અસામાજિક તત્વોનું કારસ્તાન: આજ રાતથી વડોદરા શટડાઉનનો સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલો મેસેજ ખોટો

વડોદરા શહેરના નાગરિકે ગેરમાર્ગે દોરવા સોશિયલ મીડિયામાં એક ખોટો મેસેજ વાયરલ થઇ રહ્યો છે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નાગરિકો 10 દિવસનો જરૂરી સામાનનો સ્ટોક કરી લેવાની સૂચના આપવામાં આવી છે. આજે સાંજ સુધીમાં ગમે ત્યારે તંત્ર દ્વારા વડોદરા લોકડાઉનની જાહેરાત થઇ શકે છે.

અસામાજિક તત્વોનું કારસ્તાન: આજ રાતથી વડોદરા શટડાઉનનો સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલો મેસેજ ખોટો

હાર્દિક દીક્ષિત, વડોદરા: ગુજરાતમાં વધતા જતી કોરોના વાયરસની મહામારી કાબૂમાં લેવા માટે સખતાઇથી લોકડાઉનનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. 7 થી 15 તારીખ સુધી અમદાવાદ શહેરને સંપૂર્ણપણે લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. માત્ર મેડિકલ અને દૂધની સેવા ચાલુ રાખવામાં આવી છે. ત્યારે આજે વડોદરામાં સોશિયલ મીડિયામાં વડોદરા આજ સાંજ સુધી લોકડાઉન કરવામાં આવશે તેવો ખોટો મેસેજ વાયરલ થઇ રહ્યો છે. 

વડોદરા શહેરના નાગરિકે ગેરમાર્ગે દોરવા સોશિયલ મીડિયામાં એક ખોટો મેસેજ વાયરલ થઇ રહ્યો છે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નાગરિકો 10 દિવસનો જરૂરી સામાનનો સ્ટોક કરી લેવાની સૂચના આપવામાં આવી છે. આજે સાંજ સુધીમાં ગમે ત્યારે તંત્ર દ્વારા વડોદરા લોકડાઉનની જાહેરાત થઇ શકે છે. આ મેસેજ લઇને ઓ.એસ.ડી વિનોદ રાવે ખોટા મેસેજ લઇને ખુલાસો કર્યો છે. નાગરિકો આવા ખોટા મેસેજ પર ધ્યાન ન આપે. 

અત્રે ઉલ્લેખનીય છે કે  રાજ્ય સરકારે કોરોના વાયરસના કેસોને રોકવા માટે અમદાવાદ માટે સૌથી મોટો નિર્ણય લીધો હતો. અમદાવાદમાં બુધવાર મધ્યરાત્રીથી 15 મે સુધી કરિયાણા-શાકભાજીની દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. શહેરમાં માત્ર દૂધ અને શાકભાજી સિવાય કોઈ વસ્તુ મળશે નહીં. તો આ સમાચાર મળવાની સાથે અમદાવાદમાં ખરીદી કરવા માટે લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા. 

શાકભાજી-કરિયાણાની દુકાનો બંધ રહેવાના સમાચારની સાથે શહેરમાં લોકોએ દુકાનોમાં લાઇનો લગાવી હતી. શાકભાજી અને કરિયાણાની ખરીદી કરવા માટે લાઇનો લાગી હતી. આ દરમિયાન કોરોનાની ઐસીતૈસી કરતા સોશિયલ ડિસ્ટેન્સિંગ પણ ભૂલાયું હતું. રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. 

તો બીજી તરફ સુરત મ્યુ.કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે શાકભાજી વિક્રેતાઓ સુપર સ્પ્રેડર બન્યા છે. જેના કારણે પાલિકા કમિશનરે તા.9 મે થી તા.14મી મે સુધી એપીએમસી માર્કેટ બંધનો નિર્ણય કરવામાં આવ્યો છે. શાકભાજી વેચનારાઓનાના અત્યાર સુધી 10થી વધારે કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. શાકભાજીની લારીઓ પર નાની-નાની વસ્તુઓ પસંદ કરીને લેવામાં આવે છે. જેથી ભીડ વધારે થતાં ચેપ લાગવાની શક્યતા રહે છે. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બે દિવસ શાકભાજી મળી શકશે. જેથી શાકભાજી લેવા નાગરિકોએ ભીડ કરવી નહી. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને શાકભાજી ખરીદવા અપીલ કરું છું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news