પાક વીમા માટે સરકારે જાહેર કરેલો ટોલ ફ્રી નંબર ના લાગતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં

રાજ્ય સરકાર દ્વારા પાક નુકસાની માટે ટોલ ફ્રી નંબર જાહેર કર્યો હતો. ત્યારે સરકાર દ્વારા જાહેર કરેલા ટોલ ફ્રી નંબર પર સંપર્ક ના થઇ શકતા ખેડૂતો મૂશ્કેલીમાં મુકાયા છે

પાક વીમા માટે સરકારે જાહેર કરેલો ટોલ ફ્રી નંબર ના લાગતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં

રાજકોટ: રાજ્ય સરકાર દ્વારા પાક નુકસાની માટે ટોલ ફ્રી નંબર જાહેર કર્યો હતો. ત્યારે સરકાર દ્વારા જાહેર કરેલા ટોલ ફ્રી નંબર પર સંપર્ક ના થઇ શકતા ખેડૂતો મૂશ્કેલીમાં મુકાયા છે. 72 કલાકમાં ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરી નુકસાનીની માહીત આપવા સરકારે સૂચના આપી છે. ત્યારે 72 કલાકમાંથી 24 કલાક સમય વીતી જવા છતાં ટોલફ્રી નંબર પર સંપર્ક થઇ શકતો નથી.

જામનગર ખાતે યોજાયેલ રાષ્ટ્રીય એકતા દિવસ અને રન ફોર યુનિટીના કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યના કેબિનેટ મંત્રી આર.સી. ફળદુએ મહત્વનું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, તાજેતરમાં જ ગુજરાતમાં થયેલ કમોસમી વરસાદમાં ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે. આ અંગે કૃષિ વિભાગના અધિકારીઓની તાકીદની સૂચના આપવામાં આવી છે અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે.

તેમજ તેની યાદી જિલ્લા કલેક્ટરને પહોંચે અને આ માધ્યમથી જે તે વીમા કંપનીઓને જાણ કરવામાં આવશે. તેમજ વહેલામાં વહેલી તકે ખેડૂતોને પાકનું જે કંઈ નુકસાન ગયું છે તેનું યોગ્ય વળતર આપવામાં આવે તે તમામ અંગે યોગ્ય ધ્યાન અપાશે. મંત્રી આરસી ફળદુના આ નિવેદનથી હાલાર સહિત ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ પાકના નુકસાનના વળતર અંગે ચિંતામાં રહેલા ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે.

156 તાલુકાની ખેતીને વરસાદની અસર થઈ
ચોમાસામાં અતિવૃષ્ટિ અને ક્યાર વાવાઝોડાથી પાક નુકસાનીનું વળતર મેળવવા કૃષિ વિભાગની આજે મહત્વની બેઠક મળી હતી. જેના બાદ પ્રેસ કોન્ફરન્સમાં વિભાગ દ્વારા વીમા માટે ખેડૂતોને ફોર્મ ભરવાની અપીલ કરાઈ છે. વિભાગના મુખ્ય અધિક સચિવ પૂનમચંદ પરમારે જણાવ્યું કે, રાજ્યના 156 તાલુકામાં કમોસમી વરસાદની અસર થઈ છે. 1 ઈંચથી વધારે વરસાદ થયેલા 18 જિલ્લાના 44 તાલુકાઓ છે, જેમાં કમોસમી વરસાદ ખાબક્યો છે.

રાજ્ય સરકાર અપીલ કરે છે કે, વીમા કંપની ના ટોલ ફ્રી નંબર ઉપર ખેડૂતોને ફરિયાદ નોંધાવે. સરકાર ફોન અને એસએમએસ દ્વારા ખેડૂતોને જાણકારી આપશે. વીમા કંપની અને ખેતીવાડી ખાતાના અધિકારીઓ દ્વારા ખેડૂતોના સ્થળ ઉપર જઈને નુકસાનના સરવે કરશે. હાલ સરવે મુજબ, ડાંગરના વાવેતરમાં નુકશાન, મગફળીમાં પાણી પડવાથી બગાડ થવાની શક્યતા છે. કપાસમાં ફુલ બેસ્યા હોય તો ફૂલ બેસી જવાની સમસ્યાની થાય છે. તેથી આવા નુકશાનીવાળા વિસ્તારો આઈડેન્ટીફાઈ કર્યા છે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news