10 ટકા અનામતને લઇને GPSCની પરીક્ષાની તારીખો મૌકૂફ રાખવાનો નિર્ણય

સવર્ણ અનામત,આરક્ષણ,અનામત,પીએમ નરેન્દ્ર મોદી,ગુજરાત,10 ટકા અનામત,નરેન્દ્ર મોદી,10 ટકા સવર્ણ અનામત, જીપીએસી,GPSC Forward Caste Reservation,gujarat,10% savarn reservation,narendra modi
 

10 ટકા અનામતને લઇને GPSCની પરીક્ષાની તારીખો મૌકૂફ રાખવાનો નિર્ણય

અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા ઇબીસીને લઇને 10 ટકા અનામત 14મી જાન્યુઆરીથી અનામત અમલી કરી દેવામાં આવશે. ત્યારે હવે આગામી 20મી જાન્યુઆરીએ યોજાવનારી જીપીએસસીની પરીક્ષા હવે મૌકૂફ રાખાવનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે નવેસરથી જીપીએસસીની પરીક્ષા યોજવામાં આવશે જેથી સવર્ણોને પણ તેમાં અનામતનો લાભ મળી શકે. 

જીપીએસસી ભરતી બોર્ડ તરફથી આગામી 20મીએ યોજાવનારી ભરતીને મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંગેની નવી તારીખો આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે. જેથી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા 10 ટકા ઇબીસીમાં કોટામાં આવતા સવર્ણોને તેને ફાયદો મળી શકે તેવા હેતુંથી આ ભરતી બોર્ડ તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 

— Dinesh Dasa (@dineshdasa1) January 13, 2019

 

મહત્વનું છે કે, કેન્દ્રની મોદી સરકરાની તરફથી હાલમાં આર્થિક રીતે પછાત સવર્ણોને 10 ટકા અનામત આપવાની જાહેરાત બાદ ગુજરાત તેને લાગુ કરનાર પહેલું રાજ્ય બનશે. સવર્ણ અનામત બિલ લોકસભા અને રાજ્યસભામાં પાસ થયા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે આ બિલની મંજૂરી આપી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારે જાણકારી આપી કે રાજ્યમાં આ અનામતને સરકારી નોકરી અને શિક્ષણ સંસ્થાઓમાં 14 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે. તેનો ફાયદો આર્થિક રીતથી પછાત સવર્ણોને મળશે. 

જણાવી દઇએ કે બિલના અનુસાર અનામતનો ફોર્મ્યૂલા 50 ટકા + 10 ટકા હશે. જે લોકોની વર્ષની આવક 8 લાખથી ઓછી હશે તેમને અનામતનો લાભ મળશે. જે સવર્ણોની પાસે ખેતીની 5 એકરથી ઓછી જમીન હોય, તેમને અનામતનો લાભ મળશે. આ અનામતનો લાભ તે સવર્ણો મેળવી શકશે. જેમની પાસે આવાસીય જગ્યા 1000 ચો. ફૂટથી ઓછી હશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news