જગત મંદિરમાં આ શિડ્યુલ જાણીને દર્શને જજો, નહિ તો મંદિરના દરવાજા બંધ મળશે

Diwali 2022 : દિવાળીની રજામાં દ્વારકા મંદિરમા દર્શન કરવા જવાના હોય તો દર્શનનો સમય જાણીને નીકળજો, સૂર્ય ગ્રહણના દિવસે થોડા સમય માટે મંદિર બંધ રહેવાનુ છે

જગત મંદિરમાં આ શિડ્યુલ જાણીને દર્શને જજો, નહિ તો મંદિરના દરવાજા બંધ મળશે

દ્વારકા :24 ઓક્ટોબરના રોજ દિવાળી અને 26 ઓક્ટોબરના રોજ ગોવર્ધન પૂજા છે. દર વર્ષે દિવાળીના બીજા દિવસે ગોવર્ધન પૂજા થાય છે, પરંતુ આ વખતે 25 ઓક્ટોબરે સાંજે આંશિક સૂર્યગ્રહણ થશે. ત્યારે દીપાવલી તેમજ નૂતનવર્ષ ઉત્સવને લઇને ગુજરાતના અનેક મંદિરોમાં દર્શનનો સમય બદલાયો છે. ગુજરાતના મંદિરોમાં દિપાવલીના ઉત્સવ પર દ્વારકાધીશ જગત મંદિરના દર્શનના સમયમાં ફેરફાર રહેશે. દ્વારકામાં દિવાળી, સૂર્યગ્રહણનો દિવસ અને નૂતન વર્ષાભિનંદનના દિવસે દર્શનનો સમય બદલાઈ ગયો છે. 

તારીખ 24 દિવાળી

  • મંગળા આરતી સવારે 5:30 વાગ્યે
  • બપોરે 1 થી 5 સુધી મંદિર બંધ 
  • 5 વાગ્યે ઉત્થાપન દર્શન
  • 8 વાગ્યે હાંટડીના ખાસ ઉત્સવ દર્શન
  • રાત્રે 9:45 મંદિર બંધ

તારીખ 25 સૂર્યગ્રહણ 

  • સાંજે 7 વાગ્યા સુધી મંદિર બંધ રહશે
  • સાંજે 7 થી રાત્રે 11 વાગ્યા સુધી દર્શન ચાલુ રહેશે 

તારીખ 26 નવુ વર્ષ

  • સવારે 6 વાગ્યે મંગળા આરતી 
  • બપોરે 1 થી 5 મંદિર બંધ
  • 5 વાગ્યે ઉત્થાપન દર્શન
  • રાત્રે 9:45 એ મંદિર બંધ 

તારીખ 27 ભાઈબીજના દિવસે

  • મંગળા આરતી સવારે 6:30 વાગ્યે 
  • બપોરે 1 થી 5 મંદિર બંધ
  • 5 વાગ્યે ઉત્થાપન દર્શન
  • રાત્રે 9:45 એ મંદિર બંધ...

દ્વારકા મંદિરમાં તારીખ 2 નવેમ્બરના દિવસે વિશેષ અન્નકૂટનું આયોજન કરાયુ છે. જેના માટે ભક્તોને દર્શનનો લાભ રહેશે. તે દિવસે મંગળા આરતી સવારે 6 વાગ્યે, બાદમાં 11 :30 વાગ્યે વિશેષ ગોવર્ધન પૂજા, બપોરે 1 થી 5 મંદિર બંધ રહેશે. 5 થી 7 વાગ્યા સુધી ખાસ અન્નકૂટ દર્શન રહેશે. અંતે 9 :45 મંદિરે મંદિર બંધ થશે.

તો બીજી તરફ, યાત્રાધામ શામળાજી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. આવતીકાલે ખગ્રાસ સૂર્ય ગ્રહણ નિમિત્તે દર્શન સમય બદલવામાં આવ્યો છે. 

  • મંદિર સવારે 6.00 કલાકે 
  • મંગળા આરતી સવારે 6.45 કલાકે 
  • શણગાર આરતી સવારે 8.30 કલાકે 
  • રાજભોગ ધરાશે ( દર્શન બંધ ) સવારે 10.30 કલાકે 
  • રાજભોગ આરતી ( દર્શન થશે ) સવારે 11.15 કલાકે 
  • મંદિર બંધ થશે સવારે 11.30 કલાકે 
  • ઉથ્થાપાન ( મંદિર ખુલશે ) બપોરે 1.00 કલાકે 
  • ગ્રહણ બાદ સાંજના દર્શન રાબેતા મુજબના સમય રાત્રીના 8.30 સુધી થશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news