પશુપાલકોના હિતમાં પંચામૃત ડેરીનો મહત્વનો નિર્ણય; જાણો 3 લાખથી વધુ લોકોને શું થશે ફાયદો?
પંચમહાલ જિલ્લાના 3 લાખ કરતા વધુ પશુપાલકોને એક મોટો લાભ મળવા જઈ રહ્યો છે. પંચામૃત ડેરીએ દૂધની ખરીદી ભાવમાં વધારો કરતા પશુપાલકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.
Trending Photos
ઝી બ્યુરો/પંચમહાલ: ગુજરાતના 3 લાખથી વધુ પશુપાલકોના હિતમાં પંચામૃત ડેરીએ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. પંચામૃત ડેરીએ દૂધના કિલોફેટે 20 રૂપિયાનો વધારો કર્યો છે. જેના કારણે હવે પશુપાલકોને 820 રૂપિયા પ્રતિ કિલો ફેટનો ભાવ ચૂકવાશે. 21 ઓગસ્ટથી નવો ભાવ અમલી થશે. આ ભાવવધારાથી પંચમહાલ સહિત, મહીસાગર અને દાહોદના હજારો પશુપાલકોને ફાયદો થશે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, પંચમહાલ જિલ્લાના 3 લાખ કરતા વધુ પશુપાલકોને એક મોટો લાભ મળવા જઈ રહ્યો છે. પંચામૃત ડેરીએ દૂધની ખરીદી ભાવમાં વધારો કરતા પશુપાલકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. પશુપાલકોના દૂધના કિલો ફેટે રૂપિયા 20નો વધારો કરાયો છે. 800 રૂપિયા કિલો ફેટના ભાવમાં રૂપિયા 20નો વધારો કરાતા હવે પશુપાલકોને 820 રૂપિયાનો નવો ભાવ મળશે. તમને જણાવી દઈએ કે પંચામૃત ડેરીએ કરેલો નવો ભાવ વધારો 21 ઓગસ્ટથી અમલી બનશે.
મહત્વનું છે કે, દૂધ સંઘના ટર્ન ઓવરમાં 14 વર્ષમાં 11 ગણા વધારા સાથે અને ગત વર્ષ કરતા 29% વધારા સાથે દૂધ સંઘનું વર્ષ 2022-23નું ટર્ન ઓવર રૂપિયા 4154 કરોડ થયુ છે. દૂધ સંઘનો નફામાં ગત વર્ષની સરખામણી કરતા 32% વધારો થવા સાથે વર્ષ 2022-23 દરમિયાન દૂધ સંઘનો ચોખ્ખો નફો રૂપિયા 20 કરોડ 02 લાખ થયો છે. 2022-23માં મહત્તમ 15% ડિવિડન્ટ ચૂકવવા અંગેની જાહેરાત કરવામાં આવી. અધ્યક્ષ જેઠા ભરવાડે કિલો ફેટે રૂપિયા 20નો ભાવવધારો કરી ગુજરાતમાં દૂધનો ભાવ રૂપિયા 820 કરવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે