Dahod (ST) Gujarat Chutani Result 2022: દાહોદ બેઠક પર કનૈયા કીશોરીની જીત, આદિવાસી સમાજનું પ્રભુત્વ ધરાવતી સીટ પર BJPનો ડંકો
Dahod (ST) Gujarat Chunav Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર છે. આ વખતે ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી આપનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.
Trending Photos
Dahod (ST) Gujarat Chutani Result 2022: દાહોદ વિધાનસભા બેઠક (ST) દાહોદ બેઠક પર આદિવાસી સમુદાયની પકડ મજબૂત છે. દાહોદ વિધાનસભા બેઠક પર વર્ષ 1962થી અત્યાર સુધીમાં 13 વખત ચૂંટણી યોજાઈ ચૂકી છે. જેમાંથી ભારતીય જનતા પાર્ટી ત્રણ વખત આ બેઠક જીતવામાં સફળ રહી છે. ત્રણ ટર્મથી કોંગ્રેસના ધારાસભ્ય વજેસિંહ પણદા સતત જીતી ભાજપને પછડાટ આપી રહ્યા છે. મોટાભાગે આ બેઠક પર કોંગ્રેસનું શાસન ચાલ્યું આવે છે. અહીં કુલ મતદારો 2,35,579 જેટલા છે.
દાહોદ જિલ્લા ની 6 વિધાનસભા બેઠક પર ભાજપ ની જીત
- કોંગ્રેસ નો ગઢ ગણાતી તમામ બેઠક પર ભાજપ નો કબજો
- કોંગ્રેસ નો ગઢ ગણાતી દાહોદ ,ગરબાડા,ઝાલોદ બેઠક પર ભાજપ નો ભવ્ય વિજય
- દેવગઢ બારીઆ, લીમખેડા,ફતેપુરા બેઠક ઉપર પણ ભાજપ નો વિજય
- દાહોદ બેઠક પર કનૈયા કીશોરીની જીત
- ફતેપુરા બેઠક પર રમેશ કટારા ની જીત
- ઝાલોદ બેઠક પર ભાજપ ના મહેશભાઈ ભુરીયા ની જીત
- દેવગઢબારીઆ બેઠક પર બચુભાઈ ખાબડ
- ગરબાડા બેઠક પર મહેન્દ્ર ભાઈ ભાભોર
- લીમખેડા બેઠક પર શૈલેષભાઇ ભાભોર વિજેતા
2022ની ચૂંટણી
2022ની ચુંટણીમાં ભાજપે ગત ચૂંટણી સમયના ઉમેદવાર કનૈયાલાલ કિશોરીને ટીકીટ આપી છે. જ્યારે કોંગ્રેસે આ બેઠક પરથી સતત જીતતા ધારાસભ્ય વજેસિંહ પણદાને ટીકીટ આપી છે. આમ આદમી પાર્ટીએ દિનેસ મુનિયાને ઉમેદવાર જાહેર કર્યા છે.
2017ની ચૂંટણી
ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના વજેસિંહ પણદા ભાજપના કનૈયાલાલ કિશોરીને 15503 મતોના માર્જીનથી હાર અપાવી ધારાસભ્ય બન્યા હતા.
2012ની ચૂંટણી
વર્ષ 2012માં પણ કોંગ્રેસના વજેસિંહ પણદા ધારાસભ્ય બન્યા હતા. તેમણે ભાજપના નાગરસિંહ પલાસ સામે 39,548 મતોની માર્જીનથી જીત મેળવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે