અમદાવાદની 46 ખાનગી હોસ્પિટલના મ્યુકરમાઈકોસિસના ઇન્જેક્શનનું વિતરણ, અહી મળશે સંપૂર્ણ માહિતી
પ્રવર્તમાન સ્થિતિમાં મ્યુકરમાઈકોસિસના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેની સારવારમાં Amphotericin B(Lyophillised) ઇન્જેકશન કારગર સાબિત થઇ રહ્યું
Trending Photos
અમદાવાદ: પ્રવર્તમાન સ્થિતિમાં મ્યુકરમાઈકોસિસના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેની સારવારમાં Amphotericin B(Lyophillised) ઇન્જેકશન કારગર સાબિત થઇ રહ્યું છે. આ ઇન્જેકશન દર્દીઓને સરળતાથી મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા તમામ વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા નક્કી થયેલ નીતિ પ્રમાણે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા મ્યુકરમાઈકોસિસના દર્દીઓને Amphotericin B(Lyophillised) ઇન્જેકશન સિવિલ હોસ્પિટલમાંથી પડતર કિંમતે મળી રહે તે માટેની તંત્ર દ્વારા વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.
બે દિવસથી શરૂ કરાયેલ સમગ્ર વ્યવસ્થામાં ગઇ કાલ તારીખ 25 મી ના રોજ આવેલ 225 અરજીઓમાંથી પૃથ્થકરણ કર્યા બાદ 122 અરજીઓ ફાઇનલ કરવામાં આવી હતી. જેના આધારે 420 ઇન્જેકશન વિતરણ કરવામાં આવ્યા હતા. તારીખ 26 મી મે ના રોજ શહેરની 12 ખાનગી હોસ્પિટલમાંથી આવેલ અરજીઓનું પૃથ્થકરણ કર્યા બાદ 112 અરજીઓ ફાયનલ કરવામાં આવી હતી. જેના આધારે 364 ઇન્જેકશનનું વિતરણ કરવામાં આવ્યું હતુ.
આમ બે દિવસમાં 46 ખાનગી હોસ્પિટલમા સારવાર મેળવી રહેલ 234 દર્દીઓ માટે 784 ઇન્જેકશન વિતરણ યુધ્ધના ધોરણે કરવામાં આવ્યા છે. ઘણાં કિસ્સામાં ખાનગી હોસ્પિટલ અને સારવાર મેળવી રહેલ દર્દી બંને દ્વારા ઇન્જેકશન માટે અરજીઓ કરવામાં આવી હતી. જેમાંથી પૃથ્થકરણ કરીને ફાઇનલ કરેલ અરજીઓના લાભાર્થીઓને સંપર્ક કરી સિવિલ હોસ્પિટલમાંથી ઇન્જેકશનનો જરૂરી જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, સીવિલ હોસ્પિટલની ઓ.પી.ડી. બિલ્ડીંગમાં એમ્ફોટેરેસીન બી ઇન્જેકશન ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. સવારે 9 થી 12 ના સમયગાળા દરમિયાન ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલ દર્દીના ડોક્યુમેન્ટસ સિવિલ હોસ્પિટલના ઓફિશિયલ ઇ-મેલ આઇ.ડી. chaamphobdistribution@gmail.com પર મોકલવાના રહે છે. જેના આધારે તમામ ડોક્યુમેન્ટસનું પૃથ્થકરણ કરીને બપોરે 3 થી 5 ના સમયગાળા દરમિયાન ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરની બારી નં. 10 થી 12 માં ઇન્જેકશનનું વિતરણ કરવામાં આવે છે. વધુ વિગતે માહિતી મેળવવા માટે સિવિલ હોસ્પિટલ દ્વારા 6357365462 નંબર કાર્યરત કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે