શિક્ષણ વિભાગની સ્પષ્ટતા, રાજ્યની તમામ યુનિવર્સિટી 30 સપ્ટેમ્બર સુધી પરીક્ષાઓ પૂર્ણ કરે
ગુજરાતભરની અનેક યુનિવર્સિટીઓ દ્વારા પરીક્ષા લેવાની હજી બાકી છે, ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા આજે આ મામલે મોટી સ્પષ્ટતા કરવામાં આવી છે
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર :રાજ્યની યુનિવર્સિટીઓએ 30 સપ્ટેમ્બર સુધીમાં પરીક્ષાઓ પૂર્ણ કરવી પડશે. સાથે જ રાજ્યભરની યુનિવર્સિટીઓને પરીક્ષા રદ કરવા અંગે કોઈ આદેશ કરાયા ન હોવાની શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી છે. શિક્ષણ વિભાગે આદેશ આપ્યો છે કે, રાજ્યની યુનિવર્સિટીઓએ 30 સપ્ટેમ્બર સુધીમાં પરીક્ષાઓ કરવી પૂરી કરી લેવી પડશે. યુનિવર્સીટીઓને પરીક્ષા રદ કરવા મુદે કોઈ આદેશ કરાયા ન હોવાની સ્પષ્ટતા પણ શિક્ષણ વિભાગ દ્વારા કરાઈ છે. વભાગે જણાવ્યું કે, યુનિવર્સિટીઓએ ભારત સરકારનાં પ્રોટોકોલ પ્રમાણે 30 મી સપ્ટેમ્બર પહેલા પરીક્ષાઓ પૂર્ણ કરવી પડશે.
ઐશ્વર્યશાળી યોગમાં વર્ષો બાદ જન્માષ્ટમી આવી, ગુજરાતમાં ઘરે ઘરે લાલાના આગમનની તૈયારીઓ શરૂ....
ગુજરાત યુનિવર્સિટી અને જીટીયુ દ્વારા ઓગસ્ટમા લેવાનાર પરીક્ષાઓ દર કર્યા બાદ શિક્ષણ વિભાગે આ સ્પષ્ટતા કરી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતભરમાં હાલ વિવિધ યુનિવર્સિટીઓ દ્વારા પરીક્ષા મામલે મતમતાંતર છે. અનેક યુનવર્સિટી દ્વારા પરીક્ષા લેવાઈ ચૂકી છે, તો અનેક યુનિવર્સિટીમાં બાકી છે. આગામી એક કે બે દિવસમાં ગુજરાત યુનિવર્સિટી તરફથી ઓનલાઈન પરીક્ષા યોજવા અંગે સત્તાવાર જાહેરાતની શક્યતા છે. અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા યોજવા તૈયારીઓ શરૂ કરાઈ છે. ગુજરાત યુનિવર્સિટીમાં કોમર્સ, સાયન્સ અને આર્ટ્સ વિષયો સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા લેવા અંગે તાજેતરમાં ચર્ચા થઈ હતી. તો જીટીયુના પણ પરીક્ષા બાકી છે. આવામાં આ યુનિવર્સિટીઓના માથે પરીક્ષા વહેલી તકે યોજાઈ લેવા માટે શિક્ષણ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે.
જન્માષ્ટમી : દ્વારકામાં બંધ દરવાજામાં પરંપરા યથાવત, શામળાજીમાં ભક્તો દર્શન માટે ઉમટ્યા
આજે જન્માષ્ટમીએ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, આજે ડોક્ટર વિક્રમ સારાભાઈની 101 મી જન્મ શતાબ્દી અને કૃષ્ણના જન્મનો સંયોગ છે. ત્યરે વિજ્ઞાન અને સંશોધનમાં જેઓને રસ છે, તેવા બાળકોને પ્રેરણા લેવા માટેનો આ દિવસ છે. હું જન્માષ્ટમીની શુભેચ્છાઓ આપું છું. દેશના સપૂત અને ગુજરાતના ડો. વિક્રમ સારાભાઈનો આજે જન્મ દિવસ છે. આ સાથે જ દેશના ભાવિ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવું છે. 52 વર્ષના નાના ગાળામા વિક્રમ સારાભાઈએ ઈસરોની ભેટ આપી છે. ડો. અબ્દુલ કલામે તેમના જીવનથી પ્રેરણા લીધી હતી. આજના દિવસની ઉજવણી યથાર્થ થઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે