આ જિલ્લામાં રોગચાળો વકર્યો! હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા, દર્દીઓને ગેલેરી-બાંકડા પર સુવડાવ્યા

ઉમરેઠ શહેરમા ઓડ બજાર, દલાલ પોળ, ઢાંક પોળ. પીપળીયા ભાગોળ, પંચવટી સહિત વિવિધ વિસ્તારમા પાણી જન્ય રોગચાળો ફાટી નીકળતા લોકોમાં ઝાડા ઉલટીના કેસો વધી જતાં શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ ગઈ છે.

આ જિલ્લામાં રોગચાળો વકર્યો! હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા, દર્દીઓને ગેલેરી-બાંકડા પર સુવડાવ્યા

બુરહાન પઠાણ/આણંદ: આણંદ જિલ્લાના ઉમરેઠ શહેરના વિવિધ વિસ્તારમાં પાણી જન્ય ઝાડા ઉલ્ટીના રોગચાળાએ માથું ઉંચકતા સરકારી હોસ્પિટલમાં 83થી વધુ અને ખાનગી હોસ્પિટલમાં 150થી વઘુ દર્દીઓ નોંધાયા છે. સરકારી હોસ્પિટલમા બેડ ખૂટી પડતાં દર્દીઓને ગેલેરીમા બાંકડાઓ પર સુવડાવી સારવાર કરવી પડી હતી.

ઉમરેઠ શહેરમા ઓડ બજાર, દલાલ પોળ, ઢાંક પોળ. પીપળીયા ભાગોળ, પંચવટી સહિત વિવિધ વિસ્તારમા પાણી જન્ય રોગચાળો ફાટી નીકળતા લોકોમાં ઝાડા ઉલટીના કેસો વધી જતાં શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ ગઈ છે.

 શહેરના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓ વધી જતાં દર્દીઓને ગેલેરીમા બેસવા માટેના બાંકડાઓ પર સુવડાવી સારવાર આપવામાં આવી રહીં છે. આરોગ્ય વિભાગની જુદી 25 ટીમો દ્વારા જુદા જુદા વિસ્તારોમાં દવાઓ તેમજ ક્લોરિન ગોળીઓ અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે શહેરમા જુદા જુદા વિસ્તારોમાં પીવાના પાણીની પાઇપ લાઇનમાં 6 લીકેજ મળી આવતાં આરોગ્ય વિભાગ દ્વારા લિકેજનું સમારકામ કરવા પાલિકામાં જાણ કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news