નશામાં ધૂત યુવકે વિદ્યાની દેવી મા સરસ્વતિનું કર્યું અપમાન, ભૂલથી પણ VIDEO ના જોઈ લેતા

છોટાઉદેપુર જિલ્લામાં નશામાં ધૂત યુવાને શાળામાં ધમાલ મચાવી છે. નશામાં ચૂર યુવક એટલી હદે ભાન ભૂલ્યો કે, વિદ્યાની દેવીનું પણ અપમાન કર્યું છે. આ યુવકનું નામ યોગેશ રાઠવા હોવાનું જાણવા મળ્યું છે.

નશામાં ધૂત યુવકે વિદ્યાની દેવી મા સરસ્વતિનું કર્યું અપમાન, ભૂલથી પણ VIDEO ના જોઈ લેતા

અમદાવાદ: થર્ટી ફસ્ટે એક એવી ઘટના બહાર આવી છે કે તમારો ગુસ્સાનો પારો આસમાને ચડી જશે. ગાંધીના ગુજરાતમાં પોલીસ દારૂબંધીની ફક્ત વાતો કરે છે પણ ખુલ્લેઆમ દારૂ વેચાય છે. આજે ZEE24Kalake આપરેશન પાર્ટી દ્રારા ગુજરાતની દારૂબંધીની પોલ ખોલી નાખી છે. એ મામલે રાજ્યના ગૃહમંત્રીએ આભાર વ્યક્ત કરવાની સાથે અભિનંદન આપ્યા છે પણ આ વીડિયો આપ જોઈ નહીં શકો...  

છોટાઉદેપુર જિલ્લામાં નશામાં ધૂત યુવાને શાળામાં ધમાલ મચાવી છે. નશામાં ચૂર યુવક એટલી હદે ભાન ભૂલ્યો કે, વિદ્યાની દેવીનું પણ અપમાન કર્યું છે. આ યુવકનું નામ યોગેશ રાઠવા હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો:

નસવાડી તાલુકાની ગેલેસર પ્રાથમિક શાળામાં આ યુવાન દારૂ પીને પહોંચ્યો હતો. સ્થાનિક લોકોની હાજરીમાં યુવાન દાદાગીરી કરતો રહ્યો હતો. લોકોએ સમજાવ્યો પરંતુ ઉશ્કેરણી બાદ માતાજીના ફોટાને પગ વડે લાત મારી વિદ્યાની દેવીનું અપમાન કર્યું હતું. આ વીડિયો જોઇને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 

આ પણ વાંચો:

માતાજીના ફોટાને લાત મારવાથી લોકોની ધાર્મિક લાગણી પણ દુભાઇ છે. જો કે, સ્થાનિકોએ યુવક સામે તાત્કાલિક કાર્યવાહીની માગ કરી છે. હાલ નશામાં રહેલા યુવાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
 
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news