ખાદ્યતેલના ભાવમાં ફરી ફરી વધારો, સિંગતેલ, કપાસિયા અને પામતેલના ભાવમાં કેટલો થયો વધારો?
Edible oil price: છેલ્લા ઘણા સમયથી ખાદ્યતેલમાં સતત ભાવ વધારાને કારણે ગૃહિણીઓની કમર તોડી નાખી છે. અસહ્ય ભાવ વધારાને કારણે લોકોના જીવન શૈલી પર પણ અસર પડી છે.
Trending Photos
ગૌરવ દવે/રાજકોટઃ મોંઘવારીએ માઝા મૂકી છે. ત્યારે ખાદ્યતેલના ભાવમાં ફરી એકવખત ભાવ વધારો કરવામાં આવ્યો છે. સિંગતેલમાં રૂ. 20નો વધારો થયો છે. સિંગતેલના ડબ્બાનો ભાવ 2900 રૂપિયા થયો છે. કપાસિયા અને પામતેલમાં પણ રૂ. 10-10નો વધારો ઝીંકાયો છે.
છેલ્લા ઘણા સમયથી ખાદ્યતેલમાં સતત ભાવ વધારાને કારણે ગૃહિણીઓની કમર તોડી નાખી છે. અસહ્ય ભાવ વધારાને કારણે લોકોના જીવન શૈલી પર પણ અસર પડી છે. ખાદ્ય તેલના ભાવમાં ભડકો થતા સામાન્ય વર્ગ ચિંતામાં મુકાયો છે. ફરી એક વખત સીંગતેલના ભાવ વધ્યા છે. સિંગતેલમાં 20 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. ભાવ વધારાની સાથે જ સિંગતેલનો ડબ્બો 2900 રૂપિયા પર પહોંચી ગયો છે.
જ્યારે કપાસિયા અને પામતેલમાં પણ 10થી 20 રૂપિયાનો વધારો કરાયો છે. સતત વધતા ભાવને કારણે લોકોનું બજેટ ખોરવાઇ રહ્યું છે. એટલું જ નહીં આગામી સમયમાં હજી પણ લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે