ખેડૂતોની આત્મહત્યા મામલે ખેતીની અસફળતા જવાબદાર નથીઃ નીતિન પટેલ

નીતિનભાઈ પટેલે જણાવ્યું કે, ખેડૂતોના ઉત્પાદનમાં વધારો કરવા માટે સરકાર કાર્ય કરી રહી છે. 

ખેડૂતોની આત્મહત્યા મામલે ખેતીની અસફળતા જવાબદાર નથીઃ નીતિન પટેલ

વડોદરાઃ ખેડૂતોના વિવિધ પ્રશ્નોનાના મામલે કોંગ્રેસ દ્વારા હાલ રાજયમાં ચલાવવામાં આવી રહેલા આંદોલનનો વિરોધ કરતા રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યુ કે,  ખેડૂતો દ્વારા કરવામાં આવતી આત્મહત્યા પાછળ ખેતીની નિષ્ફળતાનું એક માત્ર કારણ જવાબદાર હોતું નથી. આત્મહત્યા માટે સામાજિક કારણ પણ જવાબદાર હોઈ શકે છે. સરકાર દ્વારા ખેડૂતોની આવક વધે તે માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે. રાજ્યમાં કૃષિ ઉત્પાદનમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, શહેર કોર્પોરેશન દ્વારા પર્યાવરણ બચાવોના ભાગ રૂપે વડસર ખાતે લેન્ડ ફીલ ડમ્પીંગ સાઇટની જગ્યાએ ગંદકી દૂર કરીને 12 એકર જગ્યામાં ટ્રી મ્યૂઝીયમ તૈયાર કરવામાં આવ્યું છે. તેનું ઉદ્ઘાટન મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું. તેમની સાથે નીતિન પટેલ, વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પણ હાજર રહ્યાં હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news