શિક્ષણ: કોરોનાના કહેર વચ્ચે કાલે 1.27 લાખથી વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા, 25 મીથી પુરક પરીક્ષા
Trending Photos
અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના રોજના 1000 થી વધારે કેસ વચ્ચે 24 થી 27 ઓગસ્ટ સુધીમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 2,82,961 વિદ્યાર્થીઓની ગુજકેટ સાથે ધોરણ 12 સાયન્સ અને ધોરણ 10 ની પૂરક પરીક્ષા લેવાશે. કોરોનાના કહેર વચ્ચે યોજાનારી આ માધ્યમિક શિક્ષણ બોર્ડની આ સૌથી મોટી પરીક્ષા છે. આ માત્ર વિદ્યાર્થીઓની નહી શિક્ષણ બોર્ડ અને સરકાર માટે પડકાર સાબિત થશે.
ગુજકેટની પરીક્ષા 24મીથી લેવાશે. જેમાં 1,27,230 વિદ્યાર્થીઓ 34 કેન્દ્રો અને 6431 પરીક્ષા ખંડમાં લેવાશે. ધોરણ 12 સાયન્સની પુરક પરીક્ષા 25 થી 27 દરમિયાન લેવાશે. જેમાં 23,830 વિદ્યાર્થીઓ 34 કેન્દ્રો અને 1147 પરીક્ષા ખંડમાં લેવાશે. જ્યારે ધોરણ 10ની પુરક પરીક્ષા 25 થી 28 સુધી લેવાશે. જેમા 1,31,901 વિદ્યાર્થીઓ 38 કેન્દ્રો અને 6192 પરીક્ષા ખંડમા આયોજીત થશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 24 ઓગસ્ટને સોમવારે ગુજકેટ તેમજ 25થી 27 દરમિયાન ધોરણ 10 અને 12 વિજ્ઞાન પ્રવાહની પુરક પરીક્ષા લેવામાં આવનાર છે. રાજ્યના તમામ જિલ્લા મથકો પર આ પરીક્ષા કોવિડ 19ની ગાઇડલાઇન મુજબ શાંતિપુર્ણ વાતાવરણમાં લેવાય તે માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની કોવિડ 19 ગાઇડલાઇનને અનુસરી આ પરીક્ષા રાજ્યના તમામ જિલ્લા મથકો પરથી લેવાશે.
દરમિયાન 24 સોમવારે લેવાનારી ગુજકેટની પરીક્ષામાં સવારના 10થી 12 કલાક દરમિયાન કેમિસ્ટ્રી ફીઝીક્સ, 1થી 2 કલાક દરમિયાન બાયોલોજી, 3થી 4 કલાક દરમિયાન ગણિતનું પેપર લેવાશે. જ્યારે 25થી 27 દરમિયાન ધોરણ 10 અને 12ની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા લેવાશે. જેમાં ધોરણ 10ની પરીક્ષા સવારના 10થી 1.15 અને બપોરના 3થી 6-15 કલાક દરમિયાન પેપર લેવાશે.
આ ઉપરાંત દરેક સેન્ટરમાં બિલ્ડીંગને સેનેટાઇઝ કરાશે તેમજ બિલ્ડીંગમાં સેનેટાઇઝ મુકાશે. ઉલ્લેખનીય છે કે, ધોરણ 12 સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષા પણ આ વખતે બે વિષયમાં નાપાસ હોય તેવા વિદ્યાર્થીઓની લેવાનારી છે. સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષાની તારીખ હવે પછી બોર્ડ જાહેર કરનાર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે