DPS સ્કૂલની સેકન્ડ ઈનિંગ : હરખાયેલા વાલીઓએ સ્કૂલના ગેટ પર લીલા તોરણ બાંધીને બાળકોને મોકલ્યા

નિત્યાનંદ વિવાદ (Nityanand Ashram) ને કારણે DPS સ્કૂલના સંચાલકોએ સ્કૂલને તાળા લગાવી દીધા હતા. પરંતુ વાલીઓની મહેનત રંગ લાવી હતી. વાલીઓ અને વિદ્યાર્થીઓના પ્રયાસોને કારણે અનેક વિવાદોમાં આવ્યા બાદ DPS ફરીથી શરૂ થઈ છે. 800 જેટલા વિદ્યાર્થીઓના ભાવિને ધ્યાનમાં રાખતા સ્કૂલ ફરી શરૂ કરવાનો CBSE દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી આજે શોર્ટ વેકેશન બાદ સ્કૂલ આવેલા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વાલીઓએ ડીપીએસના ગેટ પર લીલા તોરણ બાંધ્યા હતા, તો એકબીજાને મીઠાઈ ખવડાવવામાં આવી હતી. 
DPS સ્કૂલની સેકન્ડ ઈનિંગ : હરખાયેલા વાલીઓએ સ્કૂલના ગેટ પર લીલા તોરણ બાંધીને બાળકોને મોકલ્યા

આશ્કા જાની/અમદાવાદ :નિત્યાનંદ વિવાદ (Nityanand Ashram) ને કારણે DPS સ્કૂલના સંચાલકોએ સ્કૂલને તાળા લગાવી દીધા હતા. પરંતુ વાલીઓની મહેનત રંગ લાવી હતી. વાલીઓ અને વિદ્યાર્થીઓના પ્રયાસોને કારણે અનેક વિવાદોમાં આવ્યા બાદ DPS ફરીથી શરૂ થઈ છે. 800 જેટલા વિદ્યાર્થીઓના ભાવિને ધ્યાનમાં રાખતા સ્કૂલ ફરી શરૂ કરવાનો CBSE દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી આજે શોર્ટ વેકેશન બાદ સ્કૂલ આવેલા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વાલીઓએ ડીપીએસના ગેટ પર લીલા તોરણ બાંધ્યા હતા, તો એકબીજાને મીઠાઈ ખવડાવવામાં આવી હતી. 

શુભ ઘડીએ વિદ્યાર્થીઓને મીઠાઈ ખવડાવીને સ્કૂલમાં મોકલાયા
સ્કૂલ ફરીથી શરૂ થતા મોટી સંખ્યામાં વાલીઓ પોતાના બાળકોને મૂકવા માટે સ્કૂલમાં આવ્યા હતા. આમ, DPS કેમ્પસમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. મહામહેનત બાદ શરૂ કરાયેલી સ્કૂલનો મામલો વાલીઓ માટે કોઈ શુભ પ્રસંગ જેવો બની રહ્યો હતો. તેથી જ વાલીઓએ સ્કૂલના ગેટ પાસે લીલા તોરણ બાંધ્યા હતા. આ શુભ ઘડીએ વિદ્યાર્થીઓને મીઠાઈ ખવડાવીને સ્કૂલમાં મોકલવામાં આવ્યા હતા. તો વાલીઓએ આનંદમાં એકબીજાને મીઠાઈઓ ખવડાવી હતી. આમ, લાંબી લડત બાદ આખરે કેમ્પસમાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકોની ચહેલપહેલ જોવા મળી હતી. તો સાથે જ કેમ્પસમાં સ્કૂલ બસનો ધમધમાટ શરૂ થયો હતો. 

DPSનો વહીવટ હસ્તગત કરવાની સરકારી પ્રક્રિયા પણ શરૂ
તો બીજી તરફ, વાલીઓએ પ્રિન્સીપાલ હિતેશ પૂરીનો પણ આભાર માન્યો હતો. તેઓને હાર પહેરાવી મોઢુ મીઠુ કરાવવામાં આવ્યું હતું. સ્કૂલ શરૂ થતા જ DPEO અને DEO કચેરીના અધિકારીઓની ટીમો DPS સ્કૂલે પહોંચી હતી. DPS સરકાર હસ્તક લીધા બાદ DPSનો વહીવટ હસ્તગત કરવાની સરકારી પ્રક્રિયા પણ શરૂ કરાઈ છે. 

DPS સ્કૂલને રાજ્ય સરકાર હસ્તક લેવાઈ
DPS ફરી વિદ્યાર્થીઓથી ધમધમી ઉઠી છે. સ્કૂલ રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે. રાજ્ય સરકારે અમદાવાદની DPS ઇસ્ટના 800થી વધુ વિદ્યાર્થીઓના ભાવિ માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ આ નિર્ણય અંગે માહિતી આપતા કહ્યું હતું કે DPS સ્કૂલને રાજ્ય સરકાર હસ્તક લેવાઈ છે. આ શૈક્ષણિક સત્ર સુધી આ શાળાનું સંચાલન રાજ્ય સરકાર કરશે. ધોરણ ૧થી ૧૨ના જે વિદ્યાર્થીઓ હાલ આ DPSમાં અભ્યાસ કરે છે તેમને આ જ શાળામાં અભ્યાસ કરવા દેવાશે.સત્ર પૂર્ણ થાય ત્યા સુધી સ્કૂલનુ સંચાલન રાજ્ય સરકાર કરશે. નવા સત્રથી વિદ્યાર્થીઓએ અન્ય સ્કૂલમાં અભ્યાસ કરવો પડશે. અન્ય સ્કૂલમાં એડમિશન બાબતે સરકાર મદદ કરશે. સરકારના નિર્ણયથી વાલીઓમાં ખુશી જોવા મળી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news