યુક્રેનથી પરત ફરેલા ગુજરાતી વિદ્યાર્થીઓની વાત સાંભળી આંખે અંધારા આવી જશે, સ્થિતિ હજી વણસી શકે
રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ભારતના વિદ્યાર્થીઓ પૈકી 2 વિદ્યાર્થીઓ વલસાડના હતા અને તેઓ પરત ફરતા જ પરિવારજનોને હાશકારો થયો હતો. યુક્રેનની પરિસ્થિતિ પર વલસાડ પરત ફરેલા બંને વિદ્યાર્થીઓએ પોતાની આપીવીતી જણાવી હતી. જે સાંભળીને ભલભલાના રૂંવાડા ઉભા થઇ જાય છે.
Trending Photos
ઉમેશ પટેલ/વલસાડ : રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ભારતના વિદ્યાર્થીઓ પૈકી 2 વિદ્યાર્થીઓ વલસાડના હતા અને તેઓ પરત ફરતા જ પરિવારજનોને હાશકારો થયો હતો. યુક્રેનની પરિસ્થિતિ પર વલસાડ પરત ફરેલા બંને વિદ્યાર્થીઓએ પોતાની આપીવીતી જણાવી હતી. જે સાંભળીને ભલભલાના રૂંવાડા ઉભા થઇ જાય છે.
રશિયા અને યુક્રેન યુધ્ધના ભણકારા વાગી રહ્યા હતા ત્યારે જ યુક્રેનથી નિકળી ચુકેલા વિદ્યાર્થીઓ ભરેલી છેલ્લી ફલાઈટમાં આવેલા વિદ્યાર્થીઓ પૈકી 5 વિદ્યાર્થીઓ ગુજરાતમાં પણ પરત ફર્યા હતા. ગુજરાતના 5 વિદ્યાર્થીઓ પૈકી વલસાડ જિલ્લાના પણ બે વિદ્યાર્થીઓ સામેલ હતા. યુક્રેનમાં પરિસ્થિતિ ગંભીર હોવાની ત્યાં ફસાયેલા વિદ્યાર્થીઓ પરત આવવા માંગ કરી રહ્યા છે. જો કે ભારત સરકાર પણ અન્ય વિદ્યાર્થીઓને બચાવવા માટે દિવસરાત મહેનત ચલાવી રહી છે. વલસાડ આવેલા બે વિદ્યાર્થીઓએ જણાવ્યું કે ત્યાં તેમના હજી ઘણા મિત્રો છે. જોડે અભ્યાસ કરી રહ્યા છે. જેઓ યુક્રેનમાં ફસાયેલા છે. એક ટાઈમ જમવાનું આપવામાં આવી રહ્યું છે સાથે પીવાના પાણી અને વિજળીનો પણ પ્રોબ્લેમ છે. ઇન્ડિયન એમ્બેસી દ્રારા સહાય પુરી પાડવામાં આવી રહી છે પરંતુ યુધ્ધ વધુ વણસે તેવા ભયના ઓથાર હેઠળ જીવી રહેલા અને ફસાયેલા વિદ્યાર્થીઓ ભારત પરત ફરવા માટે તલપાપડ થઇ રહ્યા છે. કિવ એરપોર્ટની આસપાસના વિસ્તારમાં બોમ્બમારો થઇ રહ્યો છે. આ વિસ્તારમાં જ મોટાભાગના ભારતીય અહીં આવેલી ઇન્ડીયન એમ્બેસીમાં રોકાયેલા છે.
હાલ તો તમામ વિદ્યાર્થીઓ ભારત પરત ફરે તે માટે સતત પ્રયત્નશીલ છે. રશિયા અને યુક્રેન બંન્ને સાથે વાતચીત ચાલી રહી છે. જો કે બીજી તરફ ધીમે ધીમે રશિયન આર્મી યુક્રેનમાં ઘુસતી જઇ રહી છે. યુક્રેનના અનેક વિસ્તારો પર કબજો રશિયન આર્મીએ કરી લીધો છે. હાલ યુક્રેન દ્વારા પોતાનો એરસ્પેસ લોક કરી દીધો હોવાનાં કારણે ત્યાંથી કોઇ નિકળી નથી શકતું. તેના કારણે ત્યાં ફસાયેલા વિદ્યાર્થીઓ ચિંતિત છે. તેમનો પરિવાર ભારતમાં ખુબ જ ચિંતિત છે.
વલસાડ આવેલા બંને યુવાનોએ તેમના ફસાયેલા મિત્રો સાથે વાતચીત કરી અને તેમની સાથે થયેલા અનુભવો પણ શેર કર્યા હતા. તેઓએ જણાવ્યા કે, વધુ પૈસા ખર્ચીને તેઓ ઈંડિયા આવ્યા છે ત્યાંની યુનિવર્સિટીમાં તેઓને હવે સરખો જવાબ પણ નહીં મળતા વિદ્યાર્થીઓ વધુ ચિંતામાં મુકાયા છે. ત્યાં સ્થિતિ જેમ જેમ દિવસો પસાર થતા જાય છે તેમ તેમ સ્થિતિ વધારેને વધારે વિકટ થતી જઇ રહી છે. રશિયાનું વલણ દિવસેને દિવસે આક્રમક થતું જઇ રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે