રાજકારણમાં જોડાવા અંગે IPS અભય ચુડાસમાનો મોટો ખુલાસો, કહી દીધી મનની વાત

Abhay Chudasama On Politics Entry : કોડીનારમાં આયોજિત એક કાર્યક્રમમાં IPS અભય ચૂડાસમાએ કહ્યું, હું ક્યારેય રાજકારણ નહીં જાઉં, સમાજના શિક્ષણ ક્ષેત્રે કામ કરીશ 

રાજકારણમાં જોડાવા અંગે IPS અભય ચુડાસમાનો મોટો ખુલાસો, કહી દીધી મનની વાત

Gujarat Police : પોલીસ તંત્રમાં જેમના નામના સિક્કા પડે છે તે એડિશનલ ડીજી અભયસિંહ ચુડાસમા રાજનીતિમાં આવવાને લઈ છેલ્લાં લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી. ત્યારે તેમના અંગેની અટકળોને લઈ અભય ચુડાસમાએ મોટો ખુલાસો કર્યો છે. નિવૃત્તિ પછી અભય ચુડાસમા રાજનીતિમાં આવશે તેવી ચર્ચાઓએ વેગ પકડ્યું હતું. પરંતું ખુદ અભયસિંહ ચુડાસમાએ એક કાર્યક્રમમાં જાહેરમાં ખુલાસો કર્યો છે. 

કોડીનાર ખાતે રાજપૂત સમાજ દ્વારા આયોજિત કાર્યક્રમમાં અભયસિંહ ચુડાસમા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેમણે રાજકારણમાં જોડાવાની વાત પર પૂર્ણવિરામ મૂક્યો છે. કેટલાક મહિનાઓથી એવી અટકળો લાગી રહી હતી કે ગુજરાત પોલીસના એડિશનલ ડીજી અભયસિંહ ચુડામા રાજીનામું આપશે અથવા નિવૃત્તિ બાદ રાજનીતિમાં પ્રવેશ કરશે. રાજ્યભરમાં ચર્ચાઓ થઈ રહી હતી. જાહેર મંચ પરથી ખુલાસો કરતા અભય ચુડાસમાએ કહ્યું કે, હું નિવૃત્તિ પછી પણ રાજનીતિમાં આવવાનો પણ નથી. રાજનીતિ મારું ક્ષેત્ર પણ નથી અને હું આવવાનો પણ નથી.

તેમણે આગળ કહ્યું કે, મારી નોંધ બહું લેવાય છે. કાન માંડીને સાંભળતા હશે કે આજે નવું શું બોલશે. નવું એજ છે કે હું રાજકારણમાં ક્યારેય જવાનો નથી, પણ નિવૃત્તિ પછી સમાજના શિક્ષણ માટેનું કામ કરીશ. અમે ટીમ બનાવીશું, ગામે ગામ ફરીશું, જે વિદ્યાર્થીઓને જરૂરિયાત હશે તે પૂરી કરીશું. 

ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથના કોડીનાર ખાતે રાજપૂત સમાજ ના Grca (ગુજરાત રાજપૂત કેરિયર એકેડેમી ) દ્વારા વિવિધ ક્ષેત્રે પાસ થયેલા તેજસ્વી તારલાઓ અને Grca માં દાન કરનાર દાતાઓનો સન્માન કાર્યક્રમ હતો. જેમાં મુખ્ય મહેમાન અભયસિંહ ચુડાસમા હતા.

હીરો તરીકેની ઈમેજ 
અભય ચુડાસમા વર્ષ 2007-09માં ક્રાઈમ બ્રાન્ચમાં આવતાં પહેલાં જ 'એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ' તરીકે 'હિરો' ગણાવા લાગ્યા હતા. સ્ટાયલિશ કપડાં, ગોગલ્સ અને ફેશન એસેસરિઝના શોખીન અભય ચુડાસમા નેટવર્કિંગ ઉપરાંત ટેક્નોલોજીના શાર્પ યુઝ માટે પણ જાણીતા હતા. ધોળકા નજીક રતનપુર ગામના વતની ચુડાસમાએ ફિઝિક્સમાં બી.એસ.સી. કર્યા પછી GPSCની એક્ઝામ પ્રથમ પ્રયત્ને જ પાસ કરી હતી અને બહુ નાની વયે અંકલેશ્વર ખાતે DySp તરીકે પોસ્ટિંગ મેળવ્યું. ક્રાઈમ બ્રાન્ચના સર્વેસર્વા બનતાં પહેલાં પણ તેઓ ક્રાઈમ બ્રાન્ચમાં કામ કરી ચૂક્યા હતા અને પોતાના પૂરોગામી વણઝારાની કાર્યપદ્ધતિ બહુ નજીકથી જોઈ હતી. અમિત શાહના ખાસમખાસ હોવાના નાતે ક્રાઈમ બ્રાન્ચમાં ચુડાસમાને છૂટો દોર આપવા માટે જ વણઝારાને પ્રમોટ કરવામાં આવ્યા એવી ચર્ચા પણ જે-તે વખતે થઈ હતી. 8 એન્કાઉન્ટરનો સ્કોર ધરાવનારા ચુડાસમા પર ફેક એન્કાઉન્ટર ઉપરાંત ખંડણી, પ્રોટેક્શન મની ઉઘરાવવાના ગંભીર આરોપો પણ થયા હતા. જોકે, એમાંથી એ બહાર આવી ગયા હતા. લાંબો સમય જેલમાં રહી ચૂકેલા ચુડાસમા કમર અને ઢીંચણની તકલીફો શરૂ થઈ હતી. પોલીસ મહાનિરીક્ષક, ગાંધીનગર રેન્જમાંથી બદલી કરાઈ ચુડાસમાને પ્રિન્સિપાલ, સ્ટેટ પોલીસ એકેડમી, કરાઈ, ગાંધીનગરની કેડર પોસ્ટ પર નાયબ પોલીસ મહાનિરીક્ષકમાં એક્સ-કેડર પોસ્ટ અપગ્રેડ કરીને નિમણૂક કરવામાં આવી છે. 

સરકારની ગુડબુકમાં 
અભય ચુડાસમા ક્વિક એક્શનમાં માનનારા અધિકારી છે. જેમના નામે કેસના ડિટેક્શનનું લાંબુ લિસ્ટ છે. કહેવાય છે કે ચુડાસમાના હાથમાં જે પણ કેસ આવતો તેમાં દિલ લગાવીને મહેનત કરતા હતા. તેમની આગવી સૂઝબૂઝ, ટેકનીકલ માસ્ટર અને પોલીસની રગેરગથી વાકેફ આ અધિકારીએ ક્યારેય પાછી પાની કરી નથી. એટલે જ સરકારની ગુડબુકમાં રહ્યાં છે. જેઓ જામીન પરથી છૂટ્યા, તુરંત જ સરકારે પોસ્ટિંગ આપી દીધું હતું. એક હાથે ક્યારેય તાળી ના પડે એમ અભય ચુડાસ્માનું નામ આજે પણ અતિ સન્માનપૂર્વક લેવાય છે એનું કારણ એમની ગુજરાત પોલીસ માટે જબરદસ્ત કામગીરી છે. તમને એમના સૌથી ચર્ચાસ્પદ અમદાવાદ બ્લાસ્ટના કેસની વાત કરીએ તો બાતમીદારોના બાદશાહ ગણાતા અભય ચુડાસમાના આ બાતમીદારે પડોશના ઘરમાં એક ડોકું કર્યું અને અમદાવાદ બ્લાસ્ટ કેસમાં આરોપીઓનો વારો પડી ગયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news