રૂપાણી સરકારના વધુ એક મંત્રી કોરોનાની ઝપેટમાં આવ્યા

રૂપાણી સરકારના વધુ એક કેબિનેટ મંત્રી કોરોનાં પોઝિટિવ આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા બાદ હવે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કોરોના પોઝિટિવ થયા છે. હાલ તેઓને યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. 

રૂપાણી સરકારના વધુ એક મંત્રી કોરોનાની ઝપેટમાં આવ્યા

હિતલ પારેખ/ગાંધીનગર :રૂપાણી સરકારના વધુ એક કેબિનેટ મંત્રી કોરોનાં પોઝિટિવ આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા બાદ હવે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કોરોના પોઝિટિવ થયા છે. હાલ તેઓને યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે. તો આ સાથે જ ભાજપના નેતા આઈ કે જાડેજા કોરોના સંક્રમિત થયા છે. કોરોનાના લક્ષણો હોવાથી તેઓ પણ યુએન હોસ્પિટલમાં દાખલ થશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. 

ગુજરાતના અનેક ધારાસભ્યો, સાંસદ અને દિગ્ગજ નેતાઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં વડોદરાના ધારાસભ્ય મનીષા વકીલ કોરોના પોઝિટિવ થયા છે. તેમણે સોશિયલ મીડિયા દ્વારા જાણકારી આપીને આસપાસના લોકોને ટેસ્ટ કરાવી લેવા સૂચના આપી છે. 

આ પણ વાંચો : આ ડરામણું છે પણ સત્ય છે... 3 કોરોના દર્દીઓેએ રાજકોટની સિવિલ હોસ્પિટલના લોબીમાં જ દમ તોડ્યો 

તો બીજી તરફ, કોરોનાના કારણે ભાજપ યુવા મોરચાના નવા પ્રમુખના કાર્યક્રમો રદ કરાયા છે. પોતાના વતનમાં સ્વાગતના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. ત્યારે ભાજપ યુવા મોરચાના પ્રમુખ બન્યા બાદ પ્રશાંત કોરાટના સ્વાગત કાર્યક્રમો અને રેલીનું આયોજન હતું. પ્રદેશ ભાજપે જાહેર કર્યા પ્રમાણે તમામ સ્વાગત કાર્યક્રમો રદ કર્યા છે. 

મોરવા હડફની ચૂંટણીમાં ભાજપના નેતાઓ પર કોરોનાનો કહેર
મોરવા હડફની પેટા ચૂંટણીના પ્રચારમાં કોરોનાનો કહેર વરસી ગયો છે. પ્રચારમાં આવેલા ભાજપના નેતાઓ એક પછી એક કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. ગણપત વસાવા બાદ કુબેર ડીંડોર કોરોના સંક્રમિત થયા છે. ગણપત વસાવા સાથે તેઓ એક જ સ્ટેજ પર જોવા મળ્યા હતા. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ મોરવા હડફના પ્રવાસ બાદ સંક્રમિત થયા હતા. આમ ભાજપના અનેક હોદ્દેદારો પણ કોરોનાની ઝપેટમાં આવ્યાની આશંકા છે. નિમિષાબેન સુથારના પ્રચારમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. 

ગાંધીનગર ચૂંટણીનો વિરોધ શરૂ 
કોરોનાના વધતા જતા કેસોને પગલે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો વિરોધ કરવાની શરૂઆત થઈ છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ખોરજ ગામના ગ્રામજનોએ ચૂંટણીનો વિરોધ કર્યો છે. ખોરજ ગામમાં 200થી વધારે કોરોના પોઝિટિવ કેસ આવતા ચૂંટણીનો વિરોધ કરાયો છે. ગ્રામજનોની માંગણી પ્રમાણે જો ચૂંટણી કરવી હોય તો ઉમેદવાર એકલો પ્રચારમાં ડોર-ટુ-ડોર નીકળે તેવી તેમની રજૂઆત છે. સાથે જ ગ્રામજનોનું કહેવુ છે કે, રાજકીય પક્ષોની રેલીઓ ન થવી જોઈએ. એક તરફ હોસ્પિટલોમાં બેડ નથી ત્યારે ચૂંટણી યોજીને લોકોના જીવ પર જોખમ ઊભું ન કરવું જોઈએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news