વિશ્વની પ્રથમ વેક્સિનને લઈને રૂસના સંપર્કમાં WHO, અમેરિકા બનાવશે રસીના 10 કરોડ ડોઝ


 અમેરિકાએ કોરોના વેક્સિન બનાવનારી કંપની મોડર્ના (Moderna)ની સાથે એક ડીલ તૈયાર કરી છે. તેને લઈને મંગળવારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યુ કે, અમેરિકાએ મોડર્નાની સાથે પોતાની કોરોના વેક્સિનને લઈને સમજુતી કરી છે. 
 

 વિશ્વની પ્રથમ વેક્સિનને લઈને રૂસના સંપર્કમાં WHO, અમેરિકા બનાવશે રસીના 10 કરોડ ડોઝ

જિનેવા/વોશિંગટનઃ વિશ્વભરમાં કોરોના વાયરસનો કેર સતત વધી રહ્યો છે. આ વચ્ચે રૂસના રાષ્ટ્રપિત પુતિને વિશ્વના પહેલી કોરોના વેક્સિન (Coronavirus Vaccine News Updates) બનાવવાનો દાવો કર્યો છે. વિશ્વની પ્રથમ અપ્રૂવ્ડ કોરોના વાયરસ વેક્સિન બનાવવાની સાથે રૂસે વિશ્વભરના દેશોને પાછળ છોડી દીધા છે. હાલમાં આ રસીને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) રૂસના સંપર્કમાં છે. મહત્વનું છે કે રૂસમાં આ વેક્સિનને રેગુલેટરી અપ્રૂવલ મળી ગયું છે. આ વચ્ચે અમેરિકામાં ટ્રમ્પ સરકારે મોડર્ના કંપનીની સાથે એક ડીલ હેઠળ પોતાની વેક્સિનના 10 કરોડ ડોઝ બનાવવાની તૈયારી કરી છે. તેને પૂરુ થવા પર કંપની વેક્સિન તૈયાર કરશે. 
 
રસીને લઈને રૂસના સંપર્કમાં વિશ્વ આરોગ્ય સંસ્થા
દુનિયાની પ્રથમ કોરોના વેક્સિનને લઈને વિશ્વ આરોગ્ય સંસ્થા હાલ રૂસના સંપર્કમાં છે. WHOના પ્રવક્તાએ કહ્યું કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) વિશ્વની પ્રથમ સંભવિત કોવિડ-19 વેક્સિનને પૂર્વ મંજૂરી આપવાથી લઈને રૂસના સંપર્કમાં છે. ઉલ્લેખનીય છે કે કોઈપણ વેક્સિનને મંજૂરી આપતા પહેલા WHO તેની સુરક્ષા અને તેને સફળ થવા સંબંધિત ડેટાનો અભ્યાસ કરે છે. ત્યારબાદ તેને મંજૂરી આપવામાં આવે છે. 

રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મંગળવારે વિશ્વની પ્રથમ કોરોના વેક્સિનની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, દેશમાં વિકસિત પ્રથમ કોરોના વેક્સિન રજીસ્ટ્રેશન કરી લીધું છે અને રસી તેમની પુત્રીને પણ લગાવવામાં આવી છે. પરંતુ સામાન્ય લોકો માટે આ વેક્સિન આગામી વર્ષે જાન્યુઆરીમાં ઉપલબ્ધ થશે. 

રશિયાની કોરોના રસી બન્યાના 24 કલાકમાં જ ઉઠ્યા સવાલો  

વિશ્વના વૈજ્ઞાનિકોએ ઉઠાવ્યા રસી પર સવાલ
વિશ્વભરના અનેક વૈજ્ઞાનિકો આ પગલાને શંકાની દ્રષ્ટિએ જોઈ રહ્યાં છે અને ત્રીજા તબક્કાના પરીક્ષણ પહેલા રસીના રજીસ્ટ્રેશન કરવાના નિર્ણય પર સવાલ ઉઠાવી રહ્યાં છે. કોઈપણ રસીનું ત્રીજા તબક્કાનું પરીક્ષણ સામાન્ય રીતે હજારો લોકો પર મહિનાઓ સુધી ચાલે છે. 

એક અબજ ડોઝનો ઓર્ડર મળ્યો
રૂસમાં કોરોના વેક્સિનને લઈને પુતિનની જાહેરાત બાદ રૂસને પ્રત્યક્ષ રોકાણ નિધિના પ્રમુખ કિરિલ દિમિત્રીવે કહ્યુ કે, આ વેક્સિન માટે 20 દેશોમાંથી એક અબજ  ડોઝનો ઓર્ડર મળી ચુક્યો છે. ચાર દેશોમાં પોતાના સહયોગીઓની સાથે રૂસ દર વર્ષે તેના 50 કરોડ ડોઝ બનાવશે. 

અમેરિકા-મોડર્ના બનાવશે રસીના 10 કરોડ ડોઝ
વિશ્વમાં કોરોના વાયરસના સંકટથી સૌથી વધુ ધેરાયેલું અમેરિકા છે. આ પ્રમાણે અમેરિકાને કોરોના વેક્સિનની સૌથી વધુ જરૂર છે. આ વચ્ચે અમેરિકાએ કોરોના વેક્સિન બનાવનારી કંપની મોડર્ના (Moderna)ની સાથે એક ડીલ તૈયાર કરી છે. તેને લઈને મંગળવારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યુ કે, અમેરિકાએ મોડર્નાની સાથે પોતાની કોરોના વેક્સિનને લઈને સમજુતી કરી છે, જે હેઠળ રસીના 10 કરોડ ડોઝ તૈયાર કરવામાં આવશે. ટ્રમ્પે જણાવ્યું કે, અમેરિકી સરકાર આ વેક્સીનના ડોઝની માલિક હશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે મોડર્ના સાથે કરારની જાણકારી પત્રકાર પરિષદમાં આપી હતી. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news