Fatepura Gujarat Chutani Result 2022: કોંગ્રેસનો ગઢ ગણાતી ફતેપુરા બેઠક પર ભાજપની જીત, રમેશ કટારાની ભવ્ય જીત, જાણો કોનું પત્તુ થયું સાફ

Dahod Fatepura Gujarat Chunav Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર છે. આ વખતે ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી આપનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.

Fatepura Gujarat Chutani Result 2022: કોંગ્રેસનો ગઢ ગણાતી ફતેપુરા બેઠક પર ભાજપની જીત, રમેશ કટારાની ભવ્ય જીત, જાણો કોનું પત્તુ થયું સાફ

Dahod Fatepura Gujarat Chunav Result 2022:  ફતેપુરા વિધાનસભા બેઠક (ST) (દાહોદ) અત્યાર સુધી ફતેપુરા બેઠક પર માત્ર બે જ વખત વિધાનસભાની ચૂંટણી થઈ છે. બંન્ને ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. આ બેઠક અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે અનામત છે. વર્ષ 2008ના નવા સીમાંકન પછી અસ્તિત્વમાં આવેલી બેઠક પર કુલ 2,10,118 મતદારો છે.

દાહોદ 

  • દાહોદ જિલ્લા ની 6 વિધાનસભા બેઠક પર ભાજપની જીત 
  • કોંગ્રેસ નો ગઢ ગણાતી તમામ બેઠક પર ભાજપનો કબજો 
  • કોંગ્રેસ નો ગઢ ગણાતી દાહોદ ,ગરબાડા,ઝાલોદ બેઠક પર ભાજપ નો ભવ્ય વિજય 
  • દેવગઢ બારીઆ, લીમખેડા,ફતેપુરા બેઠક ઉપર પણ ભાજપ નો વિજય 
  • દાહોદ બેઠક પર કનૈયા કીશોરી ની જીત 
  • ફતેપુરા બેઠક પર રમેશ કટારા ની જીત 
  • ઝાલોદ બેઠક પર ભાજપ ના મહેશભાઈ ભુરીયા ની જીત 
  • દેવગઢબારીઆ બેઠક પર બચુભાઈ ખાબડ 
  • ગરબાડા બેઠક પર મહેન્દ્ર ભાઈ ભાભોર 
  • લીમખેડા બેઠક પર શૈલેષભાઇ ભાભોર વિજેતા

જીલ્લો – દાહોદ 
બેઠક –દાહોદ 
રાઉન્ડ –20 રાઉન્ડ ના અંતે 
આગળ – ભાજપ
 29068 મત થી વિજેતા ભાજપ નો ભવ્ય વિજય

2022ની ચૂંટણી
આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ચાલુ ધારાસભ્ય રમેશ કટારાને રીપીટ કર્યા છે. 
કોંગ્રેસે ડીટાભાઇ મચ્છરના પુત્ર રધુ મચ્છરને ઉમેદવાર બનાવ્યા છે. આમઆદમી પાર્ટી તરફથી ગોવિંદ પરમાર ઉમેદવાર છે. 

2017ની ચૂંટણી
ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપના રમેશ કટારાએ કોંગ્રેસના ડીટાભાઇ મચ્છરને માત્ર 2711 મતોના માર્જીથી જીત મેળવી હતી. 

2012ની ચૂંટણી
2012ની વિધાનસભા ચૂટણીમાં પણ ભાજપના રમેશ કટારાએ કોંગ્રેસના ડીટાભાઇ મચ્છર સામે 6264 મતથી જીત મેળવી હતી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news