અમદાવાદ ખાતે ડોક્ટરોએ રોબોટિક ટેકનોલોજીનો મેળવ્યો જાત અનુભવ, જાણો ફાયદા
રોબોટીક સર્જરી દરેક ડોક્ટર કરી શકતો નથી. તેના માટે દરેક સર્જને પહેલાં પરીક્ષા આપવી પડે અને ટ્રેનિંગ લેવી પડે છે. ત્યારબાદ સર્ટિફિકેટ મળે છે. અને ત્યારબાદ તે સર્ટિફાઇટ ડોક્ટર જ આ રોબોટિક સર્જરી કરી છે.
Trending Photos
અમદાવાદ: કેન્સર કેર ક્ષેત્રે સ્પેશ્યાલિસ્ટ તરીકે જાણીતી એચસીજીએ આજે તબીબી સમુદાય માટે એક નવતર પ્રકારનો અનુભવ પૂરો પાડ્યો હતો. અમદાવાદ ખાતે યોજાયેલા આ સમારંભનો ઉદ્દેશ ડોક્ટરોને રોબોટિક્સ ટેકનોલોજીની બારીકીઓ બહેતર રીતે સમજાવવાનો હતો એચસીજીની ટીમ દ્વારા તેમના સેન્ટરમાં રોવીંગ રોબોટની મુલાકાત લઈ દા વિન્સી સર્જીકલ સિસ્ટમ (da Vinci Surgical System Si) ની સરળતાનો અનુભવ કરવા માટે નિષ્ણાતોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સિસ્ટમ ડ્યુઅલ કોન્સોલ કેપેબિલીટી કે જે મિનિમલી ઈનવેઝીવ સર્જરીમાં ટ્રેનિંગ અને સહયોગના હેતુને સહકાર આપે છે. અને સુપિરિયર ક્લિનિકલ ક્ષમતા માટે હાઈ-ડેફિનેશન, થ્રીડી વિઝન પૂરૂ પાડે છે.
આ ટેકનોલોજીકલી સાઉન્ડ સર્જીકલ સિસ્ટમ અતિ આધુનિક 10 ગણું મેગ્નીફિકેશન ધરાવતું 3D HD વિઝ્યુઆલાઈઝેશન અને ઓપરેટીવ ફિલ્ડ માટે ઈમર્સીવ વ્યૂ તથા માનવ હાથ કરતાં વધુ બહેતર રીતે વિવિધ દિશાઓમાં કામ કરી શકે છે. તે નેચરલ આઈ અને હેન્ડ ઈન્સ્ટ્રુમેન્ટના એલાઈનમેન્ટ દ્વારા ઓપન સર્જરીનો અનુભવ પૂરો પાડે છે. da Vinci Surgical System Xiનું એડવાન્સ વર્ઝન દ્વારા નિષ્ણાતોની અનુભવી ટીમે 300 થી વધુ રોબોટીક સર્જરીઝ પાર પાડી છે.
રોબોટીક સર્જરી દરેક ડોક્ટર કરી શકતો નથી. તેના માટે દરેક સર્જને પહેલાં પરીક્ષા આપવી પડે અને ટ્રેનિંગ લેવી પડે છે. ત્યારબાદ સર્ટિફિકેટ મળે છે. અને ત્યારબાદ તે સર્ટિફાઇટ ડોક્ટર જ આ રોબોટિક સર્જરી કરી છે. સર્જરીમાં ટેક્નોલોજીનો ઉપયોગ નવા યુગની શરૂઆત છે. હાલમાં ભારતમાં માત્ર 1% જ લોકો રોબોટિક સર્જરી કરાવે છે. અત્યાર સુધીમાં દુનિયાભરમાં છેલ્લા 18 વર્ષમાં 50 લાખ સર્જરી કરવામાં આવી છે. જ્યારે છેલ્લા બે વર્ષમાં અમદવાદમાં 300 જેટલી રોબોટિક સર્જરી કરવામાં આવી છે. થાઇરોડ અને મોંઢાના કેન્સર, ગાંઠના કેન્સરમાં રોબોટીક સર્જરીનો ઉપયોગ કરવામાં આવે તો મોટો ફાયદો થાય છે.
એચસીજી કેન્સર સેન્ટર, અમદાવાદના ડિરેક્ટર અને જીઆઈ ઓન્કો સર્જરી નિષ્ણાત ડો. જગદીશ જણાવ્યું હતું કે "વિતેલા વર્ષોમાં કેન્સરના સર્જન દ્વારા કઈ રીતે સારવાર કરવી તે અંગે અનેક ઈનોવેશન થયા છે. સર્જરી હવે રોબોટીક સર્જરી જેવા વધુ ક્રાંતિકારી અભિગમ તરફ આગળ વધી રહી છે, જે દર્દીને સંખ્યાબંધ લાભ પૂરા પાડે છે, જેમાં હોસ્પિટલમાં ઓછુ રોકાણ, ઓપેરશન પછીની ઓછી જટિલતા, ઓછામાં ઓછા કાપા અને ઝડપી રિકવરીનો સમાવેશ થાય છે. આ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય નવા પ્રવાહોનો લાભ આપીને અદ્યતન ટેકનોલોજી મારફતે કેન્સરની સારવાર પૂરી પાડી ડોક્ટરોની નવી પેઢીનું સશક્તિકરણ કરવાનો છે."
ડો. ભરત ગઢવીએ જણાવ્યું હતું કે "વિવિધ આંકડાઓને આધારે કહી શકાય તેમ છે કે ભારતમાં કેન્સરના નવા કેસ વધવાની સંભાવના છે. કેન્સરને કારણે થતા મોતની સંખ્યા પણ વધશે. દર મહિને વધુને વધુ કેન્સરના કેસ બહાર આવી રહ્યા છે ત્યારે નવી ટેકનોલોજી અપનાવવી અને તે અંગે જાણકારી પૂરી પાડવી તે મહત્વનું છે. તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવા માટે આ પહેલ એક મહત્વનું કદમ છે."
રોબોટિક સર્જરીના ફાયદા:
- રોબોટિક સર્જરીમાં મોટો ચીરો આવતો નથી
- રોબોટિક સર્જરીમાં બ્લડીંગ ઓછું થાય છે
- રોબોટિક સર્જરીમાં કેન્સર કંટ્રોલનું પ્રમાણ સારું રહે છે.
- રોબોટિક સર્જરીમાં ફંકશનલ રિકવરી થતાં ઓછો સમય લાગે છે.
- રોબોટિક સર્જરીમાં દર્દીને દુખાવો ઓછો થાય છે.
- રોબોટિક સર્જરીમાં દર્દીને ઓછી દવાઓ ગળવી પડે છે.
- રોબોટિક સર્જરીમાં ઇંફેંકશનનું પ્રમાણ નહીવત રહે છે.
- રોબોટિક સર્જરીમાં ટીશ્યૂ ડેમેજ થતા નથી.
- સામાન્ય સર્જરી કરતાં રોબોટિક સર્જરીમાં દોઢ લાખ જેટલો વધુ ખર્ચ આવે છે.
- રોબોટિક સર્જરી બાદ દર્દી થોડાંક દિવસોમાં પોતાનું કામ જાતે કરી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે