RTOના દંડથી વાહન ચાલકો બચ્યાં, HSRP લાગવવાની મુદ્દત લંબાવાઈ

હાઇ સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ નહીં લગાવેલ વાહનો માટે RTOએ મુદતમાં ફી એક વખત ફેરફાર કર્યો છે. 31 મેના રોજ HSRP લગાવવા માટે છેલ્લી મુદ્દત રાખવામાં આવી હતી. જે હવે 3 માસ વધારીને 31 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે.

RTOના દંડથી વાહન ચાલકો બચ્યાં, HSRP લાગવવાની મુદ્દત લંબાવાઈ

મૌલિક ધામેચા, અમદાવાદ: હાઇ સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ નહીં લગાવેલ વાહનો માટે RTOએ મુદતમાં ફી એક વખત ફેરફાર કર્યો છે. 31 મેના રોજ HSRP લગાવવા માટે છેલ્લી મુદ્દત રાખવામાં આવી હતી. જે હવે 3 માસ વધારીને 31 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે. અને ત્યાર પછી જો વાહન ચાલકોએ HSRP નંબર પ્લેટ નહીં લગાવી હોય તો દંડ ભરવા માટે તૈયાર રહેવું પડશે.

આ પહેલા પણ સરકાર 7 વખત મુદ્દત આપી ચુકી છે. હવે સરકાર આઠમી વખત સમયમાં વધારો કરવા માગતી હોય તેવું લાગી રહ્યું નથી. તો બીજી તરફ અમદાવાદમાં હજુ પણ લાખો વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવવાની બાકી છે. અને એવી પણ ફરિયાદો ઉઠી રહી છે કે, નંબર પ્લેટ ફિટ કરાવવા માટે સેન્ટરો ઓછા હોવાથી આ કામગીરી ધીમી ગતીએ ચાલી રહી છે.

હાલમાં એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ પણ HSRPને લઇને કોઇ કાર્યવાહી નથી કરતું. ત્યારે 31 ઓગ્સટ બાદ HSRP નહીં લગાવેલી હોય તો વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી RTO અને પોલીસ કરશે. ઉલ્લેખનીય છે કે, નિયમ પ્રમાણે દરેક વાહનમાં HSRP લગાવવી ફરજિયાત છે. અને હવે તો નવા વાહનોમાં ડિલરો પોતે જ આ નંબર પ્લેટ લગાવી આપે છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news