વર્ષો બાદ અમદાવાદમાં વધુ ત્રણ રૂટ પર દોડશે ડબલ ડેકર લાલ બસ, મુસાફરોને પડશે જલસો
Double Decker Bus: મુસાફરોનો પ્રતિભાવ જોઈને તંત્રએ અમદાવાદમાં વધુ ત્રણ રૂટ પર ડબલ ડેકર બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. AMTS લાલ દરવાજાથી બોપલ સહિતના રૂટ પર હવે ડબલ ડેકર બસ દોડાવશે. આ સાથે જ શહેરમાં કુલ સાત રૂટ પર બે માળની બસ દોડશે.
Trending Photos
Ahmedabad Double Decker Bus: અમદાવાદીઓની સુવિધામાં નવું નજરાણું તો ઉમેરાયું છે. અમદાવાદના રસ્તા પર હવે ડબલ ડેકર એસી ઈ-બસ દોડી રહી છે, ત્યારે મુસાફરોનો પ્રતિભાવ જોઈને તંત્રએ અમદાવાદમાં વધુ ત્રણ રૂટ પર ડબલ ડેકર બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. AMTS લાલ દરવાજાથી બોપલ સહિતના રૂટ પર હવે ડબલ ડેકર બસ દોડાવશે. આ સાથે જ શહેરમાં કુલ સાત રૂટ પર બે માળની બસ દોડશે.
વધુ ત્રણ રૂટ પર શરૂ થશે ડબલ ડેકર બસ
AMTS દ્વારા શહેરમાં વધુ 3 રૂટ પર ડબલડેકર બસ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે તમારા મનમાં સવાલ થશે કે કયા 3 રૂટ પર આ બસ દોડશે? તો અમે તમને જણાવી દઈએ કે હયાત ચાર રૂટ ઉપરાંત લાલ દરવાજાથી બોપલ, ઈસનપુરથી રાણીપ અને વસ્ત્રાલથી લાલ દરવાજા એમ વધુ 3 રૂટ પર ડબલડેકર બસ દોડશે. AMTS દ્વારા કરાયેલી જાહેરાત મુજબ તમામ 7 ડબલડેકર બસને કાર્યરત કરી દેવાઈ છે.
કેવી છે ડબલ ડેકર બસ ?
AMC દ્વારા ડબલ ડેકર બસની શરૂઆત કરવામાં આવી છે. 34 વર્ષ પહેલા બંધ કરી દેવામાં આવેલી ડબલ ડેકર બસમાં 60 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે. મહત્વનું છે કે, આજથી 7 જેટલી ડબલ ડેકર બસ અમદાવાદના રસ્તા પર દોડશે.
ડબલ ડેકર એસી બસની વિશેષતા
- યુએસબી ચાર્જ, વાઈફાઈ
- રિડીંગ લાઇટ અને કમ્ફર્ટ સીટ
- ૬૩ પ્લસ ડ્રાઇવરની કેપીસીટી
- ચાર્જ થયા બાદ 250 કિમી ચાલશે
- દરરોજનું સંચાલન 200 કિમી કરાશે
- ચાર્જ સમય દોઢ કલાક થી ૩ કલાક લાગશે
- 900 એમ એમ ફલોર હાઇટ
- 4750 એમએમ હાઇટ
- 9800 એમએમ લંબાઇ
- 2600એમએમ પહોળાઇ
બસનો રુટ :
ફતેહનગર, પાલડી, વા.સા.હોસ્પિટલ, સન્યાસ આશ્રમ, નટરાજ સિનેમા, ઇન્કમટેક્ષ ઓફિસ, ઉસ્માનપુરા, વાડજ ટર્મિનસ, સુભાષબ્રીજ સર્કલ (આર.ટી.ઓ), પાવરહાઉસ, ચિંતામણી સોસાયટી, ઓ.એન.જી.સી.ઓફિસ, પાર્શ્વનાથનગર, (વાડજ થી ગાંધી આશ્રમ સુધી બ્રિજનું કામ ચાલુ હોવાથી હાલ પુરતું વાસણા થી વાડજ - કુલ 7.16 કિલોમીટરનો રુટ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે