જામનગર: કેમિકલ હોનારતથી માનવજાતને બચાવવા ડીઝાસ્ટર મેનેજમેન્ટની મોકડ્રીલ

જામનગર જિલ્લામાં રાજ્યકક્ષાની કેમિકલ ડિઝાસ્ટર એક્સરસાઇઝ યોજવામાં આવી હતી. આજે યોજાયેલ મેગા મોકડ્રીલમાં ભૂકંપ સમયે કેમિકલ હોનારતથી થતી જાનહાની અટકાવવા ઉપર વધુ ભાર મુકાયો હતો. જામનગર સાથે જ રાજ્યના અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત અને વલસાડ જિલ્લામાં પણ વહીવટી તંત્ર અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ કન્ટ્રોલ દ્વારા મેગા મોકડ્રીલ યોજવામાં આવી હતી. આ એક્સરસાઇઝમાં ભૂકંપ સમયે કેમિકલ હોનારતથી માનવજાતને બચાવવા તેમજ માલમિલકતને થતું નુકસાન ઘટાડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. 

જામનગર: કેમિકલ હોનારતથી માનવજાતને બચાવવા ડીઝાસ્ટર મેનેજમેન્ટની મોકડ્રીલ

મુસ્તાક દલ/જામનગર: જામનગર જિલ્લામાં રાજ્યકક્ષાની કેમિકલ ડિઝાસ્ટર એક્સરસાઇઝ યોજવામાં આવી હતી. આજે યોજાયેલ મેગા મોકડ્રીલમાં ભૂકંપ સમયે કેમિકલ હોનારતથી થતી જાનહાની અટકાવવા ઉપર વધુ ભાર મુકાયો હતો. જામનગર સાથે જ રાજ્યના અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત અને વલસાડ જિલ્લામાં પણ વહીવટી તંત્ર અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ કન્ટ્રોલ દ્વારા મેગા મોકડ્રીલ યોજવામાં આવી હતી. આ એક્સરસાઇઝમાં ભૂકંપ સમયે કેમિકલ હોનારતથી માનવજાતને બચાવવા તેમજ માલમિલકતને થતું નુકસાન ઘટાડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. 

ગુજરાત ભૂકંપના સેન્સેટીવ ઝોનમાં આવે છે જ્યારે પણ ભૂકંપની સ્થિતિ સર્જાય તો તેના કારણે જે તે વિસ્તારમાં આવેલી કોઈ કંપનીમાં કેમિકલ બ્લાસ્ટ, ગેસના ગળતર થાય તો તેનાથી કેવી રીતે જાનહાનિ અટકાવીને, ઓછામાં ઓછું નુકસાન થાય તેના પર આ મોકડ્રીલમાં ભાર મૂકવામાં આવ્યો હતો. આજે સવારે 9:૦૦ વાગ્યે જામનગરમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યાનો મેસેજ આવતા, સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર બચાવ કામગીરીમાં લાગી ગયું હતું. જે પણ મેગા મોકડ્રીલનો ભાગ હતો.

ગુજરાતમાં આ સ્થળે શરૂ થશે નવી મેડિકલ કોલેજ, Dy.CM નીતિન પટેલે કરી જાહેરાત

આ ડ્રીલમાં જામનગરના પાંચ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારો જેમાં સિક્કા ખાતેનું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ,મોટી ખાવડીનું જીએસએફસી લિમિટેડ, જીએઆઇએલ, સીંગજ ચાર રસ્તા ખાતે બીઓઆરએલ અને ઠેબા ગામના આઇઓસીએલ ખાતે એકસરસાઇઝના મુખ્ય મથક હતા. આ મોકડ્રીલમાં વહીવટી તંત્રને અનુભવ થયો હતો કે ખરેખર આપત્તિ સમયે વધુ જલદી કેવી રીતે લોકોને મદદરૂપ થઈ શકાય. ઓદ્યોગિક વિસ્તારોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઝેરી ગેસ, રેડિયેશન, કેમિકલ બ્લાસ્ટ, પાઇપલાઇન લીકેજ, બોઇલર ડેમેજ જેવી ઘટનાઓ બનતી હોય છે.

રાધનપુર: પ્રચાર માટે ગયેલા એનસીપીના નેતા રેશમા પટેલના ભોજનમાં નિકળ્યું જીવડું

જેના કારણે આજુબાજુના રહેણાંક વિસ્તારોમાં પણ નુકસાન થતુ હોય છે જે ના થાય તે માટેની દરેક પ્રવૃત્તિ  અહીં કરવામાં આવી હતી, જેમાં આગ લાગવી, ગેસ ગળતરથી થતી શ્વાચ્છોશ્વાસમાં જવાથી થતી વિપરિત અસરો વગેરેને ધ્યાને લઇ મોકડ્રીલમાં ફાયર વિભાગ, આરોગ્યની ટીમ વગેરેની પણ મહત્વની કામગીરી બજાવી હત.

છોટાઉદેપુર: આક્રોશ રેલીમાં જોડાયા 10 હજાર આદિવાસી, ભાજપ-કોંગ્રેસના નેતા એક મંચ પર

આ સંપુર્ણ કામગીરીમાં ફાયર વિભાગના, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેમજ ડીસીસી સિક્કા અને જીએસપીના થઇ કુલ ૨૫ ફાયર ટેન્કર અને 105 લોકોએ કામગીરી કરી હતી તથા સ્ટેટ ડિઝાસ્ટર વિભાગના,જે તે ઇન્ડસ્ટ્રીના કર્મચારીઓ તેમજ અધિકારીઓ સામેલ હતા. મેગા મોકડ્રીલને સફળ બનાવવા કલેકટર રવિશંકર, મ્યુનિસિપલ કમિશનર સતીશ પટેલ, પોલીસ અધિક્ષક શરદ સિંઘલ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને ત્રણેય પાંખના અધિકારીઓ, વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ તેમજ સંલગ્ન વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news