પદ્મિનીબા ફરી ભડક્યાં : પાંચ તત્વોનું નામ લઈને કહ્યું, આ લોકોએ આંદોલનની પથારી ફેરવી નાંખી
Padminiba vala : રાજકોટમાં પદ્મિનીબા વાળાએ સંકલન સમિતિ સામે કર્યા સવાલ... સમિતિના 4-5 લોકો આંદોલન કોંગ્રેસ તરફી લઈ ગયા... આ લોકો શું કરવા માગે છે તે સમજાતું નથી... પી.ટી.જાડેજા હવે કેમ ડરે છે તેવા કર્યા સવાલ
Trending Photos
Rupala Controversy રાજકોટ : રાજકોટમાં રૂપાલા તો ન હટ્યા, પણ હવે સંકલન સમિતિમાં શરૂ થઈ અંદરો અંદરની લડાઈ શરૂ થઈ ગઈ છે. ક્ષત્રિય આંદોલને માથે લેનાર પી.ટી.જાડેજાએ સંકલન સમિતિ પર અનેક સવાલો ઉઠાવ્યા છે. પી.ટી.જાડેજાની ઓડિયો ક્લીપ વાયરલ થઈ હતી. જેમાં તેઓએ સંકલન સમિતિ ગદ્દાર છે અને રહેવાની તેવુ કહ્યું છે. તેમણે કહ્યું કે, સંકલન સમિતિની ગદ્દારીના મારી પાસે અનેક પુરાવા છે. સંકલન સમિતિએ શેકેલો પાપડ પણ નથી ભાંગ્યો. ત્યારે હવે જાડેજાના આ શબ્દોથી પદ્મિનીબા પીટી જાડેજા પર ભડક્યાં છે. તેમણે કહ્યું કે, આંદોલનની પથારી ફેરવી નાંખી, બીજા સમાજો વચ્ચે આપણે હાંસીપાત્ર બન્યા.
આ લોકો શું કરવા માંગે છે તે સમજાતું નથી
પી.ટી.જાડેજાની નારાજગી અને ઓડિયો ક્લિપ મુદ્દે ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાની પ્રતિક્રિયા આવતા સમગ્ર કેસમાં નવો વળાંક આવ્યો છે. પદ્મિનીબા વાળાએ કહ્યું કે, પી.ટી.જાડેજાએ નારાજગી દર્શાવી અને પાછા હટી પણ ગયા. આ લોકો શું કરવા માંગે છે તે સમજાતું નથી. ક્ષત્રિય સમાજને ગુમરાહ કરી રહ્યા છે. સંકલન સમિતિના 4 થી 5 તત્વો કોંગ્રેસ તરફ આંદોલન લઈ ગયા. સંકલન સમિતિના સભ્યો જ અંદરો અંદર ઝઘડી રહ્યા છે તો સમાજનું શું થશે. પી.ટી.જાડેજા માઇક લઈને બોલબોલ કરતા હતા તો હવે કેમ ડરવું જોઈએ. શું કામ ડરો છો?
સમિતિના પાંચ તત્વોએ શું ખિચડી રાંધી છે ખબર નહીં, સમાજને કોંગ્રેસ પક્ષી કરી નાખ્યો: પદ્મીનીબા વાળા#padminibavala #Congress #rajkot #ZEE24KALAK #kshatriya pic.twitter.com/q2RGcYHoKI
— Zee 24 Kalak (@Zee24Kalak) May 13, 2024
પીટી જાડેજા બોલીને ફરી જાય છે
પદ્મિનીબા વાળાએ કહ્યું કે, સમિતિના કારણે જ આંદોલન આડા રસ્તે ફંગાઈ ગયું હતું. મને તો સંકલન સમિતિ પર પહેલેથી જ શંકા હતી. આજે અમારો સમાજ હાંસીપાત્ર બની ગયો છે. આગેવાનો માત્ર સ્ટેજ શોની જેમ ભાષણ આપવા માટે હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે. આ સંકલન સમિતિને અમદાવાદ સિવાય કોઈ જાણતું ન હતું. આંદોલન તો અમે ઉપાડ્યું અને મોકો જોઈને તમે બધો દોર ઉપાડી લીધો. હું તો પહેલાથી જ તેના વિરોધમાં હતી. આ સમિતિમાં ઈગોવાળા લોકો છે. આ લોકો સ્ટેજ શો કરી શકે છે. પરંતું સમાજને પરિણામ ન આપી શક્યા. હવે પીટી જાડેજા બોલે છે ત્યારે તેમને હું કહીશ કે તમે પહેલા બોલો ને ફરી જાવ તેનો શું મતલબ. આવા આગેવાનો હોય તો સમાજની શું હાલત થાય.
પી.ટી.મામાએ પહેલા નારાજગી દર્શાવી અને હવે પાછા હટી ગયા આ કંઈ સમજાતું નથી: પદ્મીનીબા વાળા#padminibavala #ptjadeja #viralvideo #kshatriyasamaj #kshatriya #ZEE24KALAK #Rajkot #Gujarat pic.twitter.com/YYqTC3TFcL
— Zee 24 Kalak (@Zee24Kalak) May 13, 2024
સંકલન સમિતિના પાંચ તત્વો પોતાનું ચલાવે છે
પદ્મીનીબા વાળાએ વધુમાં કહ્યું કે, મને પહેલાથી ખ્યાલ હતો, મને વિશ્વાસ ન હતો, પીટી મામાનું આવ્યુ પાછું પણ ખેંચ્યુ. આમ બોલવાથી સમાજનું ખરાબ લાગી રહ્યું છે. સમાજ સાથે ગદ્દારી કરશો તો પાછું આવવાનું જ છે. સંકલન સમિતિના પાંચ તત્વો નિર્ણય લે છે. તે જ પોતાનું ચલાવે છે. આથી સમાજે વિચારવુ જોઈએ. અંદરો અંદર બાઝ્યા રાખશે તો સમાજનું શુ થશે. આ લોકોને ચુંટણીથી કોઈ લેવા દેવા નથી.
ચૂંટણી હોય ત્યારે રાજકીય વાતો થતી હોય, હવે વાણી-વિલાસ કરતા પહેલા લોકો ધ્યાન રાખે: રમજૂભા જાડેજા#LokSabhaElection2024 #ramjubhajadeja #gujarat #kshatriyasamaj #sankalansamiti pic.twitter.com/AA7txCe9go
— Zee 24 Kalak (@Zee24Kalak) May 12, 2024
ઉલ્લેખનીય છે કે, આ પહેલા ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનીબા વાળાએ પત્રકાર પરિષદમાં ક્ષત્રિય સંકલન સમિતિ સામે ગંભીર આરોપ લગાવ્યા હતા અને કહ્યું હતું કે, ક્ષત્રિય સંકલન સમિતિ કોંગ્રેસની B ટીમ છે. જોકે આંદોલનને કારણે સમાજને ઘણું વેઠવું પડ્યું છે. જો પરસોતમ રૂપાલા ચૂંટણી નહિ હારે તો ક્ષત્રિય સંકલન સમિતિના હોદ્દેદારોને બંગળી પહેરાવીશ તેવી ચીમકી આપી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે