રાજકોટમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, 270 કિ.મી દૂર કેન્દ્ર બિંદુ નોંધાયું...

ભૂકંપનું એપી સેન્ટર હાલ શોધવામાં આવી રહ્યું છે. સિસ્મોલોજી વિભાગે ટ્વિટ કરીને રાજકોટમાં આવેલા ભૂકંપની જાણકારી આપી છે. રાજકોટમાં બપોરે 3.21 વાગે ભુકંપનો આંચકો આવ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. રાજકોટથી 270 કિમી દૂર નોર્થવેસ્ટમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે.

રાજકોટમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, 270 કિ.મી દૂર કેન્દ્ર બિંદુ નોંધાયું...

ઝી ન્યૂઝ/રાજકોટ: સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકા અવારનવાર અનુભવાય રહ્યા છે. ત્યારે રાજકોટમાં આજે 4.3 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. જો કે આ આંચકાથી કોઈ જાનહાનિ કે નુકસાન પહોંચ્યું નથી. ભૂકંપનું એપી સેન્ટર હાલ શોધવામાં આવી રહ્યું છે. સિસ્મોલોજી વિભાગે ટ્વિટ કરીને રાજકોટમાં આવેલા ભૂકંપની જાણકારી આપી છે. રાજકોટમાં બપોરે 3.21 વાગે ભુકંપનો આંચકો આવ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. રાજકોટથી 270 કિમી દૂર નોર્થવેસ્ટમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે.

— ANI (@ANI) February 26, 2023

આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં ધરતી ધ્રુજી હોવાના અહેવાલો મળી રહ્યા છે. રાજકોટ ઉત્તર-પશ્ચિમમાં 4.3ની તીવ્રતાનો આંચકો આવ્યાના અહેવાલો મળ્યા છે. આ ભૂકંપનો આંચકો ભર બપોરે 3.21 મિનિટે નોંધાયો છે. રાજકોટથી 270 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 આંકવામાં આવી છે.

મહત્વનું છે કે, અમરેલીમાં 24 કલાકમાં ભૂકંપના 6 આંચકા નોંધાયા છે. જોકે, રેકોર્ડ મુજબ, 400 જેટલા આંચકા અમરેલીની આસપાસ નોંધાયા છે. એક રેકોર્ડ મુનજબ 2021 થી અમરેલીમાં ભૂકંપના આંચકામાં સતત વધારો થઈ રહ્યો છે. જોકે, આ વચ્ચે રાહતની વાત એ છે કે, આ આંચકા ઓછી તીવ્રતાના છે. માત્ર 5 જેટલાં આંચકાની તીવ્રતા 3 થી વધારે નોંધાઈ છે. પરંતુ છતા આ આંચકાથી અમરેલીવાસીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. સતત આવતા આંચકાને કારણે તેઓને સતર્ક રહેવું પડે છે. ઘર-ઓફિસની બહાર દોડીને જવું પડે છે. ગમે ત્યારે શું થશે તેના માટે જીવ તાળવે ચોંટેલો હોય છે. ત્યારે સતત આવી રહેલા આંચકા પાછળનું કારણ અમે જાણવાનો પ્રયાસ કર્યો. 

સીસ્મોલોજી વિભાગાન ડાયરેક્ટર જનરલ સુમેર ચોપરાએ અમરેલીના ભૂકંપના કારણો વિશે જણાવ્યું કે, હિમાલયની પ્લેટ સાથે ઈન્ડિયન પ્લેટ ટકરાતાં અમરેલીમાં ભૂકંપના આંચકા આવે છે. સૌરાષ્ટ્રમાં સિઝનલ એક્ટિવિટી આ આંચકા આવ્યા કરે છે. અમરેલીમાં આવેલા તમામ આંચકામાં 80 ટકા આંચકા એવા હતા, જેની તીવ્રતા 2 મેગ્નટ્યૂટથી ઓછી હતી. 13 ટકા કેસમાં 2 થી 2.2 ની તીવ્રતા હતી. તો 400 માંથી 5 આંચકા એવા છે જેની તીવ્રતા વધુ હતી. તેમાં પણ સૌથી વધુ તીવ્રતા 3.4 રેકોર્ડ થઈ છે. આમ, 86 ટકા આંચકા 2 થી ઓછી તીવ્રતાનો છે. તેથી તેમાં ચિંતાજનક કંઈ નથી.  

તેમણે કહ્યુંક કે, ઈન્ડિયન પ્લેટમાં હલચલ થઈ રહી છે. તે હિમાલયની પ્લેટ સાથે ટકરાઈ રહી છે. આ કારણે પ્લેટ પર દબાણ રહે છે. ક્રિટીકલ દબાણનું મતલબ એ છે કે તે તૂટવાના કગાર પર છે. તો તેના પર થોડો પણ લોડ આવે તો, જે ટેકનોલોજી કે અન્ય કોઈ કારણોસર હોઈ શકે છે, તો નાનામોટા ભૂકંપના આંચકા આવતા રહે છે. તેથી આ કારણોસર ભૂકંપના આંચકા આવ્યા કરે છે. પરંતું આ એક્ટિવિટી સીઝનલ જેવી છે. તે બારેય મહિના રહેતી નથી. ઓગસ્ટ, સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી મહિના સુધી તેની અસર રહે છે. ગરમીઓમાં આંચકા ઓછા આવે છે. સીઝનલ હાઈડ્રોલોજિકલ લોડિંગને કારણે અસર થાય છે. પ્લેટ પર દબાણ થાય છે તેથી નાના મોટા આંચકા આવતા રહે છે. જે ખાસ કરીને ચોમાસું અને તેની બાદની સીઝનમાં હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news