અમેરિકન સિક્રેટ સર્વિસના અધિકારીઓ ગુપ્ત રીતે ટ્રમ્પના રૂટનું સ્કેનિંગ કરી રહ્યા છે

અમેરિકા (America) ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ની અમદાવાદ મુલકાતને લઈને તડામાર તૈયારીઓ યુદ્ધના ધોરણે શરૂ થઈ ગઈ છે. મોટેરા સ્ટેડિયમના પુનઃ નિર્માણ પછી લોકાર્પણમાં અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રંપ, પીએમ મોદી સહિતના મહેમાનો હાજર રહેવાના છે. ત્યારે સ્ટેડિયમની આસપાસના રોડ રસ્તાને રિસર્ફેસ કરવામાં આવી રહ્યાં છે. પાર્કિંગ માટે પણ અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. VVIP મહેમાનોને સ્ટેડિયમ સુધી પહોંચવામાં કોઈ અડચણ ના પડે તેને લઈને પણ ટ્રાફિક વ્યયવસ્થા આવનારા સમયમાં કરવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પ સીધા હેલિકોપ્ટરથી આવશે કે પછી રોડ માર્ગથી તે અમેરિકી સિક્યોરિટી એજન્સી નક્કી કરે તે પછી જ ફાઈનલ થશે. પરંતુ સ્ટેડિયમ અને ગાંધી આશ્રમને જોડતા તમામ રોડ રસ્તાનું બ્યુટિફિકેશન અને લાઈટિંગની કામગીરી કરવામાં આવી રહી છે. સાથે જ સ્ટેડિયમમાં ગેટથી લઈ અંદરની બાજુ સુધી જોરશોરથી કામગીરીને આખરી ઓપ આપાઈ રહ્યો છે.
અમેરિકન સિક્રેટ સર્વિસના અધિકારીઓ ગુપ્ત રીતે ટ્રમ્પના રૂટનું સ્કેનિંગ કરી રહ્યા છે

અમદાવાદ :અમેરિકા (America) ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ની અમદાવાદ મુલકાતને લઈને તડામાર તૈયારીઓ યુદ્ધના ધોરણે શરૂ થઈ ગઈ છે. મોટેરા સ્ટેડિયમના પુનઃ નિર્માણ પછી લોકાર્પણમાં અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રંપ, પીએમ મોદી સહિતના મહેમાનો હાજર રહેવાના છે. ત્યારે સ્ટેડિયમની આસપાસના રોડ રસ્તાને રિસર્ફેસ કરવામાં આવી રહ્યાં છે. પાર્કિંગ માટે પણ અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. VVIP મહેમાનોને સ્ટેડિયમ સુધી પહોંચવામાં કોઈ અડચણ ના પડે તેને લઈને પણ ટ્રાફિક વ્યયવસ્થા આવનારા સમયમાં કરવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પ સીધા હેલિકોપ્ટરથી આવશે કે પછી રોડ માર્ગથી તે અમેરિકી સિક્યોરિટી એજન્સી નક્કી કરે તે પછી જ ફાઈનલ થશે. પરંતુ સ્ટેડિયમ અને ગાંધી આશ્રમને જોડતા તમામ રોડ રસ્તાનું બ્યુટિફિકેશન અને લાઈટિંગની કામગીરી કરવામાં આવી રહી છે. સાથે જ સ્ટેડિયમમાં ગેટથી લઈ અંદરની બાજુ સુધી જોરશોરથી કામગીરીને આખરી ઓપ આપાઈ રહ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાથી સીધા અમદાવાદમાં પહોંચશે
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારતની મુલાકાતમાં સૌથી પહેલાં અમદાવાદ આવશે. ડોનાલ્ડ ટ્રમ્પ 24મી તારીખે અમદાવાદમાં પહોંચશે. સિક્રેટ એજન્સી સલામતીની સંપૂર્ણ ચકાસણી કરશે અને તે લીલીઝંડી આપશે ત્યારબાદ ટ્રમ્પનું એરફોર્સ-1 અમદાવાદ એરપોર્ટ પર લેન્ડીંગ કરશે. ત્યારે તંત્ર અને એજન્સીના કર્મચારીઓને તૈયારી કરવાના આદેશ છૂટી ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પ એરપોર્ટથી પીએમ મોદી સાથે રોડ શો કરવાના છે. પીએમ મોદીની સાથે સૌથી પહેલાં તેઓ મોટેરા સ્ટેડિયમ જશે. અને અહીં 2 કલાકના કાર્યક્રમ બાદ ગાંધી આશ્રમ જશે.

માત્ર ને માત્ર આ જ યુવતી ડાન્સ નોરા ફતેહીને ટક્કર આપી શકશે, જબરદસ્ત છે...

ટ્રમ્પની અમદાવાદ મુલાકતને લઈને આવો છે સંભવિત કાર્યક્રમ

  • ટ્રમ્પ અમેરિકાથી સીધા અમદાવાદ આવશે
  • અમદાવાદ એરપોર્ટ પર બપોરના સમયે પહોંચશે 
  • અમદાવાદ એરપોર્ટથી રોડ શો કરતા ગાંધી આશ્રમ જશે
  • ગાંધીઆશ્રમથી બાય રોડ મોટેરા સ્ટેડિયમ આવશે
  • સ્ટેડિયમમાં મોદી અને ટ્રમ્પ સ્ટેડિયમનું લોકાપર્ણ કરશે
  • મોટેરા સ્ટેડિયમથી હેલિકોપ્ટરથી ટ્રમ્પ અમદાવાદ એરપોર્ટ પર જશે
  • એરપોર્ટથી દિલ્લી જશે ટ્રમ્પ

ચાલુ ક્લાસમાં બે વિદ્યાર્થીઓ પર ધડામ દઈને પડ્યો પંખો, વડોદરાની બ્રાઈટ સ્કૂલની ઘટના

સ્ટેડિયમ પર VVIP લાઉન્જ અને પીચ સંપૂર્ણ પણે તૈયાર
મોટેરા સ્ટેડિયમમાં પણ ‘કેમ છો ટ્રમ્પ’ કાર્યક્રમ પહેલા તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. સ્ટેડિયમ પર VVIP લાઉન્જ અને પીચ સંપૂર્ણ પણે તૈયાર કરી દેવામાં આવી છે. 24 કલાક કોન્ટ્રકટરોને કામ કરવા સૂચના આપવામાં આવી છે. બાહ્ય રોડ સિવાય મોટેરા સ્ટેડિયમમાં પણ કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રંપ અને પીએમ મોદીને આવકારવા અમદાવાદ તૈયાર છે. ત્યારે કોર્પોરેશન અને પોલીસ તંત્રએ આજે મોટેરા સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. બહારના જિલ્લામાંથી પણ ડોગ સ્કોર્ડની ટીમ બોલવામાં આવી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. અમેરિકન સિક્રેટ સર્વિસના અધિકારીઓ ગુપ્ત રીતે ટ્રમ્પના રૂટનું સ્કેનિંગ કરી રહ્યા છે તેવું જાણવા મળ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news