મલાજો ભુલ્યા મદદગાર: સિવિલ હોસ્પિટલનાં ડોક્ટર વેન્ટિલેટર પર ગયેલા દર્દીને મૃત જ સમજે છે?
Trending Photos
ચેતન પટેલ/સુરત : સિવિલ હોસ્પિટલ નામ પર જ પહેલાથી સવાલો ઉઠતા રહ્યા છે. પછી તે અમદાવાદની સિવિલ હોસ્પિટલ હોય કે સુરતની સિવિલ હોસ્પિટલ. જો કે હાલમાં જે એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે તે જોઇને કોરોના કાળમાં પેદા થયેલી ડોક્ટર્સની તમામ ઇમેજને ધોઇ નાખશે. સુરત સિવિલનાં એક ડોક્ટરનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે એક બચી શકે તેવા દર્દીને આ મરવાનો જ છે તેમાં જોવાનું કંઇ છે જ નહી. જોઇને જ ખબર પડી જાય છે કે આ મરી જશે. તેવા નિવેદન આપતો જોવા મળે છે. આશ્ચર્યજનક રીતે એ દર્દી હાલ રિકવર થઇ ચુક્યો છે.
મહિને લાખો રૂપિયાનાં પગાર મેળવતા સિવિલ હોસ્પિટલનાં ડોક્ટર જ્યારે કામ કરવાની વાત આવે છે ત્યારે કાં તો જુનિયર ડોક્ટરને પકડાવી દેતા હોય છે અથવા તો ખભા ઉંચા કરી દેતા હોય છે. ફ્રંટ લાઇન વોરિયરનાં નામે ધબ્બો એવા આવા અમુક ડોક્ટર સમગ્ર ડોક્ટર સમુદાયને કાળી ટીલી લગાડે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતનાં વીડિયોમાં વેન્ટિલેટર પર રહેલા દર્દીને ડોક્ટર વેન્ટિલેટર પર હોવાનાં કારણે મૃત જાહેર કરી દે છે. તે કહે છે કે હવે બસ આ મરવાનો જ છે. તેમાં ચેક કરવા જેવું કાંઇ છે જ નહી.
કોવિડની સારવાર બાબતે પહેલાથી જ વગોવાયેલી અમદાવાદ, વડોદરા અને સુરત સિવિલમાં આ પ્રકારનો વીડિયો વાયરલ થતા ન માત્ર હોસ્પિટલ તંત્ર પરંતુ સરકાર સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. આ લોકો દર્દીઓને કાંઇ ગણતા જ નથી. જાણે પ્રાણીઓને સારવાર આપી રહ્યા હોય તે પ્રકારનું વર્તન કેટલાક ડોક્ટર્સ દ્વારા કરવામાં આવે છે. ડોક્ટરનાં સગાને પણ યોગ્ય જવાબ તો નથી અપાતો પરંતુ તેમને હડધુત પણ કરવામાં આવે છે. કાલે જ સુરત સિવિલ હોસ્પિટલમાં એક કોરોના પોઝિટિવ દર્દીનું મૃત્યુ થતા તેના અંતિમ સંસ્કાર પણ કરી દેવાયા હતા. જેની પરિવારને જાણ સુદ્ધા નહોતી. સતત 2 દિવસ મોબાઇલ બંધ આવતા દર્દીની તપાસ કરવા માટે જ્યારે પરિવાર હોસ્પિટલ પહોંચ્યો ત્યારે તેમને જાણ કરવામાં આવી કે તેમના તો અંતિમ સંસ્કાર પણ થઇ ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે