શરમજનક: બોયફ્રેન્ડ માટે બે વિદ્યાર્થીનીઓની ક્લાસરૂમમાં જ છૂટ્ટા હાથે મારામારી, જુઓ VIDEO

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની એક પ્રતિષ્ઠિત કોલેજનો વીડિયો વાઇરલ થયો છે. જેમાં ક્લાસરૂમમાં જ બે વિદ્યાર્થિનીઓ વચ્ચે ઝઘડો થયો.

શરમજનક: બોયફ્રેન્ડ માટે બે વિદ્યાર્થીનીઓની ક્લાસરૂમમાં જ છૂટ્ટા હાથે મારામારી, જુઓ VIDEO

જય પટેલ, વલસાડ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની એક પ્રતિષ્ઠિત કોલેજનો વીડિયો વાઇરલ થયો છે. જેમાં ક્લાસરૂમમાં જ બે વિદ્યાર્થિનીઓ વચ્ચે ઝઘડો થયો. એવું કહેવાય છે કે બંને વિદ્યાર્થિનીઓ વચ્ચે ઝઘડાનું કારણ બોયફ્રેન્ડ બન્યો હતો. એક જ બોયફ્રેન્ડ માટે બે પ્રેમિકા વચ્ચે ઝઘડો થયો હતો.

મળતી માહિતી મુજબ બંને વિદ્યાર્થિનીઓ વચ્ચેના આ ઝઘડાનો વીડિયો હાલ ખુબ વાઇરલ થયો છે. બંને વિદ્યાર્થિનીઓ વચ્ચે ઝઘડો એટલો તો વધી ગયો કે તેમની વચ્ચે છૂટા હાથે મારામારી પણ થઇ ગઇ હતી જે વીડિયોમાં જોઈ શકાય છે. એમ પણ કહેવાય છે કે ઝઘડા દરમિયાન આ બે વિદ્યાર્થીનીઓ વચ્ચે ગાળાગાળી પણ થઈ હતી. કોલેજના ક્લાસરૂમમાં જ વિદ્યાર્થીનીઓએ બોયફ્રેન્ડ માટે જોરદાર ઝઘડો કર્યો હતો.

આ પ્રકારના વાઈરલ થયેલા વીડિયો જોતા એમ લાગે કે વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓના માનસ કયા સ્તરે પહોંચ્યા છે. હજુ ગઈ કાલે જ વડોદરામાં એક શાળામાં 9માં ધોરણના વિદ્યાર્થીની તેની જ શાળાના ધોરણ 10ના વિદ્યાર્થીએ અત્યંત ઘાતકી હત્યા કરી નાખી. આ હત્યાની ઘટનાએ સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં ચકચાર મચાવી દીધી છે. વિદ્યાર્થીઓના આ પ્રકારના માનસ ખરેખર ચિંતાનો વિષય છે.

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news