25 વર્ષ જૂના ભંગાર સાધનોથી પ્રેકટિસ કરીને પણ વિશ્વફલક પર ગજવ્યું ગુજરાતનું નામ
આ ચેમ્પિયનશિપમાં તમામ ખર્ચો ખેલાડીઓને ઉઠાવવાનો હોય છે અને કોઈપણ પ્રકારની મદદ તેમને મળતી નથી અને ત્યાં જવા માટે એક ખેલાડીને દોઢ લાખ રૂપિયા ખર્ચ કરવો પડતો હોય છે. સુરતમાંથી 9 ખેલાડીઓ સિલેક્ટ થયા છે.
Trending Photos
ચેતન પટેલ, સુરત: પતાયા ખાતે આયોજિત થનાર એશિયન એરોબિક ચેમ્પિયનશિપમાં આખા ગુજરાતમાંથી સુરતના નવ જેટલા ખેલાડીઓ સિલેક્ટ થયા છે. જેમાં છોકરા છોકરી બંનેનો સમાવેશ થાય છે. ભારત માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરનાર આ સુરતના ખેલાડીઓ 25 વર્ષ જુના સાધનો પર પ્રેક્ટિસ કરી આ મુકામ હાંસિલ કર્યો છે. જોકે આર્થિક રીતે કોઈપણ મદદ નહીં મળતા તેઓ પોતે પોતાના ખર્ચે આ આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ભાગ લેવા જઈ રહ્યા છે. તો કેટલાક સિલેક્ટ થવા છતાંપણ આર્થિક કારણોસર આ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ શકે એમ નથી.
થાઈલેન્ડ ખાતે એશિયન એરોબિક ચેમ્પિયનશિપનું 3 થી 5 સપ્ટેમ્બર દરમિયાન આયોજન થનાર છે અને આ આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે ગુજરાતમાંથી સુરતના નવ જેટલા ખેલાડીઓ સિલેક્ટ થયા છે. આ તમામ સામાન્ય પરિવારથી આવનાર ખેલાડીઓ છે. ખેલાડીઓની પરિવારની આર્થિક પરિસ્થિતિ આટલી સારી નથી કે તેઓ આંતરરાષ્ટ્રીય કક્ષામાં આયોજિત ચેમ્પિયનશિપમાં જઈ શકે.
કારણ કે આ ચેમ્પિયનશિપમાં તમામ ખર્ચો ખેલાડીઓને ઉઠાવવાનો હોય છે અને કોઈપણ પ્રકારની મદદ તેમને મળતી નથી અને ત્યાં જવા માટે એક ખેલાડીને દોઢ લાખ રૂપિયા ખર્ચ કરવો પડતો હોય છે. સુરતમાંથી 9 ખેલાડીઓ સિલેક્ટ થયા છે. પરંતુ એમાંથી પણ ઘણા એવા છે જેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે તેઓ પોતાનું મન મારીને પતાયા જઈ રહ્યા નથી.
એશિયન એરોબિક ચેમ્પિયનશિપમાં જવા માટે આશરે 15 રાજ્યના 80 ખેલાડીઓએ મિક્સ પેર જીમનાસ્ટિકમાં ભાગ લીધો હતો. જેમાંથી બીજા ક્રમે સુરતના ચૌહાણ નિશાંત પણ આવ્યો હતો. તે સમયે તેની ખુશી બમણી હતી. પરંતુ જ્યારે તેને ખબર પડી કે ત્યાં જવા માટે સ્વખર્ચે દોઢ લાખ રૂપિયો ખર્ચ કરવો પડશે. ત્યારે તેના સપના કાચની જેમ તૂટી ગયા હતા. ત્રણ મહિના પહેલા આજે તે આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમવા માટે ગયો હતો.
ત્યારે પરિવારના સભ્યોએ અઢી લાખ રૂપિયા લોન લીધી હતી. નિશાંત ગોલ્ડ અને એક સિલ્વર મેડલ મેળવી ચૂક્યો છે રાષ્ટ્રીય કક્ષાએ જીમનાસ્ટિકમાં તેને ગોલ્ડ અને સિલ્વર મેડલ મળ્યા છે. આટલી ઉપલબ્ધિ હોવા છતાં તે આર્થિક કારણોસર સિલેક્શન થવા બાદ પણ આંતરરાષ્ટ્રીય કક્ષાના એશિયન એરોબિક ચેમ્પિયનશિપમાં ભાગ લઈ શકશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે