કાયદાને બાપની જાગીર સમજતા પૂર્વ IAS અધિકારીના પુત્રનું કારસ્તાન, ટેક્સ વસૂલવા ગયેલી ટીમ પર હુમલો કર્યો

Ahmedabad News : નિવૃત IASના દીકરાનો ખુલ્લી છરીથી AMCના કર્મચારીઓ પર હુમલો કર્યો... બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ

કાયદાને બાપની જાગીર સમજતા પૂર્વ IAS અધિકારીના પુત્રનું કારસ્તાન, ટેક્સ વસૂલવા ગયેલી ટીમ પર હુમલો કર્યો

Ahmedabad News : કાયદા અને નિયમોને પોતાના પિતાજીની જાગીર સમજતા એક નબીરાનો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. અમદાવાદ કોર્પોરેશનના સ્ટાફ ઉપર પૂર્વ IAS અધિકારીના પુત્ર આશિષ ત્રિપાઠીએ હુમલો કરતાં મામલો ગરમાયો છે. અમદાવાદ મહાનગર પાલિકાની ટીમ ટેક્સની વસૂલાત માટે ગઈ હતી, પરંતુ તેમના પર જ પૂર્વ  IAS અધિકારીના પુત્રએ ચાકુથી હુમલો કરી દીધો. ટેક્સ ભરવાનું કહેતાં જ પૂર્વ  IAS અધિકારીના પુત્રનું વર્તન જુઓ.

અમદાવાદ મ્યુનિસિપલ ટેક્સ વસૂલવા ગયેલ મ્યુનિ. સ્ટાફ પર નિવૃત્ત IAS ના પુત્રે ચાકુથી હુમલો કર્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ નિવૃત્ત IAS અધિકારી AMC માં કમિશનર રહી ચૂકેલા છે. હુમલો કરનારનું નામ આશિષ ત્રિપાઠી છે. મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) February 24, 2023

પ્રાપ્ત માહિતી અનસાર, આઈએએસ આર.કે. ત્રિપાઠી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પૂર્વ મ્યુનિસિપલ કમિશનરના પદે રહી ચૂક્યા છે. ત્યારે  તેમના થલેતજ વિસ્તારમાં આવેલા તેમના મકાનમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ ગઈ હતી. કોર્પોરેશનની ટીમ ટેક્સ વસૂલવા ગઈ હતી. ત્યારે આર.કે.ત્રિપાઠીનો પુત્ર આશિષ ત્રિપાઠીએ કોર્પોરેશનની ટીમ પર હુમલો કર્યો હતો. ત્યારે સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. 

હુમલાની ઘટના બાદ એએમસીની ટીમ બોડકદેવ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી. જ્યાં હુમલાખોરની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. હાલ પોલીસે હુમલાખોર આશિષ ત્રિપાઠીની અટકાયત કરાઈ છે. તો હુમલાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, આશિષ ત્રિપાઠી કેવી રીતે કોર્પોરેશનની ટીમ પર હુમલો કરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news