Gujarat Election 2022: 'ડબલ એન્જિનને કાટ લાગ્યો છે, ભાજપનું એન્જિન કોલસાથી ચાલે છે, અમારું એન્જિન ખૂબ ફાસ્ટ ભાગી રહ્યું છે: કેજરીવાલ

Gujarat Election 2022: કેજરીવાલે જણાવ્યું હતું કે, 8 તારીખે ઇતિહાસ રચાશે. ગુજરાતમાં પરિવર્તનની જોરાદર આંધી ઉઠી છે. 27 વર્ષમાં ભાજપમાં અહંકર અને ઘમંડ આવી ગયો છે. કોંગ્રેસ ભાજપ સાથે મળેલી પાર્ટી છે. ભાજપ કોંગ્રેસની પોલ હવે ખુલી ગઈ છે.

Gujarat Election 2022: 'ડબલ એન્જિનને કાટ લાગ્યો છે, ભાજપનું એન્જિન કોલસાથી ચાલે છે, અમારું એન્જિન ખૂબ ફાસ્ટ ભાગી રહ્યું છે: કેજરીવાલ

Gujarat Election 2022, મુસ્તાક દલ, જામનગર: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં આજરોજ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની જંગી સભા યોજાઈ હતી. ખંભાળિયા વિધાનસભામાંથી ચૂંટણી લડી રહેલા આપ નેતા ઈશુદાન ગઢવીના પ્રચાર અર્થે દિલ્હીના મુખ્યમંત્રી આજરોજ ખંભાળિયા આવ્યા હતા. 

કેજરીવાલે જણાવ્યું હતું કે, 8 તારીખે ઇતિહાસ રચાશે. ગુજરાતમાં પરિવર્તનની જોરાદર આંધી ઉઠી છે. 27 વર્ષમાં ભાજપમાં અહંકર અને ઘમંડ આવી ગયો છે. કોંગ્રેસ ભાજપ સાથે મળેલી પાર્ટી છે. ભાજપ કોંગ્રેસની પોલ હવે ખુલી ગઈ છે. ભાજપ કોંગ્રેસ પાસે આપ હિસાબ લેવા વાળી પાર્ટી આવી છે. ગુજરાતમાં આપની હવા ચાલી છે.

અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાત હવે પરિવર્તન જંખી રહ્યું હોય તેઓ જુવાર દેખાઈ રહ્યો છે અને આવનાર આઠ ડિસેમ્બરે આપ પાર્ટીની સરકાર બની રહી છે તેઓ વિશ્વાસ કર્યો હતો. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નિર્ણય લે છે, તેનું રિમોટ કંટ્રોલ દિલ્હીથી ચાલે છે તેવું જણાવ્યું હતું. ઈશુદાન ગઢવી મુખ્યમંત્રી બનતા જ રોજગારી, મુફ્ત શિક્ષણ મુક્ત સારવાર, વીજળી બિલ માફ જેવી યોજના લાગુ પાડશે તેવું વચન પણ તેમણે આપ્યું હતું.

કેજરીવાલે આજે વધુ એક વચન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, 8 તારીખ પછી સરકાર બનશે ત્યારબાદ હું તમારો ભાઈ બની તમારી વચ્ચે આવીશ. આપ સૌ પહેલા મોંઘવારી દૂર કરીશું. કેજરીવાલની ગેરંટી ક્યારેય તુટતી નથી. 1 માર્ચ બાદ વીજળીનું બિલ ઝીરો આવશે. કેજરીવાલ ગેરંટી. ગુજરાતમાં આપની સરકાર બન્યા બાદ 1 માર્ચથી વીજળી બિલ ઝીરો આવશે. બીજેપી વાળા મફત વીજળીનો વિરોધ કરે છે. ભાજપના નેતાઓને 4 હજાર વીજળી મળે છે. નેતા ફ્રી વીજળી મળે તો હાલે પણ જનતાને મળે તો એમને મીરચી લાગે છે. 58 વર્ષથી વધુ ઉંમરની મહિલાને દર મહિને 1 હજાર આપવામાં આવશે. ખૂબ યુવા ગુજરાતમાં બેરોજગાર છે. ભાજપના મંત્રી અને નેતા પેપર વહેંચે છે અને ફોડે છે, જે નેતાઓએ પેપર ફોડ્યા એને 10 વર્ષની સજા કરવમાં આવશે. યુવાઓ માટે રોજગારીની વ્યવસ્થા કરીશું. ભાજપ કઈ ફ્રીમાં આપ્યું નથી તો કેમ કરજામાં આવી. બધા પૈસા ભાજપ ખાઈ ગઈ છે. 

કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, કાલે આજ વિસ્તારમાં દેશના ગૃહમંત્રી અમિત શાહની ભાજપની સભામાં ખુરશીઓ ખાલી જોવા મળી હતી અને અહી હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. તે જ બતાવે છે ગુજરાત હવે પરિવર્તન જંખે છે. કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, ખૂબ ગાળો આપવામા આવી રહી છે. કેજરીવાલ મહા ઠગ છે. આતંકવાદી છે, જેવી ગાળો આપી છે. ડબલ એન્જિનને કાટ લાગ્યું, હવે નવું એન્જિન આપનું લઈ આવો. ભાજપનું એન્જિન કોલસાથી ચાલે છે. અમારું એન્જિન ખૂબ ફાસ્ટ ભાગી રહ્યું છે. કોંગ્રેસને વોટ આપી તમારો વોટ ખરાબ ન કરશો. 

ભાજપના ઉમેદવાર દ્વારા શબ્દ બોલવાની બાબતે ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ભાજપ પોતાની હાર ભણી ગઈ છે તેમને દિવસે તારા દેખાય રહ્યા છે ત્યારે અવાર નવાર ઈશુદાન ગઢવી , અરવિંદ કેજરીવાલ તેમજ આપના નેતાઓને ગાળો આપી રહ્યા છે તેઓ તંદુરસ્ત રાજનીતિ નથી કરી રહ્યા જ્યારે તેમણે હતુ કે હું કોઈ પણ વ્યક્તિને પર્સનલી વિરોધ નથી કરતો હું સિસ્ટમનો વિરોધી છું અને કોંગ્રેસ અને ભાજપની જે નીતિઓ છે ભ્રષ્ટાચાર વાદી તેનો હું વિરોધ કરું છું જેને કારણે જ હું રાજનીતિમાં આવ્યો છું..

ઈશુદાન ભાઈએ જણાવ્યું હતું કે, આપની સરકાર બનતા જ જમીન માપણીમાં સરકારે જે ગોટા કર્યા છે, તે માપણી તુરત જ રદ કરવા માં આવશે. બેટ દ્વારકા ડિમોલિશન બાબતે  આ સરકાર આવું જ કરશે તેમ જણાવ્યું હતું. છેલ્લે કેજરીવાલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં બે ચહેરા છે ઈસુદાન અને ભુપેન્દ્ર પટેલ...કોને મુખ્યમંત્રી બનાવશો?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news