આ મશીન કરશે હવામાંથી કોરોના વાયરસનો ખાત્મો, કંપનીનો દાવો

 આ મશીન કરશે હવામાંથી કોરોના વાયરસનો ખાત્મો, કંપનીનો દાવો

ઝી બ્યૂરો, અમદાવાદઃ હવામાંથી કોરોના વાયરસનો ખાત્મો કરવા માટે LG લાવી રહ્યું છે એક નવુ મશીન. LGનું UV CORONA BOT મશીન હવામાંથી કોરોના વાયરસનો ખાત્મો કરવા માટે સક્ષમ છે. આ મશીનનો ઉપયોગ સ્ટેડિયમ, સ્કૂલ, કોલેજ સહિતની જાહેર જગ્યા પર થઈ શકે છે. UV CORONA BOT મશીન અલ્ટ્રાવાયોલેટ કિરણોથી કામ કરે છે.

વિશ્વમાં જ્યારથી કોરોના વાયરસ ફેલાયો છે ત્યારથી ક્રિકેટ, ફૂટબોલના સ્ટેડિયમ ખાલી પડ્યાં છે. દર્શકોએ છેલ્લા એક વર્ષથી મેચ નિહાળવા માટે સ્ટેડિયમમાં પગ નથી મુક્યો. સરકારની કોરોના ગાઈડલાઈન અનુસાર જાહેરમાં માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત છે. પરંતુ સ્ટેડિયમમાં સોશિયલ ડિસ્ટન્સ અશક્ય છે. જેના કારણે ક્રિકેટની મેચનું તો આયોજન કરવામાં આવે છે પરંતુ સ્ટેડિયમમાં દર્શકોની ચિચીયારીનો અભાવ હોય છે. પરંતુ હવે તેનો પણ ઉપાય આવી ગયો છે.

Image

LG કંપનીએ કોરોનાનો ખાત્મો કરવા માટે UV CORONA BOT નામથી એક ડિવાઈસ તૈયાર કર્યું છે જે હવામાંથી કોરોના વાયરસને નષ્ટ કરવા માટે સક્ષમ છે. ટેક સાઈટ pocket-lint અનુસાર LGનું UV CORONA BOT કોરોનાનું સંક્રમણ ઓછુ કરવાની ક્ષમતા ધરાવે છે. આ ડિવાઈસનો ઉપયોગ સ્કૂલ, કોલેજ, સ્ટેડિયમ સહિતની જાહેર જગ્યા પર થઈ શકે છે જેના પછી એ જગ્યા કોરોનાથી સુરક્ષિત સાબિત થઈ શકે છે.

UV CORONA BOT અલ્ટ્રાવાયોલેટ કિરણોથી કામ કરે છે. કંપનીએ એવો પણ દાવો કર્યો છેકે, મશીન કોઈ પણ જાહેર સ્થળ પર હવાને કોરોના મુક્ત કરવા માટે સક્ષમ છે. LG રોબોટ બિઝનેસ ડિવિઝનના વાઈસ પ્રેસિડેન્ટના જણાવ્યા અનુસાર આ મશીન એક પ્રકારનો રોબોટ છે. જે કોરોના વાયરસનો ખાત્મો કરવા માટે સક્ષમ છે. એટલુ જ નહીં પણ લોકોને અલ્ટ્રાવાયોલેટ કીરણોથી બચવા માટે એક સેંસર લગાવામાં આવ્યું છે. કંપની હાલ આ મશીન પર કામ કરી રહી છે અને જલ્દી જ લોંચ કરે તેવી આશા છે. મહત્વનું છે સમગ્ર વિશ્વમાં કોરોનાના વધતા કેસ, કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. આ સંક્રમણને અટકાવવા માટે વૈજ્ઞાનિકો દિવસ રાત કામ કરી રહ્યાં છે. ત્યારે એક એવુ મશીન જે આપની આસપાસની હવાને કોરોના મુક્ત કરવાની ક્ષમતા ધરાવે છે તે વૈજ્ઞાનિકોની ખુબ જ પ્રશંસ્નીય કામગીરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news