ગુજરાત સરકારનું ફુલગુલાબી બજેટ, રાજ્યમાં કોઈ કરવેરા નહિ ઝીંકાયા, કરાઈ અનેક મોટી જાહેરાતો...
Gujarat Budget Live : 2 લાખ 43 હજાર અને 965 કરોડ રૂપિયાનુ બજેટ વર્ષ 2022-23ના વર્ષ માટે રજૂ કરવામાં આવ્યુ છે. જેની જાહેરાતો નીચે મુજબ છે
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુભાઇ દેસાઇ ગુજરાતનું બજેટ રજૂ કરી રહ્યાં છે. નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યના તમામ વર્ગોની સુખાકારીમાં વધારો કરતું વર્ષ ૨૦૨૨-૨૩નું રૂ. ૨,૪૩,૯૬૫ કરોડનું અંદાજપત્ર ગૃહ સમક્ષ રજૂ કર્યું. તેમણે બજેટના શરૂઆતી ભાષણમાં કહ્યુ કે, 20 વર્ષમાં માથાદીઠ આવક 19 હજારથી વધી 2.14 લાખ થઈ. 1 વર્ષમાં 1,63,000 કરોડની એફડીઆઈ ગુજરાતમાં આવી છે. 2 લાખ 43 હજાર અને 965 કરોડ રૂપિયાનુ બજેટ વર્ષ 2022-23ના વર્ષ માટે રજૂ કરવામાં આવ્યુ છે. જેની જાહેરાતો નીચે મુજબ છે. બજેટ 2022 ની સૌથી મોટી વાત તો એ છે કે, રાજ્યમાં કોઈ નવા વેરા ઝીંકાયા નથી. મધ્યમ વર્ગના કરદાતાઓને રાહત આપતુ આ બજેટ છે. રાજ્યમાં ઈતિહાસનું સૌથી મોટુ બજેટ નાણામંત્રી કનુ દેસાઈએ રજૂ કર્યુ છે. લોકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને સૌથી વધુ કૃષિ, આરોગ્ય અને જળ વિભાગ માટે ફાળવણી કરાઈ છે. ખેડૂતોને વ્યાજ સહાય માટે નવી યોજના જાહેર કરવામા આવી છે. સૌરાષ્ટ્રમાં 3 મેડિકલ કોલેજોની જાહેરાત કરવામાં આવી. સુરેન્દ્રનગર ખાતે આયુર્વેદિક કોલેજ બનાવવામા આવશે. સાથે જ રાજ્યમાં કરવેરામાં કોઈ ફેરફાર કરાયો નથી. રાજ્યમાં 12000 સુધીના માસિક પગારમાં કોઈ પ્રોફેશનલ ટેક્સ નહિ લાગે.
બજેટની ખાસ જાહેરાતો પર એક નજર
- સૈનિક શાળાઓની જેમ રક્ષા શક્તિ શાળાઓ શરૂ કરાશે
- 3 લાખ વિદ્યાર્થીઓને નમો ટેબલેટ અપાશે
- દિવ્યાંગો માટે 24 કલાક વીડિયો હેલ્પલાઈન શરૂ કરાશે
- લિંબાયત, જસદણ, બગસરા,પાલીતાણા, વરાછા, સંતરામપુર માં નવી સરકારી કોલેજો શરૂ થશે. સુરેન્દ્રનગર ખાતે આયુર્વેદિક કોલેજ બનાવવામા આવશે
- નિરાધાર વૃદ્ધ પેન્શનમાં 250 રૂપિયાનો વધારો. 80 વર્ષથી વધુની વયના વૃદ્ધોને 1250 અને 60થી વધુ વયના વૃદ્ધોને રૂ.1 હજાર પેન્શન અપાશે
- આદિવાસી વિસ્તારોમાં 500 નવા મોબાઈલ ટાવર આગામી 2 વર્ષમાં બનાવાશે
- ગ્રામ્ય કક્ષાએ સારી કનેક્ટિવિટી માટે ફ્રી વાઈ ફાઈની સુવિધા અપાશે, પ્રથમ તબક્કામાં 4 હજાર ગામોમાં ફ્રી વાઈફાઈ અપાશે
- બોટાદ, વેરાવળ, જામ ખંભાળિયામાં નવી મેડિકલ કોલેજો શરૂ કરાશે
- દિવ્યાંગ પેન્શન યોજનામાં 1000 રૂપિયા માસિક પેન્શન અપાશે
- 36 લાખ વિદ્યાર્થીઓને ગણવેશ માટે 900 રૂપિયા અપાશે
- દરેક પ્રાથમિક શાળા સીસીટીવીથી સજ્જ કરાશે
- 11 લાખ વિદ્યાર્થીઓને એસટીનો મફત પાસ અપાશે
- શ્રમિક અન્નપૂર્ણા યોજનામાં ભોજનનો દર રૂપિયા 10 થી ઘટાડીને 5 રૂ કરાયો
- આંતરજ્ઞાતિય લગ્નમાં સહાય 2 લાખ 50 હજાર રૂપિયા અપાશે
- સુરેન્દ્રનગર ખાતે આયુર્વેદિક કોલેજ, નવસારી જિલ્લાના બિલિમોરામાં સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ઉભી કરાશે.
- મોરબીમાં 400 કરોડના ખર્ચે વૈશ્વિક કક્ષાનો ઇન્ટરનેશનલ સિરામિક પાર્ક સ્થાપવામાં આવશે
- પીએચડી કરતા વિદ્યાર્થીઓને રૂ.1 લાખની સહાય
#GujaratGrowthBudget2022 : ZEE 24 કલાક પર બજેટની LIVE અપડેટ#GujaratBudget #Budget2022 #GujaratBudget2022 #ZEE24Kalak pic.twitter.com/dXXWFkEDZb
— Zee 24 Kalak (@Zee24Kalak) March 3, 2022
ગુજરાતભરમાં પાણી પહોંચાડવા બજેટમાં ખાસ જોગવાઈ
જળ સંપતિ વિભાગ માટે ૫૩૩૯ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં સૌની યોજાના માટે ૭૧૦ કરોડની જોગવાઇ કરાઈ છે. તો નર્મદાના પુરના વધારાના ૧ મિલિયન એકરફીટ પાણીને કચ્છ પહોંચાડવાની યોજના માટે ૨૭૨ કરોડની જોગવાઇ કરાઈ. કચ્છમાં ચેકડેમ બનાવવા માટે ૬૫ કરોડની જોગવાઇ કરાઈ. તો સુજલામ સુફલામ યોજના અંતર્ગત પાટણ અને બનાસકાઠામાં પાણી આપવા ૯૩ કરોડની જોગવાઇ ફાળવાઈ. આ ઉપરાંત થરાદથી સીપુ ડેમ સુધી પાઇપલાઇન માટે ૭૦ કરોડની જોગવાઇ, અરવલ્લીના ૧૦૨ તળાવ ભરવા ૪૫ કરોડની જોગવાઇ, સાબરમતી નદી પર હીરપુરા અને વલાસણા બેરેજ માટે ૩૫ કરોડની જોગવાઇ, ધરોઇ બંધને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા ૩૦ કરોડની જોગવાઇ, અમદાવાદના નળકાંઠાના ગામોને સિંચાઈનું પાણી આપવા ૨૫ કરોડની જોગવાઇ, દક્ષિણ ગુજરાતની નદીઓ પર ચેકડેમ બેરેજ અને વિયર યોજના માટે ૯૪ કરોડ તેમજ નર્મદા નદી પર મીઠા પાણીનુ સરોવર બનાવવા ભડાભૂત બેરેજ માટે ૧૨૪૦ કરોડ ફાળવાયા. તો નર્મદા યોજના માટે વર્ષ 2022 ના બજેટમાં ૬૦૯૦ કરોડ રૂપિયા ફાળવાયા છે.
#GujaratGrowthBudget2022 : ZEE 24 કલાક પર બજેટની LIVE અપડેટ#GujaratBudget #Budget2022 #GujaratBudget2022 #ZEE24Kalak pic.twitter.com/K2IgJ1HHIJ
— Zee 24 Kalak (@Zee24Kalak) March 3, 2022
ખેતી ક્ષેત્રે મોટી જાહેરાત
ગુજરાતના આ વર્ષના બજેટમાં કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 7737 કરોડની જોગવાઈ ફાળવાઈ. પાક કૃષિ વ્યવસ્થાની વિવિધ યોજનાઓ માટે 2310 કરોડની જોડવાઈ, કૃષિ યાંત્રિકીકરણ મશીનરી ખરીદીમાં સહાય માટે 260 કરોડની જોગવાઈ ફાળવાઈ. સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂતોને ગાય નિભાવ ખર્ચ માટે 213 કરોડની જોગવાઈ, ખેતરમાં નાના ગોડાઉન બનાવવા માટે 142 કરોડની જોગવાઈ, ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના અંતર્ગત 81 કરોડની જોગવાઈ ફાળવાઈ. તો ડ્રોનના ઉપયોગથી ખાતર જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા 35 કરોડની જોગવાઈ ફાળવાઈ. રાસાયણિક ખાતર પૂરું પાડવા અને ખાતર સંગ્રહ માટે 17 કરોડની જોગવાઈ.
#GujaratGrowthBudget2022 : ZEE 24 કલાક પર બજેટની LIVE અપડેટ#GujaratBudget #Budget2022 #GujaratBudget2022 #ZEE24Kalak pic.twitter.com/Z1LjHusKtq
— Zee 24 Kalak (@Zee24Kalak) March 3, 2022
આરોગ્ય ક્ષેત્રે જાહેરાત
મેડિકલ યુનિવર્સિટીની સ્થાપનાની બજેટમાં જાહેરાત. બોટાદ, જામ ખંભાળિયા અને વેરાવળમાં નવી મેડિકલ કોલેજોની જાહેરાત કરાઈ. મહિલા અને બાળ વિકાસ વિભાગની જોગવાઈમાં 42% નો ધરખમ વધારો થયો છે. કિશોરીઓ તેમજ મહિલાઓને માસિક ધર્મ અંગે જાગૃતિ લાવવા અને સેનેટરી પેડ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવા 45 કરોડની જોગવાઈ. બાળકોને સઘન પોષણ આપવા બાલ અમૃત પોષણ યોજના હેઠળ 20 કરોડની જોગવાઈ. નવજાત શિશિ અને માતાઓને ઘર સુધી પહોંચાડવા નવા 90 ખિલખિલાટ વાહનો ઉપલબ્ધ કરાવવા માટે 5 કરોડની જોગવાઈ. સગર્ભા માતાઓ અને બાળકોને પોષણ સહાય આપવા પ્રધાનમંત્રી માતૃવંદના યોજના માટે 150 કરોડની જોગવાઈ. સીંગરવા અને ડીસાની પેટા જિલ્લા કક્ષાની હોસ્પિટલોને અપગ્રેડ કરાશે, જેના માટે 36 કરોડના આયોજન પૈકી 8 કરોડની જોગવાઈ. વાપીમાં 100 બેડની નવી સિવિલ હોસ્પિટલ બનાવવાની બજેટમાં જાહેરાત કરાઈ. ઊંઝા સબડિસ્ટ્રીક્ટ હોસ્પિટલને અપગ્રેડ કરી 100 બેડની હોસ્પિટલ બનાવાશે.
#GujaratGrowthBudget2022 : ZEE 24 કલાક પર બજેટની LIVE અપડેટ (1) #GujaratBudget #Budget2022 #GujaratBudget2022 #ZEE24Kalak pic.twitter.com/0WF9sN5fHq
— Zee 24 Kalak (@Zee24Kalak) March 3, 2022
શિક્ષણ વિભાગમાં મહત્વની જાહેરાત
શિક્ષણ વિભાગ માટે ગુજરાતના આ વર્ષના બજેટમાં જાહેરાત કરાઈ કે, 50 જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્ફુલ્સ સામાજિક ભાગીદારી સાથે શરૂ થશે. 1 લાખ વિદ્યાર્થીઓને અહીં શિક્ષણ મળશે. આ યોજના અંતર્ગત આગામી વર્ષ માટે 90 કરોડની જોગવાઈ. મિશન સ્કૂલ્સ ઓફ એક્સિલન્સ યોજના હેઠળ જુદી જુદી શાળાઓની માળખાકીય સગવડો તેમજ શિક્ષણની પદ્ધતિમાં સુધારા માટે 1188 કરોડની જોગવાઈ ફાળવાઈ. અંદાજે 11 લાખ વિદ્યાર્થીઓને એસટી બસ ફ્રી પાસ કન્સેશન માટે 205 કરોડની જોગવાઈ. ઘરથી શાળાનુ અંતર એક કિલોમીટરથી વધુ હોય તેવા 2 લાખ 30 હજાર કરતા વધુ પ્રાથમિક શાળાના બાળકોને શાળામાં લાવવા-લઈ જવા 108 કરોડની જોગવાઈ. મોડલ શાળાઓમાં ગર્લ્સ હોસ્ટલના બાંધકામ માટે 12 કરોડની જોગવાઈ. અંદાજે 50 લાખ બાળકોને મધ્યાહન ભોજના, અન્ન સંગમ યોજના, દૂધ સંજીવની યોજના અને સુખડી યોજનાનો લાભ આપવા માટે 1068 કરોડની જોગવાઈ.
#GujaratGrowthBudget2022 : ZEE 24 કલાક પર બજેટની LIVE અપડેટ#Budget2022 #Gujarat #ZEE24kalak pic.twitter.com/cnKS4LXiQN
— Zee 24 Kalak (@Zee24Kalak) March 3, 2022
- રૂ. 1 લાખ કરોડની વનબંધુ કલ્યાણ યોજના 2 ની શરૂઆત કરાશે. આદિવાસી વિસ્તારોમાં 500 નવા મોબાઈલ ટાવર આગામી 2 વર્ષમાં બનાવાશે. ગ્રામ્ય કક્ષાએ સારી કનેક્ટિવિટી માટે ફ્રી વાઈફાઈની સુવિધા અપાશે. પ્રથમ તબક્કામાં 4 હજાર ગામો માં ફ્રી વાઈફાઈ. મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજનાની જાહેરાત કરાઈ. ઉચ્ચ શિક્ષણમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ 350 કરોડની જોગવાઈ. સ્ટાર્ટ અપ ઇનોવેશન માટે 60 કરોડની જોગવાઈ. નમો ટેબલેટ યોજના હેઠળ 3 લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા 200 કરોડની જોગવાઈ. ટેકનિકલ શિક્ષણ આપતી સંસ્થાઓમાં માળખાકીય સુવિધા માટે 117 કરોડ ફાળવાશે. પીએચ.ડી.ના એક હજાર વિદ્યાર્થીઓને શોધ યોજના હેઠળ 2 લાખની સહાય માટે 20 કરોડની જોગવાઈ. સુરતના લિંબાયત, જસદણ, બગસરા, પાલીતાણા, વરાછા, સંતરામપુર ખાતે નવી સરકારી કોલેજો શરૂ કરવામાં આવશે. આદિજાતિ વિસ્તારોના કાછલ, ડેડીયાપાડા અને ખેરગામની કોલેજોમાં વિજ્ઞાન પ્રવાહ શરૂ કરાશે
- ગુજરાતમાં 75 નમો વનનું નિર્માણ કરાશે. 75 સ્થળોએ વડલાના વૃક્ષોનું વાવેતર કરાશે
- સુરત અને ગિફ્ટ સિટી ખાતે નવા પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે. બોર્ડર એરિયાના આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન અપગ્રેટ કરાશે
- ગુજરાતી ફિલ્મોના પ્રોત્સાહન માટે 20 કરોડની જોગવાઈ. સાત ફેરા સમૂહ લગ્ન યોજના માટે 9 કરોડની જોગવાઈ. સંકટ મોચન યોજના માટે 21 કરોડની જોગવાઈ. દૂધ સંજીવની યોજના માટે 147 કરોડ
- બંદરોના વિકાસ માટે સરકારની મોટી જાહેરાત, જૂના અને નવા બંદરની કનેક્ટિવિટી માટે રિંગરોડ બનાવાશે. સવા લાખ લોકોને રુફ ટોપ યોજનાનો લાભ મળશે
- લુપ્ત થતા દુર્લભ પ્રાણીઓ કોરલ લીફ, ડોલ્ફિન, દુગોંગ તેમજ વરૂના સંરક્ષણ અને સંવર્ધન માટે 1 કરોડની જોગવાઈ
- સાયન્સ સિટીમાં માનવ અને જીવવિજ્ઞાન ગેલેરી સ્થાપવા માટે 250 કરોડના ખર્ચે આયોજન કરાયુ છે, જેના માટે 45 કરોડની જોગવાઈ
- આદિવાસી વિસ્તારોમાં 500 નવા મોબાઈલ ટાવર આગામી 2 વર્ષમાં બનાવાશે
- બોટાદ, વેરાવળ, જામ ખંભાળિયામાં નવી મેડિકલ કોલેજો શરૂ કરાશે
- બાગાયત ખાતાની યોજનાઓ માટે 369 કરોડ ની જોગવાઈ
- કમલમ ફ્રૂટના વાવેતર વિસ્તારમાં વધારો કરવા માટે 10 કરોડ ફાળવાયા
- મધ ક્રાંતિને વેગ આપવા 10 હજાર ખેડૂતોને ઉત્પાદનમાં જોડવા 10 કરોડ ફાળવાયા
- કૃષિ યુનિવર્સિટી કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવા 757 કરોડ ફાળવાયા
- પશુપાલકોને ટૂંકી મુદતના ધિરાણ પર વ્યાજ રાહત માટે ૩૦૦ કરોડની જોગવાઈ
- મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત 500 કરોડની જોગવાઈ
- ગ્રામ્ય વિસ્તારમાં રખડતા તેમજ નિરાધાર ઢોરના નિભાવ અને વ્યવસ્થા માટે ૫૦ કરોડની જોગવાઈ
- સ્વરોજગારી માટે ડેરી ફાર્મ તેમજ પશુ એકમ સ્થાપવા સહાય પૂરી પાડવા ૮૦ કરોડની જોગવાઈ
- ફરતા પશુ દવાખાનાની સેવાઓ ચાલુ રાખવા ૫૮ કરોડ ફાળવાયા
- કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ માટે ૮ કરોડ ફાળવાયા
- વડનગર ખાતે પ્રેરણા કેન્દ્ર શરૂ કરાશે
- કામધેનુ યુનિવર્સિટીના સંચાલન અને સંશોધનના કાર્યક્રમને વેગ આપવા ૧૩૭ કરોડની જોગવાઈ
- કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 7737 કરોડની જોગવાઈ. ખેડૂતોને વીજ જોડાણ અને રાહત દરે વીજળી આપવા 8,300 કરોડની સબસીડી આપવામાં આવે છે. હાલમાં નવા વીજ જોડાણ માટે પેન્ડિંગ તમામ અરજીઓનો સપ્ટેમ્બર સુધીમાં નિકાલ થશે. પ્રાકૃતિક ખેતીને વેગ આપવા ગાય આધારિત ખેતી કરવા માટે 213 કરોડ રૂપિયાની જોગવાઈ. વીજ જોડાણની પડતર અરજીઓનો તાત્કાલિક નિકાલ કરાશે.
- ખેડૂતોને ખરીફ રવિ, ઉનાળુ પાક માટે વ્યાજ રાહત યોજના માટે 1250 કરોડની જોગવાઈ, સરદાર સરોવરની યોજનાનું 69 લાખ હેક્ટરમાં સિંચાઈ ઉભી થાય. સૌની યોજનાનુ કામ આગળ વધારવા માટે 710 કરોડ રૂપિયાની જોગવાઈ. કચ્છને વધારાનુ પાણી આપવા માટે 4369 કરોડની જોગવાઈ. સનેડો ટ્રેક્ટરનો વ્યાપ વધારવા 10 કરોડની જોગવાઈ, એગ્રો ફૂડ એકમો માટે 100 કરોડીન જોગવાઈ, ખેડૂત અકસ્માત વીમા માટે 81 કરોડની જોગવાઈ
- નર્મદા યોજના માટે 26090 કરોડીન જોગવાઈ. પીએમ ગતિશીલ યોજના હેઠળ રૂપિયા 2 લાખ કરોડની જોગવાઈ. આઈટી ક્ષેત્રે 2 લાખથી વધુ રોજગારી ઉપલબ્ધ કરાવાશે. આઈટી માટે 20 કરોડની જોગવાઈ
- બાગાયત ખાતા માટે જોગવાઈ 259 કરોડ અપાશે. કૃષિ યુનિવર્સિટીની કામગીરી માટે 757 કરોડની જોગવાઈ. ગૌશાળા પાંજરાપોળને મદદ માટે જોગવાઈ 300 કરોડ. ગ્રામ્ય વિસ્તારમાં રખડતા ઢોર માટે 50 કરોડની જોગવાઈ.
- બાળકોના સર્વાંગી વિકાસ માટે વિશ્વ બેન્કના સહયોગથી રૂ. 10 હજાર કરોડના ખર્ચે સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેકટની જાહેરાત
- કિશોરીઓ, સગર્ભા, માતાઓના પોષણ માટે 4 હજાર કરોડના ખર્ચે સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજનાની જાહેરાત. આ યોજનામાં સગર્ભા અને ધાત્રી માતાઓને 1 હજાર દિવસ સુધી વિના મૂલ્યે 1 કિલો તુવેર દાળ, 2 કિલો ચણા, 1 લીટર ખાદ્યતેલ દર મહિને અપાશે
-
પીએમ ગતિશક્તિ યોજના હેઠળ 100 લાખ કરોડના વિવિધ પ્રોજેકટ અમલી છે. ગુજરાતમાં આંતર માળખાકીય સગવડમાં. દેશનું પહેલું બુલિયન માર્કેટ ગિફ્ટ સિટીમાં શરૂ થશે
- પશુપાલકો, માછીમારો ને કૃષિ સમકક્ષ ટૂંકી મુદતના વ્યાજ રાહત યોજનાની જાહેરાત
- ગૌશાળા અને પાંજરાપોળમાં નિભાવ અને જાળવણી માટે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાની જાહેરાત. ગૌવંશ માટે 500 કરોડની જોગવાઈ. રખડતા ઢોરોથી મુક્તિ માટે 100 કરોડની જોગવાઈ
- ખેડૂતોને રવિ તેમજ ઉનાળુ પાક માટે વ્યાજ સહાય ની નવી યોજના જાહેર. આ યોજના હેઠળ 8 થી 10 હજાર કરોડનું ધિરાણ અપાશે.
- પશુપાલકો, માછીમારો ને કૃષિ સમકક્ષ ટૂંકી મુદતના વ્યાજ રાહત યોજનાની જાહેરાત
તો ગુજરાતના બજેટ પહેલા મુખ્યમંત્રીએ કહ્યુ કે, આ બજેટ પ્રજાલક્ષી બજેટ હશે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં આજે રાજ્ય સરકાર નાણાકીય વર્ષ 2022-23નું બજેટ રજૂ કરશે. જે ભૂપેન્દ્ર પટેલની સરકારનું આજે પ્રથમ બજેટ રજૂ થશે. નાણામંત્રી કનુ દેસાઈ પણ વિધાનસભામાં ગુજરાતનું બજેટ રજૂ કરશે. બજેટ રજૂ કરતા પહેલા નાણામંત્રી કનુ દેસાઈ ગઈકાલે જણાવી ચૂક્યા છે કે, ખેડૂતો, યુવાનો, મહિલાઓ માટે સારું બજેટ હશે. સરકારના વર્ષ 2022-23ના બજેટને લઈ ઘણા લોકો આશા રાખીને બેઠા છે. આ ઉપરાંત ખેડૂતો માટે સરકાર કોઈ જાહેરાત કરે તેવી આશા છે. તો બીજી તરફ યુવાનો અને મહિલાઓને લઈ પણ કોઈ જાહેરાત થાય તેવી પણ શક્યતા છે.
બેગ પર ખાસ પેઈન્ટિંગ
લાલ રંગની બજેટ બેગ સાથે નાણાંમંત્રી વિધાનસભા પહોંચ્યા હતા. ત્યારે તેમની લાલ રંગની બજેટ બેગ ખાસ આકર્ષણનુ કેન્દ્ર બની હતી. કારણ કે, આ બેગ પર વર્લી પેઈન્ટિંગ કરવામાં આવ્યુ હતું. સાથે જ પહેલીવાર કોઈ નાણામંત્રી આ પ્રકારની કલાત્મક બેગ લઈને બજેટ રજૂ કરવા પહોંચ્યા હોય તેવુ જોવા મળ્યું. બેગ સાથેની તસવીર ટ્વીટ કરતા નાણામંત્રીએ લખ્યુ હતુ કે, રાજ્યની અર્થવ્યવસ્થા સાથે રાજ્યની સાંસ્કૃતિક કળાને સૂચક રૂપે જોડતું નવું અભિગમ!
બજેટ પર વિપક્ષનો વાર
બજેટસત્રના બીજા દિવસે વિધાનસભા બહાર વિપક્ષ નેતા સુખરામ રાઠવાની આગેવાનીમાં કોંગ્રેસે વિરોધપ્રદર્શન કર્યું હતું, જેમાં તાપી-પાર-નર્મદા લિંક પ્રોજેક્ટ રદ કરવાની માગણી કરવામાં આવી હતી. ગુજરાતના બજેટ પર નેતા વિપક્ષ સુખરામ રાઠવાએ કહ્યુ કે, ભાજપના એજન્ડા પ્રમાણેનું બજેટ હશે. મતદારોને આકર્ષવા વાયદાઓની વણઝાર થશે. ખેડૂતો, વિદ્યાર્થીઓને કરેલા વાયદા પુરા નથી થયા. બજેટમાં જોગવાઈ છતાં પાણીની સમસ્યા થાય છે. રાજ્યના નાણા મંત્રી અપેક્ષાથી ભરપૂર બજેટ રજુ કરે તેવી અપેક્ષા છે. વાવાઝોડાનું વળતર હજી ચૂકવાયુ નથી. મે માસમાં પાણીની સમસ્યા સર્જાશે. બજેટની જોગાવાઇ છતાં પાણીની સમસ્યા સર્જાય છે. અધિકારીઓ રેકોર્ડ અલગ બતાવે છે અને હકીકત અલગ હોય છે. અગાઉના અનુભવ પરથી બજેટ ભાજપના એજન્ડા પ્રમાણોનું હશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે