ગુજરાત: મહાની અસરને કારણે અનેક જિલ્લાઓમાં તોફાની વરસાદ

મહા વાવાઝોડાની અસરા કારણે આજે ગુજરાતના અનેક જીલ્લાઓનાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો

ગુજરાત: મહાની અસરને કારણે અનેક જિલ્લાઓમાં તોફાની વરસાદ

વડોદરા : મહા વાવાઝોડાની અસરા કારણે આજે ગુજરાતના અનેક જીલ્લાઓનાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. મહા વાવાઝોડાનુ સંકટ તો ટળી શક્યું છે. જો કે તેની અસરના ભાગરૂપે દરિયાકાંઠાના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આ ઉપરાંત મધ્ય ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં પણ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ભરૂચ અને અંકલેશ્વર સહિતનાં વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

એક પણ રૂપિયાનું રોકાણ કર્યા વગર દર મહિને 70 હજાર રૂપિયા કમાય છે આ ખેડૂત
સુરત : સુરતના ઓલપાડમાં મહા વાવાઝોડાની અસરને પગલે વરસાદ પડ્યો હતો. મોડી સાંજે ઓલપાડ તાલુકાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ ચાલુ થયો હતો. આ ઉપરાંત સુરતના ઓલપાડ, સાયણ, કિમ, માંગરોળ, કોસંબા સહિતના વિસ્તારોમા વરસાદ પડ્યો હતો. સુરતમાં દિવાળી પછીથી આંતરે દિવસે વરસાદ પડતો જ રહે છે. જેના કારણે સ્થાનિકો પણ પરેશાન છે. 

કોંગ્રેસ નવા તેવર અને ક્લેવર સાથે ગુજરાત ધણધણાવશે, સરકારની નીતિઓનો કરશે વિરોધ
ભાવનગર : ભાવનગર જિલ્લાના અનેક તાલુકાઓમાં પણ વરસાદ નોંધાયો હતો. મહુવા, તળાજા અને અલંગ સહિતનાં તાલુકાઓ અને મથકોમાં વરસાદ પડ્યો હતો. મહુવામાં ખુબ જ તોફાની વરસાદ પડ્યો હતો. કડાકા ભડાકા સાથે વરસાદ તુટી પડ્યો હતો. તળાજા ના પ્રસિદ્ધ ગોપનાથ બીચ અને આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો અને ત્યાર બાદ તોફાની વરસાદ પણ ખાબક્યો હતો.

ગુજરાત  જે મહા વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું હતું તે વાવાઝોડું હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઇ ચુક્યુ છે અને અગામી 12 કલાક બાદ ડિપ્રેશન બની જશે જેનાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં  અસર જોવા મળશે. આજે ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ રહેશે. આ સિવાય સુરત ભરૂચ અમરેલી આણંદ પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આવતીકાલથી  વરસાદમાં ઘટાડો થશે. અમદાવાદમાં સામાનય વરસાદ આગાહી છે. તો રાજકોટમાં સામાન્ય મધ્યમ વરસાદની રહેશે. રાજકોટમાં ભારે વરસાદની આગાહી નથી. જે જોતાં મેચમાં વરસાદ વિધ્ન બંને તેવી શક્યતાઓ નહિવત છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news