નવા કૃષિ કાયદાના સમર્થનમાં ભાજપનું ખેડૂત સંમેલન, નેતાઓ આપી રહ્યાં છે બિલની માહિતી

નવા કૃષિ કાયદાના સમર્થનમાં ભાજપના ખેડૂત સંમેલનની શરૂઆત થઈ છે. ખેડૂતોમાં જાગૃત્તિ માટે આજથી જન જાગરણ અભિયાન શરૂ કરાયું છે. દેશભરમાં 700 સ્થળોએ ભાજપ ખેડૂત સંમેલન યોજાશે. તો ગુજરાતમાં 10 સ્થળોએ ખેડૂત સંમેલનનું આયોજન કરાયું છે. આજે બારડોલીમાંથી ખેડૂત સંમેલનની શરૂઆત થઈ છે. જેમાં ભાજપના નેતાઓ કૃષિ કાયદાઓ ખેડૂત સુધી પહોંચાડી રહ્યા છે. તેઓને કાયદા વિશે સમજાવી રહ્યાં છે. ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલનું બારડોલીમાં, રાજકોટના પડધરીમાં કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પુરુષોત્તમ રૂપાલા અને રાજ્ય સરકારના કૃષિ મંત્રી આરસી ફળદુની ઉપસ્થિતિમાં ખેડૂત સંમેલન યોજાયું. તો ડેપ્યુટી સીએમ નીતિન પટેલની મોરવા હડફ સંમેલનમાં હાજરી છે. 
નવા કૃષિ કાયદાના સમર્થનમાં ભાજપનું ખેડૂત સંમેલન, નેતાઓ આપી રહ્યાં છે બિલની માહિતી

રક્ષિત પંડ્યા/રાજકોટ :નવા કૃષિ કાયદાના સમર્થનમાં ભાજપના ખેડૂત સંમેલનની શરૂઆત થઈ છે. ખેડૂતોમાં જાગૃત્તિ માટે આજથી જન જાગરણ અભિયાન શરૂ કરાયું છે. દેશભરમાં 700 સ્થળોએ ભાજપ ખેડૂત સંમેલન યોજાશે. તો ગુજરાતમાં 10 સ્થળોએ ખેડૂત સંમેલનનું આયોજન કરાયું છે. આજે બારડોલીમાંથી ખેડૂત સંમેલનની શરૂઆત થઈ છે. જેમાં ભાજપના નેતાઓ કૃષિ કાયદાઓ ખેડૂત સુધી પહોંચાડી રહ્યા છે. તેઓને કાયદા વિશે સમજાવી રહ્યાં છે. ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલનું બારડોલીમાં, રાજકોટના પડધરીમાં કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પુરુષોત્તમ રૂપાલા અને રાજ્ય સરકારના કૃષિ મંત્રી આરસી ફળદુની ઉપસ્થિતિમાં ખેડૂત સંમેલન યોજાયું. તો ડેપ્યુટી સીએમ નીતિન પટેલની મોરવા હડફ સંમેલનમાં હાજરી છે. 

khedut_sammelan_zee2.jpg

રાજકોટ જિલ્લાના પડધરી ખાતે ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ સંમેલનમાં પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું કે, કૃષિ બિલો ને લઈ કેટલા સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. બિલ સંબંધિત સાચી વાતો લોકો જાણે માટે ખેડૂત સંમેલનનું આયોજન ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે. મોટા ભાગે ખેડૂતો બિલની સાથે સહમત છે. સરકાર જે આશય સાથે બિલ લાવી છે આ અંગે વાતો ખેડૂતો સાથે કરવામાં આવશે. આ કાયદાથી ખેડૂતોને નુકશાન થતું હોય અથવા સંભાવના હોય તો સરકાર આ માટે સાંભળવા અને સમજવા માટે તૈયાર છે. માંગણીઓ એવી છે કે આ બિલ પાછું ખેંચો. આ આંદોલન ખેડૂતોના હિત માટેનું નથી. ભારતના સાંસદમાં કાયદાને પસાર કરવામાં આવ્યો છે. આ કાયદો પાછા લેવા વિરોધ થાય તો આ યોગ્ય ન કહી શકાય. MSP સંબંધી કોઇ પ્રશ્નો મને ભૂતકાળમાં મળ્યા નથી. મોદી સાહેબે આ નિર્ણય કર્યા બાદ બધાને MSP યાદ આવ્યું છે. કોન્ટ્રાકટ ફાર્મિંગના કોઈ પ્રશ્ન જમીન સંબંધિત સામે આવે તેમ નથી. કાઠિયાવાડમાં પણ કોન્ટ્રક ફાર્મિંગથી ખેતી થાય છે.

કેન્દ્રીય કૃષિ મંત્રી સાથે રાજકોટ અને જામનગરના સાંસદ, ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા પણ ઉપસ્થિત રહ્યાં છે. ખેડૂતોએ કેન્દ્રીય મંત્રીનું પાઘડી પહેરાવી સ્વાગત કર્યું હતું. કૃષિ સુધારા બિલ 2020 ને સમર્થન આપવા અને ખેડૂતોને બિલ અંગે સાચી માહિતી આપવા આ સંમેલનનું આયોજન કરાયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news