Nalia થી ભુજના ધોરીમાર્ગ વચ્ચે બનશે ઇમરજન્સી લેન્ડિંગ, સરહદોની સુરક્ષામાં થશે વધારો
કેન્દ્ર સરકાર દ્વારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ના નેતૃત્વની અંદર દેશની અંદર અનેક રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું નિર્માણ થઇ રહ્યું છે. આપણે ગૌરવ લઈ શકીએ એ રીતે દેશની અંદર વિશ્વ સ્તરીય ધોરીમાર્ગોનું પણ નિર્માણ થઈ રહ્યું છે. ત્યા
Trending Photos
રાજેંદ્ર ઠક્કર, ભુજ: કેન્દ્ર સરકાર દ્વારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ના નેતૃત્વની અંદર દેશની અંદર અનેક રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું નિર્માણ થઇ રહ્યું છે. આપણે ગૌરવ લઈ શકીએ એ રીતે દેશની અંદર વિશ્વ સ્તરીય ધોરીમાર્ગોનું પણ નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે આજે દેશના સડક અને પરિવહન મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) દ્વારા તથા દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) ના નેતૃત્વની અંદર દેશની અંદર 19 જેટલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ સમાવેશ કરીને ત્યાં જરૂર પડે ત્યારે ઇમરજન્સી લેન્ડિંગ દેશની સુરક્ષા માટે કરવી હોય તો થઈ શકે તે માટે આજે એક મોટી જાહેરાત કરી છે.
ત્યારે આપણે સૌને આનંદ થાય કે ગુજરાતના સુરત (Surat) થી બરોડા (Baroda) સુધીના ધોરીમાર્ગનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કચ્છની વાત કરવામાં આવે તો નલિયાથી ભુજના ધોરીમાર્ગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ઇમરજન્સી લેન્ડિંગ (Engergency Landing) માટે આ ધોરીમાર્ગનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય માર્ગ,પરિવહન અને ધોરીમાર્ગ પ્રધાન નીતિન ગડકરીએ રાજસ્થાનમાં નેશનલ હાઇવે 925A પર ઇમરજન્સી લેન્ડિંગ સુવિધાનું ઉદ્ઘાટન કરતા કહ્યું છે કે દેશની સુરક્ષાને મજબૂત કરવા માટે અન્ય 19 સ્થળોએ ઇમરજન્સી લેન્ડિંગ (Engergency Landing) સુવિધાઓ વિકસાવવામાં આવશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ (Rajnath Singh) સાથે રાજસ્થાનમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 925A પર કટોકટી ઉતરાણ સુવિધાનું ઉદ્ઘાટન કરતા તેમણે કહ્યું કે આ ધોરીમાર્ગ રન-વેને વધુ મજબૂત બનાવશે. જે વ્યૂહાત્મક રીતે મહત્વની સરહદોની સુરક્ષામાં દેશની સુરક્ષાને મજબૂત બનાવશે.
આ ઉપરાંત તેમને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ના નેતૃત્વમાં, વિશ્વ કક્ષાના રાષ્ટ્રીય ધોરીમાર્ગનું નિર્માણ વિક્રમી ઝડપે થઈ રહ્યું છે. અને હવે આપણા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પણ સેનાને ઉપયોગી થશે, જેથી આપણો દેશ વધુ સુરક્ષિત અને કટોકટીની પરિસ્થિતિઓ માટે હંમેશા તૈયાર રહેશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ દેશમાં નવી સુવિધા ઊભી કરવાની જાહેરાતને સમર્થન આપીને ટ્વીટ કર્યું હતું કે મને વિશ્વાસ છે કે આપણું રક્ષા વિભાગે આગામી સમયમાં માત્ર સશક્ત અને આત્મનિવેદન છે પરંતુ સમગ્ર દુનિયા માટે રક્ષા પ્રણાલીનું મેન્યુફેક્ચરિંગ હબ પણ બનશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે