મોટી દુર્ઘટના ટળી! અમદાવાદના બાપુનગરમાં રૂના ગોડાઉનમાં ભીષણ આગ, અફડાતફડીનો માહોલ

ગોડાઉનમાં રૂનું વેસ્ટ રાખવામાં આવ્યું હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર વિભાગને અંદાજે 3.05 કલાક મળેલ કોલ અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી.

મોટી દુર્ઘટના ટળી! અમદાવાદના બાપુનગરમાં રૂના ગોડાઉનમાં ભીષણ આગ, અફડાતફડીનો માહોલ

ઉદય રંજન/અમદાવાદ: બાપુનગર વિસ્તારમાં આવેલા એસ્ટેટમાં આગ લાગવાની ઘટના બની છે, જેમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ત્રણ જેટલા રોજમદારો બહાર નીકળી જતાં દુર્ઘટના ટળી છે. 

ગોડાઉનમાં રૂનું વેસ્ટ રાખવામાં આવ્યું હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર વિભાગને અંદાજે 3.05 કલાક મળેલ કોલ અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી.

શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગોડાઉનમાં રૂ સાથે અન્ય ઘનકચરો રાખવામાં આવ્યો હોવાથી આગ વધુ લાગી હતી. એસ્ટેટ ગોડાઉનમાં પડેલ ફાયર સિસ્ટમ કાર્યરત હતી પણ આગ લાગતા નાસભાગ મચી જતા રોજમદારો ગોડાઉનમાંથી બહાર નીકળી ગયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news