પોરબંદરઃ કુતિયાણાના માંડવા ગામે પાક નિષ્ફળ જતા ખેડૂતનો આપઘાત

કુતિયાણા તાલુકામાં છેલ્લા એક મહિનામાં ખેડૂતના આપઘાતની બીજી ઘટના સામે આવી છે. 
 

પોરબંદરઃ કુતિયાણાના માંડવા ગામે પાક નિષ્ફળ જતા ખેડૂતનો આપઘાત

પોરબંદરઃ કુતિયાણાના માંડવા ગામે ખેડૂતે આપઘાત કર્યો છે. માંડવા ગામે રહેતા લખમણ આહીર નામના ખેડૂતે પોતાની વાડીએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. 30 વીઘા જમીનમાં મગફળીનો પાક નિષ્ફળ જતા પગલું ભર્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. ઘટનાની જાણ થતા જ કુતિયાણા મામલતદાર અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો. કુતિયાણા તાલુકામાં એક મહિનામાં ખેડૂતના આપઘાતની આ બીજી ઘટના બની છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news