હજી તો શિયાળો પુરો પણ નથી થયો ત્યાં ખેડૂતોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે

શહેરના ૨૧ ગામોના કેનાલ આધારિત ખેતી કરતા ખેડૂતો વાવેતર કરેલ ઘઉંના પાકને પાણી વિના વ્યાપક નુકશાન થવાને પગલે સિંચાઈ વિભાગ પાસે પાચમા પાણની લેખિત માંગણી કરી છે. સાબરકાંઠા જીલ્લાના હિમતનગર, પ્રાંતિજ, દહેગામ અને ગાંધીનગર તાલુકાના ૧૦૦ થી વધુ ગામોને હિમતનગરના હાથમતી-ઇન્દ્રાસી જળાશયમાંથી સિંચાઈ માટે કેનાલ ધ્વારા પાણી આપવામાં આવે છે. ત્યારે રવિ સીઝન માટે હાથમતી અને ઇન્દ્રાસી જળાશયમાંથી ચાર પાણી આપવાનું નક્કી કર્યું હતું. જેને લઈને અત્યાર સુધીમાં અ,બ અને ક ઝોનમાં કેનાલ ધ્વારા ત્રણ પાણી આપી દીધા છે અને ચોથું પાણ હાલમાં આપવાનું ચાલી રહ્યું છે. 
હજી તો શિયાળો પુરો પણ નથી થયો ત્યાં ખેડૂતોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે

હિંમતનગર : શહેરના ૨૧ ગામોના કેનાલ આધારિત ખેતી કરતા ખેડૂતો વાવેતર કરેલ ઘઉંના પાકને પાણી વિના વ્યાપક નુકશાન થવાને પગલે સિંચાઈ વિભાગ પાસે પાચમા પાણની લેખિત માંગણી કરી છે. સાબરકાંઠા જીલ્લાના હિમતનગર, પ્રાંતિજ, દહેગામ અને ગાંધીનગર તાલુકાના ૧૦૦ થી વધુ ગામોને હિમતનગરના હાથમતી-ઇન્દ્રાસી જળાશયમાંથી સિંચાઈ માટે કેનાલ ધ્વારા પાણી આપવામાં આવે છે. ત્યારે રવિ સીઝન માટે હાથમતી અને ઇન્દ્રાસી જળાશયમાંથી ચાર પાણી આપવાનું નક્કી કર્યું હતું. જેને લઈને અત્યાર સુધીમાં અ,બ અને ક ઝોનમાં કેનાલ ધ્વારા ત્રણ પાણી આપી દીધા છે અને ચોથું પાણ હાલમાં આપવાનું ચાલી રહ્યું છે. 

માર્ચ મહિનામાં પાણી આપવાનું પૂર્ણ થઇ જશે. ત્યારે હવે હિમતનગર તાલુકાના ૨૧ ગામોના સિંચાઈ સલાહકાર મંડળી અને ખેડૂત આગેવાનોએ સાથે મળી પોતાનો વાવેતર કરેલ ઘઉંનો પાકમાં દાણામાં દૂધ ભરાયું છે, ત્યારે હવે એક પાણ મળે તો ઘઉંના પાક સારો પાકી શકે તેમ છે. જેથી લેખિતમાં પાણી આપવા માંગ કરી છે. હડીયોલની માઈનોર પિયત સહકારી મંડળી લીમીટેડ અને ઉમિયા પિયત સહકારી મંડળી બંનેએ લેખિતમાં પાંચમું પાણ આપી પાક બચાવી લેવા માંગ કરી છે. 

રવિ સીઝનમાં હિમતનગરના હાથમતી-ઇન્દ્રાસી જળાશયમાંથી કેનાલમાં સિંચાઈ વિભાગ ધ્વારા ચાર પાણી આપવાનું નક્કી કર્યું હતું તે સમયે જળાશયમાં પાણી ૪૦ ટકા હતું કર્યા બાદ ત્રણ પાણી આપી દીધા છે. ચોથું પાણ વહી રહ્યું છે. કેનાલમાં ત્યારે જળાશયમાં હવે ૧૫ ટકા પાણી છે. તો જેને લઈને હિમતનગર, પ્રાંતિજ, દહેગામ અને ગાંધીનગર તાલુકાના ગામોના ૩૦૦૦ હજારથી વધુ હેક્ટરમાં ખેડૂતોને સિંચાઈનો લાભ મળે છે. જેથી ખેડૂતોના મુખ્યત્વે ઘઉંના સારો પાક થયો છે. ત્યારે હવે આ ઝોનની કેનાલના પાણી પર આધારિત હિમતનગર તાલુકાના ૨૧ ગામોના ખેડૂતોને ચાર પાણ પૂર્ણ થયા છે. ત્યારે હવે તેમનો ૧૫૦ એકરમાં વાવેતર કરાયેલો ઘઉંનો પાક પાણી વિના મુરઝાવવા લાગ્યો છે.

ઘઉં લીલા છે દાણામાં દૂધ ભરાયું છે. હવે પાણીની જરૂર છે તેવી માંગણી ખેડતોએ અને પિયત મંડળીઓએ કરી છે, ત્યારે તેમની માંગણી સંતોષવા માટે જળાશયમાં ૪૦ ટકા પાણી માંથી હવે માત્ર ૧૫ ટકા જેટલું પાણી છે. હવે આ ૧૫ ટકામાં પીવાનું પાણી રીઝર્વ રાખવાની ગણતરી કર્યા બાદ પાંચમું પાણ આપવાની તજવીજ હાથ ધરાશે. ૨૧ ગામના ખેડૂતો અને પિયત મંડળીઓએ વાવેતર કરેલ ઘઉંના પાકને બચાવવા પાંચમા પાણની માંગ સામે હવે સિંચાઈ વિભાગ પણ પાક બચાવવા માટે પ્રયત્નો હાથ ધર્યા છે પાક બચાવી લેવાની વાત પણ સિંચાઈ વિભાગે કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news