એકતા યાત્રામાં અલ્પેશ ઠાકોરે આપ્યું તેના જ પક્ષ વિરૂદ્ધ વિવાદિત નિવેદન
રવિવારે 20 જાન્યુઆરીથી રાધનપુરના ધારાસભ્ય અને ઠાકોર સેનાના નેતા અલ્પેશ ઠાકોર એકતા યાત્રા લઇને સોમવારે બનાસકાંઠાના પાલનપુર ખાતે પહોચ્યા હતા. ત્યારે અલ્પેશ ઠાકોરે તેના પક્ષ વિશે નિવેદન આપતા જણાવ્યું હતું, કે નેતાઓ ચૂંટણી પહેલા આમંત્રણ પહેલા આવી જતા હતા. કોંગ્રેસના નેતાઓ એકતા યાત્રામાં નથી જોડાયા તે દુર્ભાગ્ય પૂર્ણ ગણાવ્યું હતું.
Trending Photos
અલ્કેશ રાવ/બનાસકા઼ંઠા: રવિવારે 20 જાન્યુઆરીથી રાધનપુરના ધારાસભ્ય અને ઠાકોર સેનાના નેતા અલ્પેશ ઠાકોર એકતા યાત્રા લઇને સોમવારે બનાસકાંઠાના પાલનપુર ખાતે પહોચ્યા હતા. ત્યારે અલ્પેશ ઠાકોરે તેના પક્ષ વિશે નિવેદન આપતા જણાવ્યું હતું, કે નેતાઓ ચૂંટણી પહેલા આમંત્રણ પહેલા આવી જતા હતા. કોંગ્રેસના નેતાઓ એકતા યાત્રામાં નથી જોડાયા તે દુર્ભાગ્ય પૂર્ણ ગણાવ્યું હતું.
અલ્પેશ ઠાકોરની એકતા યાત્રા સમાજ માટે કરવામાં આવી છે. અલ્પેશ ઠાકોરે બળાપો કાઢતા પોતાના જ પક્ષના નેતાઓ વિરૂદ્ધ વિવાદિત નિવેદન આપ્યું હતું. પાલનપુરમાં પહોંચેલી એકતા યાત્રામાં અંગે અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે એકતા યાત્રા સમાજીક માટે શરૂ કરવામાં આવી છે. પક્ષના નેતાઓએ એકતા યાત્રામાં જોડાવુ જોઇએ.
મહત્વનું છે, કે છેલ્લા કેટલાક સમયથી અલ્પેશ ઠાકોર પક્ષથી નારાજ છે. અને તેના ભાજપમાં જોડાવાની પણ અટકળો વહેતી થઇ હતી. જેને લઇને પક્ષના કોઇ પણ નેતા અને કોઇપણ કાર્યકર્તાઓ એકતા યાત્રામાં જોડાયા ન હતા. તેથી અલ્પેશ ઠાકોરે રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે, ચૂંટણી પહેલા નેતાઓ આમંત્રણ વિના જ કાર્યક્રમોમાં પહોંચી જતા હતા.
અંબાજીમાં માતાજીને હાથી પર બેસાડી નગરચર્યા કરાવવામાં આવી, 56 શાકભાજીનો ભોગ ધરાવાયો
નોધનિંય છે, કે સોમવારે કોંગ્રેસની વિસ્તૃત કારોબારીની મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં પણ કોંગ્રેસના નેતા અલ્પેશ ઠાકોર એકતા યાત્રાને લઇને વ્યસ્ત હોવાથી બેઠકમાં ગેરહાજર રહ્યા હતા. કોંગ્રેસે લોકસભાની ચૂંટણીને લઇને આ પ્રકારની મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં અલ્પેશ ઠાકોર ગેરહાજર રહેતા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે