વડોદરા: ધર્મગુરુ પ્રશાંતે ફેકટરી માલિક પાસેથી હોમહવન કરી યંત્ર સિદ્ધ કરાવવા 21.80 લાખ પડાવ્યા
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરાના વારસિયા રિંગ રોડ પર આવેલા બગલામુખી બ્રહ્મવિદ્યા મંદિરના ધર્મગુરુ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાતા હડકંપ મચી જવા પામ્યો છે. ફેકટરી માલિકે ધર્મગુરુ સામે ફરિયાદ નોંધાવતા ધર્મગુરુ પ્રશાંત ઉપાધ્યાય ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
માત્ર ને માત્ર આ જ યુવતી ડાન્સ નોરા ફતેહીને ટક્કર આપી શકશે, જબરદસ્ત છે...
હાલોલના બાસ્કા ખાતે પરસીસસ્ટન્ટ હાઈટેક કાસ્ટિંગ નામની ફેક્ટરી ધરાવતા ફેકટરી માલિક દેવરાજ પંડયા વર્ષ 2014માં ધંધામાં 2 કરોડની ખોટ આવતા ધર્મગુરુ પ્રશાંત ઉપાધ્યાય પાસે પહોંચ્યા હતા. દેવરાજ પંડ્યાને તેમના મિત્ર કિંજલે ધર્મગુરુનો સંપર્ક કરાવ્યો હતો. જેથી બગલામુખી મંદિરના કહેવાતા ધર્મગુરુ પ્રશાંતએ ફેકટરી માલિક પાસેથી હોમહવન કરી યંત્ર સિદ્ધ કરાવવા 21.80 લાખ રૂપિયા પડાવ્યા. 21.80 લાખ રૂપિયા આપ્યા બાદ પણ ફરિયાદી દેવરાજને ફાયદો ન થતાં તેને આરોપી ધર્મગુરુ પાસે રૂપિયાની ઉઘરાણી શરૂ કરી હતી. ત્યારબાદ આરોપી ધર્મગુરુએ ફેકટરી માલિકને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી. જેથી ફેકટરી માલિકે ધર્મગુરુ પ્રશાંત ઉપાધ્યાય સામે વારસિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફેકટરી માલિક બાદ ધર્મગુરુ સાથે કામ કરતા ધર્મેન્દ્ર વ્યાસે પણ વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ધર્મેન્દ્ર વ્યાસ પાસેથી આરોપી ધર્મગુરુએ 6 તોલા સોનું પડાવી લીધુ છે.
ચાલુ ક્લાસમાં બે વિદ્યાર્થીઓ પર ધડામ દઈને પડ્યો પંખો, વડોદરાની બ્રાઈટ સ્કૂલની ઘટના
આરોપી ધર્મગુરુ પ્રશાંત ઉપાધ્યાયે મકાનને મંદિર બનાવી દીધું છે. મંદિરના મકાન માલિકે ધર્મગુરુને ખોટી રીતે ફસાવતા હોવાનો આક્ષેપ કર્યો છે. મકાન માલિક ગુરુમુખ ચંદાણી કહે છે કે, ધર્મગુરુ કોઈ પણ પૂજા માટે ભક્તો પાસેથી રૂપિયા લેતા નથી. છેલ્લા 14 વર્ષ થી મંદિરમાં બેસે છે, પરંતુ આજ દિન સુધી કોઈએ ફરિયાદ નથી કરી.
કહેવાતા ધર્મગુરુ ડોકટર પ્રશાંત ઉપાધ્યાય ફિલ્મ સ્ટાર સંજય દત્તના ચાહક પણ છે. તેમના અનેક ફોટા સંજય દત્તની જેમ વેષ ધારણ કરેલા સોશિયલ મીડિયામાં ફરે છે. ઢોંગી ધર્મગુરુની વાત કરીએ તો, તેના વિશે અનેક તર્કવિતર્ક ચાલે છે. લોકોનું કહેવુ છે કે, આ ઢોંગી બાબા સોનું લઈ તેમના યંત્ર બનાવી આપવાનો વાયદો કરતો હતો. તો છૂટાછેડા અને અણબનાવવાળા દંપતીને તાંત્રિક વિધિ કરી આપવાનુ કહી છેતરપિંડી કરતો હતો. તેમજ ઘરમાં ફિલ્મ સ્ટુડિયો બનાવ્યા હોવાની પણ વાત છે. મંદિરમાં યજ્ઞમાં બેસવા આવતી મહિલાઓના કપડા બદલવાના રૂમમાં સીસીટીવી કેમેરા લગાવ્યા હોવાની પણ ચર્ચા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે