વાવાઝોડાના માર પહેલા ભૂકંપની થપાટ, બનાસકાંઠામાં આંચકો અનુભવાયો
એકબાજુ વાયુ નામનું વિનાશકારી વાવાઝોડું ગુજરાતને ધમરોળવાની તૈયારીમાં છે ત્યાં બનાસકાંઠા વિસ્તારમાં ભૂકંપનો આંચકો મહેસૂસ થયો છે. બપોરે 4.17 કલાકે ભૂકંપનો આ આંચકો મહેસૂસ થયો. તેની તીવ્રતા 2.3ની હતી.
Trending Photos
અલ્કેશ રાવ, બનાસકાંઠા: એકબાજુ વાયુ નામનું વિનાશકારી વાવાઝોડું ગુજરાતને ધમરોળવાની તૈયારીમાં છે ત્યાં બનાસકાંઠા વિસ્તારમાં ભૂકંપનો આંચકો મહેસૂસ થયો છે. બપોરે 4.17 કલાકે ભૂકંપનો આ આંચકો મહેસૂસ થયો. તેની તીવ્રતા 2.3ની હતી.
જુઓ LIVE TV
મળતી માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્રબિન્દુ પાલનપુરથી 32 કિલોમીટર દૂર પૂર્વ ઉત્તર પૂર્વ તરફ હતું. અમીરગઢ નજીક કેંગોરા ગામ નજીક ભૂકંપનું કેન્દ્રબિન્દુ હતું. ભૂકંપના આ હળવા આંચકાથી જો કે કોઈ નુકસાન થયું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે