ઊત્તર ગુજરાતમાં જીત માટે એડીચોટીનું જોર લગાવવાના ચક્કરમાં પરંપરાગત થરાદ બેઠક પણ ભાજપે ગુમાવી

ગુજરાતમાં 6 બેઠકોની પેટાચૂંટણીના પરિણામનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. જેમાં ત્રણ બેઠકો કોંગ્રેસને ફાળે, અને ત્રણ બેઠકો ભાજપના ખાતામાં ગઈ છે. સમગ્ર 6 બેઠકો પર નજર કરીએ તો, 6માંથી 4 બેઠકો ઉત્તર ગુજરાતની હતી. થરાદ, ખેરાલુ, બાયડ, રાધનપુર સીટ ઉત્તર ગુજરાતની હતી. માત્ર એક લુણાવાડા જ મધ્ય ગુજરાતની હતી. હાલ પરિણામોને તારવીએ તો સ્પષ્ટ દેખાય છે કે, ઉત્તર ગુજરાતમાં ભાજપને પોતાની જીતનો દાવો ભારે પડ્યો છે. રાધનપુર અને બાયડમાં આયાતી ઉમેદવાર લાવવા છતા પણ ભાજપ જીત્યું ન હતુ, ઉપરથી પરંપરાગત ગણાતી થરાદ બેઠક પણ હાથમાંથી ગઈ છે. 

ઊત્તર ગુજરાતમાં જીત માટે એડીચોટીનું જોર લગાવવાના ચક્કરમાં પરંપરાગત થરાદ બેઠક પણ ભાજપે ગુમાવી

અમદાવાદ :ગુજરાતમાં 6 બેઠકોની પેટાચૂંટણીના પરિણામનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. જેમાં ત્રણ બેઠકો કોંગ્રેસને ફાળે, અને ત્રણ બેઠકો ભાજપના ખાતામાં ગઈ છે. સમગ્ર 6 બેઠકો પર નજર કરીએ તો, 6માંથી 4 બેઠકો ઉત્તર ગુજરાતની હતી. થરાદ, ખેરાલુ, બાયડ, રાધનપુર સીટ ઉત્તર ગુજરાતની હતી. માત્ર એક લુણાવાડા જ મધ્ય ગુજરાતની હતી. હાલ પરિણામોને તારવીએ તો સ્પષ્ટ દેખાય છે કે, ઉત્તર ગુજરાતમાં ભાજપને પોતાની જીતનો દાવો ભારે પડ્યો છે. રાધનપુર અને બાયડમાં આયાતી ઉમેદવાર લાવવા છતા પણ ભાજપ જીત્યું ન હતુ, ઉપરથી પરંપરાગત ગણાતી થરાદ બેઠક પણ હાથમાંથી ગઈ છે. 

ભાજપની પક્ષપલટાની અને રૂપિયાની લાલચ આપવાની નીતિને જનતાએ બ્રેક લગાવી : અમિત ચાવડા

ઉત્તર ગુજરાતમાં ચાર બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી. ગત વિધાનસભામાં બે બેઠકો પર ભાજપ જીત્યું હતું, અને બે બેઠકો કોંગ્રેસ પાસે હતી. ત્યારે હવે પેટાચૂંટણીમાં ભાજપ માત્ર એક બેઠક પર જીત્યું છે, અને કોંગ્રેસની પાસે ત્રણ બેઠકો ગઈ છે. એક સીટ ભાજપના હાથમાંથી સરકી ગઈ છે. થરાદ સીટ વર્ષોથી ભાજપનો ગઢ હતો, અહીં પરબત કાકાનું વર્ચસ્વ હતું. અહીં ઉમેદવાર ભાજપમાં આવે તો જીતી જ જાય, તેને બદલે અહીં ઊંધુ થયું છે. તો બીજી તરફ, રાધનપુરથી લડીને મંત્રી થવાના સપના જોતો અલ્પેશ ઠાકોર અને તેનો મિત્ર ધવલસિંહ ઝાલા પણ ભૂંડી રીતે હાર્યા છે. 

2017ના વિધાનસભા ઈલેક્શનમાં ઉત્તર ગુજરાતની 32 બેઠકમાંથી 14 બેઠક ભાજપે, 17 બેઠક કૉંગ્રેસે અને એક બેઠક અપક્ષ ઉમેદવારે જીતી હતી. ઉત્તર ગુજરાતમાં અલ્પેશ ઠાકોર કૉંગ્રેસની જીત માટે એક મહત્ત્વનું પરિબળ માનવામાં આવતા હતા. પરંતુ તેમણે કૉંગ્રેસ છોડવાને કારણે ઉત્તર ગુજરાતમાં ઠાકોરોના મત કૉંગ્રેસને ન મળ્યા હોવાનું મનાઈ રહ્યું છે. અલ્પેશ ઠાકોરને લઈને ભાજપની ગણતરી ખોટી પડી છે. અલ્પેશ ઠાકોર થકી ભાજપ ઓબીસી મત અંકે કરી લેશે તેવુ ભાજપનું માનવુ હતું, તેના બદલામાં ઠાકોર સેનાનું વલણ તો કોંગ્રેસ પક્ષી જ રહ્યું. અને ભાજપના ભાગે માત્ર અલ્પેશ આવ્યો છે, ઓબીસી અને જીત પણ હાથમાંથી સરકી ગઈ. તો સામે બાયડ બેઠકમાં પણ ધવલસિંહ ઝાલા પર કરેલો જીતનો વિશ્વાસ ભાજપને ફળ્યો નથી. આમ, ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનું કદ વધ્યું છે.  

રાધનપુર
કોંગ્રેસ પક્ષ પરથી વિધાનસભાની સીટ જીતનાર અલ્પેશ ઠાકોરને ગણતરીના મહિનામાં જ રાધનપુરની જનતાએ જાકારો આપ્યો છે. પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા અને રાધનપુરથી સીટ મેળવીને લડનાર અલ્પેશ ઠાકોર 3800 વોટથી હાર્યા છે. તો કોંગ્રેસના રધુ દેસાઈએ જંગી જીત મેળવી છે. અલ્પેશ ઠાકોર પ્રથમ રાઉન્ડથી જ પાછળ ચાલી રહ્યા હતા. ત્યારે હવે ભાજપને પક્ષપલટોની નીતિ ભારે પડી હતી. તો બીજી તરફ, લાલ પેનથી સહી કરવાના અને બેફામ વાણીવિલાસ કરનારા અલ્પેશ ઠાકોરને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. રાધનપુર સીટ ગુમાવીને ભાજપને મોટી લપડાક પડી છે. 

થરાદ
બાયડ બાદ ભાજપે થરાદ બેઠક પણ ગુમાવી છે. થરાદ બેઠક પર કોંગ્રેસનો ભવ્ય વિજય થયો છે. કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતની જંગી જીત થઈ, તો ભાજપના જીવરાજભાઈ પટેલની હાર થઈ છે. છેલ્લા 20 વર્ષથી આ બેઠક ભાજપ પાસે હતી. ત્યારે 20 વર્ષ બાદ કોંગ્રેસે ભાજપનો ગઢ જીત્યો છે. જે ભાજપ માટે પેટાચૂંટણીની સૌથી મોટી હાર કહી શકાય.

બાયડ
ભારે રસાકસીભર્યા જંગ બાદ બાયડ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જશુભાઈ પટેલની જંગી સરસાઈથી જીત થઈ હતી. તો પક્ષપલટો કરીને ભાજપમાં ગયેલા ધવલસિંહ ઝાલાની હાર થઈ હતી. મતગણતરીના શરૂઆતના રાઉન્ડથી જ જશુભાઈ પટેલ આગળ ચાલી રહ્યા હતા. તેઓએ એક પણ રાઉન્ડમાં ધવલસિંહને આગળ આવવા દીધા ન હતા. આમ, બાયડમાં કોંગ્રેસે પોતાની બેઠક જાળવી રાખી હતી. બાયડ બેઠક પર પોતાની હાર નિશ્ચિત દેખાતા ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલાએ પોતાની હાર સ્વીકારી હતી. 

ખેરાલુ 
ત્તર ગુજરાતની આ બેઠક પર ભાજપના અજમલજી ઠાકોર અને કોંગ્રેસના બાબુજી ઠાકોર વચ્ચે સીધી જંગ હતી. જેમાં અજમલજી ઠાકોર 29026 મતથી જીત્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news