રાજ્ય સરકારની એસ.ટી કર્મચારીઓને દિવાળી ભેટ: આજથી પગારમાં કરાયો મોટો વધારો
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે ગુજરાત સરકારના વિવિધ બોર્ડ નિગમના કર્મચારીઓના પગાર ભથ્થા વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. થોડા મહિના પહેલા એસ.ટી નિગમના કર્મચારીઓને અને રાજ્ય સરકાર અને યુનિયન સાથે વાટાઘાટો કરીને તે વખતે રાજ્ય સરકારે બાંહેધરી આપી હતી.
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર: રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે ગુજરાત સરકારના વિવિધ બોર્ડ નિગમના કર્મચારીઓના પગાર ભથ્થા વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. થોડા મહિના પહેલા એસ.ટી નિગમના કર્મચારીઓને અને રાજ્ય સરકાર અને યુનિયન સાથે વાટાઘાટો કરીને તે વખતે રાજ્ય સરકારે બાંહેધરી આપી હતી.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ફિક્સ પગારના ડ્રાઇવર અને કંડકટરના 12612 કર્મચારીઓ છે. જેમાં પાંચ વર્ષ સુધી ફિક્સ પગારદારોના પગાર વધારો કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.
ચૂંટણી પહેલા અલ્પેશનો અહંકાર : ‘મંત્રી બન્યા પછી રજુઆત નહિ ઓર્ડર હશે’
કોના પગારમાં કેટલો થયો વધારો
- સિનિયર અધિકારી વર્ગ-2 16,800 પગારમાંથી વધારો કરીને 40000 કરાયો
- જુનિયર અધિકારી વર્ગ-2 14,805 પગારમાંથી વધારો કરી 38000 કરાયો
- સુપરવાઇઝર વર્ગ-3ના 14,5૦૦ના ફિક્સ પગારમાં વધારો કરી 21000 કરાયો
- ડ્રાઇવર કમ કંડકટર 11,000 હતા તેમાં વધારો કરી ૧૮ હજાર રૂપિયા કરાયો
- જે કર્મચારીઓને 10 હજાર હતા તેમને સોળ હજાર રૂપિયા આપવામાં આવશે.
જુઓ LIVE TV :
એસ.ટી.ના યુનિયનસાથે સાથેની વાટાઘાટો થયા પ્રમાણે આ વધારો કરવામાં આવ્યો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, એસટી કર્મચારીઓના પગારમાં કરાયેલા વધારાથી 94 કરોડનું ભારણ એસ.ટી.નિગમ પડશે. અને દિવાળી નજીક હોવાથી આ પગાર વધારો આથી જ અમલ કરવાનો નિર્ણય લેવાયો છે. અડધા મહિનાનો પગાર નવા પગાર ધોરણ પ્રમાણે મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે