૂરી છે. પરંતુ ઘણા લોકો આ વાતને હજુ ગંભીરતાથી લેતા નથી. આજે મહાનગર પાલિકાએ માસ્ક ડ્રાઇવ કરી હતી અને માસ્ક ન પહેરનારને દંડ ફટકાર્યો હતો.
એએમસીની માસ્ક ડ્રાઈવ
કોરોનાનો સામનો કરવા માટે બહાર નિકળતી વખતે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવવું ખુબ જરૂરી છે. વહીવટી તંત્ર અને સરકાર દ્વારા સતત આ જાહેરાત કરવામાં આવી રહી છે. પરંતુ હજુ ઘણા લોકો આ વાતને ગંભીરતાથી લેતા નથી. અમદાવાદ મહાનગર પાલિકાએ આજે શહેરમાં માસ્ક ડ્રાઇવ ચલાવી હતી. જાહેર સ્થળે માસ્ક ન પહેરનાર વ્યક્તિઓને શોધીને તેને દંડ ફટકારવામાં આવ્યો હતો. આ દરમિયાન અનેક લોકો માસ્ક પહેર્યા વિના ઝડપાયા હતા.
એએમસીએ લોકોને માસ્ક પણ આપ્યા
શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં એએમસીએ ચલાવેલી ડ્રાઇવ દરમિયાન અનેક લોકો માસ્ક પહેર્યા વિના નજરે પડ્યા હતા. ત્યારબાદ એએમસીએ આ લોકોને 200 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જે વ્યક્તિ પાસે માસ્ક ન હતા તેને મનપાના અધિકારીઓએ માસ્ક પણ આપ્યા હતા.
માસ્ક ન પહેરવા માટે લોકોના બહાના
એએમસીની ટીમ જ્યારે ડ્રાઇવ પર હતી ત્યારે માસ્ક ન પહેરનાર વ્યક્તિને પૂછતા લોકો અલગ અલગ બહાના આપતા નજરે પડ્યા હતા. કેટલાકે કહ્યું કે, હમણા જ માસ્ક કાઢ્યું છે. તો કોઈએ ગરમી લાગે છે. અમુકે ચા પીવા તો કોઈએ ફોન આવવાના બહાના બનાવ્યા હતા. આ દરમિયાન મનપાના અધિકારીઓ લોકોને સમજાવતા પણ જોવા મળ્યા હતા.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે