સાબરકાંઠા જિલ્લામાં વરીયાળી અને તમાકુનો પાક ન વેચાતા ખેડૂતો પરેશાન
એક તરફ નવીન સિઝનની વાવણીની તૈયારીઓ થઈ ચૂકી છે તો બીજી તરફ હજુ ખેડૂતોએ પકાવેલા પાક પોતાના ઘરમાં જ પડી રહ્યો છે. પાકનું વેચાણના થવાને લઇ ખેડૂતો પાસે નાણાની ભીડ સર્જાઈ છે.
Trending Photos
શૈલેષ ચૌહાણ/સાબરકાંઠાઃ કોરોના વાયરસને રોકવા માટે દેશભરમાં લૉકડાઉન લાગુ કરાયું છે. ત્યારે ઉદ્યોગ-ધંધા સાથે જોડાયેલા લોકો પરેશઆન છે. તો ખેડૂતોને પણ અસર થઈ રહી છે. સાબરકાંઠા જિલ્લામાં તમાકુ અને વરિયારીનું વાવેતર કરતા ખેડૂતોએ તૈયાર પાકનું જિલ્લામાં ખરીદ કેન્દ્ર ના હોવાના કારણે મુશ્કેલીમાં મુકાયા છે. હવે ખેડૂતોએ પોતાના પાક વેચવા માટે ખરીદ કેન્દ્રની માગ કરી છે.
સાબરકાંઠા જિલ્લો મોટા ભાગે ખેતી આધારિત છે. ત્યારે જિલ્લામાં અનેક પ્રકારની ખેત પેદાશનું વાવેતર થતું હોય છે, ત્યારે જિલ્લામાં તમાકુ અને વળીયારીના પાકનું વાવેતર કરતા ખેડૂતો હાલ મુશ્કેલીમાં મુકાયા છે. જિલ્લામાં રવિ સીજન દરમિયાન ૧,૨૭,૩૨૮ હેક્ટર જમીનમાં ખેતીનું વાવેતર થયું હતું. એમાંથી મોટા ભાગનું વાવેતર ખેડૂતોએ લણીને વેચાણ કરી લીધું છે. જિલ્લામાં તમાકુ અને વાળીયારીના પાકનું વાવેતર કરતા ખેડૂતો હાલ મુશ્કેલીમાં મુકાયા છે. કેમકે હાલ જિલામાં આવેલ માર્કેટ યાર્ડમાં તમાકુ અને વાળીયારીનું વેચાણ કેન્દ્ર ના હોવાને લઇ જિલ્લાના ખેડૂતો બાજુના જિલ્લામાં આવેલ વિજાપુર અને ઊંઝા ખાતે વેચાણ માટે જતા હોય છે. પરંતુ હાલના સમયમાં ચાલી રહેલા લૉકડાઉનમાં આંતર જિલ્લા સરહદ લોક કરવામાં આવી હોવાને લઇ ખેડૂતો વિજાપુર અને ઊંઝા માર્કેટ ખાતે તેઓનું તૈયાર પાક પહોંચાડી શકતા નથી.
એક તરફ નવીન સિઝનની વાવણીની તૈયારીઓ થઈ ચૂકી છે તો બીજી તરફ હજુ ખેડૂતોએ પકાવેલા પાક પોતાના ઘરમાં જ પડી રહ્યો છે. પાકનું વેચાણના થવાને લઇ ખેડૂતો પાસે નાણાની ભીડ સર્જાઈ છે. નાણા ન હોવાથી ખેડૂતો દવા અને બિયારણ ખરીદી શકતા નથી. જિલ્લામાં 1770 હેક્ટરમાં તમાકુ અને 1299 હેક્ટરમાં વળીયારીનું વાવેતર થયું છે. ત્યારે ખેડૂતોએ સરકારને અપીલ કરી છે કે વેચાણ કેન્દ્રો ચાલુ કરવામાં આવે અથવા તો પાસ આપવામાં આવે જેથી અન્ય જિલ્લામાં જઇ તમાકુ અને વરીયાળીના પાકનું વેચાણ કરી શકે.
લોક ડાઉનના સમય દરમિયાન સરકાર દ્વારા ખેડૂતો માટે કેટલીક છૂટછાટ આપવામાં આવી હતી પરંતુ ખેડૂતો માટે હજુ કેટલીક છૂટછાટ આપવામાં આવે તો ખેડૂતો આગામી ખેતી માટે મજબૂત થઈ શકશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે