Amul ડેરીએ પશુપાલકોને ખુશખુશાલ કરી દીધા, આપી નવા વર્ષની ભેટ

Amul New Year Gift : અમૂલ ડેરીએ પશુપાલકો માટે નવો ભાવ જાહેર કર્યો... ગાયના દૂધના કિલોફેટે પ્રતિ લિટર 0.42 પૈસાનો વધારો.. તો ભેંસના દૂધના કિલોફેટે પ્રતિ લિટર 1.24થી 1.44 રૂપિયાનો વધારો..

Amul ડેરીએ પશુપાલકોને ખુશખુશાલ કરી દીધા, આપી નવા વર્ષની ભેટ

Amul Big Decision : અમુલ ડેરીએ પશુપાલકોને નવા વર્ષે અનોખી ભેટ આપીને ખુશ કરી દીધા છે. અમુલ ડેરીએ દુધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટમાં 20 રૂપિયાનો વધારો કર્યો છે. અમૂલ ડેરી દ્વારા જાહેર કરવામાં આવેલો નવો ભાવ વધારો આવતીકાલે 1 જાન્યુઆરીથી લાગુ થશે. પશુપાલકોને ભેંસના દૂધના અગાઉ 760 મળતાં હતાં જે હવે 780 રૂપિયા મળશે. પશુપાલકોને કિલોફેટે હવે 800 રૂપિયા ચૂકવવામાં આવશે. ગાયના દૂધના કિલોફેટે પ્રતિ લિટર 0.42 પૈસાનો વધારો અપાશે. તો ભેંસના દૂધના કિલોફેટે પ્રતિ લિટર 1.24થી 1.44 રૂપિયાનો વધારો કરાયો છે. 

અમૂલ ડેરી દ્વારા દુધનો જૂનો ખરીદ ભાવ 780 રૂપિયા પ્રતિકીલો ફેટ હતો, ત્યારે હવે દુધનો નવો ખરીદ ભાવ પ્રતિ કિલો 800 રૂપિયા પ્રતિકીલો ફેટ થયો છે. ગાયના દુધનો જૂનો ખરીદ ભાવ 345.50 પૈસા હતો, ગાયના દુધનો નવો ભાવ પ્રતિ કિલો ફેટ 354.60 પૈસા થયો. આમ, ગાયના દૂધમાં પ્રતિ લીટર 0.85 રૂપિયાનો વધારો કરાયો છે. 

તો ભેંસનાં દૂધનો નવો ખરીદ ભાવ 6 ટકા ફેટ પ્રતિ લીટર 49.42 રૂપિયા છે. ભેંસના દૂધમાં 1.24 થી 1.44 પ્રતિ લીટર ભાવ વધારો કરાયો છે. ભેંસના દૂધમાં 7 ટકા ફેટ પ્રતિ લીટર નવો ભાવ 57.66 રૂપિયા થયો છે. 

ગાયના દૂધમાં 3.50 ટકા ફેટ પ્રતિ લીટર નવો ભાવ 33.48 રૂપિયા કરાયો છે. ગાયના દૂધમાં 4.0 ટકા ફેટ પ્રતિ લીટર નવો ભાવ 35.30 રૂપિયા થયો છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news