ઉપલેટાનાં કોવિડ સેન્ટરમાં જામી ડાયરાની રમઝટ, એકાએક કોરોના દર્દીઓ ઉભા થવા લાગ્યા

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરની અંદર ઉપલેટા નગરપાલિકા સંચાલિત ચાલી રહેલા સરકારી કોવીડ કેર સેન્ટરની અંદર દાખલ થયેલા દર્દીઓને મનોરંજન, હાસ્યરસ અને હિંમત તેમજ રોગની તકલીફ દૂર કરવા અર્થે ઉપલેટા શહેરના દેવરાજ ગઢવી દ્વારા દાખલ થયેલ દર્દીઓને સાહિત્યના અને હાસ્યના તમામ પ્રસંગોના મધુર રસપાન કરાવી દર્દીઓને ખુશ કરવા અને પીડામાંથી રાહત આપી દર્દીઓ વહેલી તકે સાજા થાય તે માટે હિંમત આપી અને દર્દીઓનું મનોબળ વધારવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉપલેટાનાં કોવિડ સેન્ટરમાં જામી ડાયરાની રમઝટ, એકાએક કોરોના દર્દીઓ ઉભા થવા લાગ્યા

ગૌરવ દવે/રાજકોટ : રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરની અંદર ઉપલેટા નગરપાલિકા સંચાલિત ચાલી રહેલા સરકારી કોવીડ કેર સેન્ટરની અંદર દાખલ થયેલા દર્દીઓને મનોરંજન, હાસ્યરસ અને હિંમત તેમજ રોગની તકલીફ દૂર કરવા અર્થે ઉપલેટા શહેરના દેવરાજ ગઢવી દ્વારા દાખલ થયેલ દર્દીઓને સાહિત્યના અને હાસ્યના તમામ પ્રસંગોના મધુર રસપાન કરાવી દર્દીઓને ખુશ કરવા અને પીડામાંથી રાહત આપી દર્દીઓ વહેલી તકે સાજા થાય તે માટે હિંમત આપી અને દર્દીઓનું મનોબળ વધારવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉપલેટા સરકારી કોવિડ હોસ્પિટલની અંદર દાખલ થયેલા દર્દીઓને પણ આ સાહિત્યકારની વાણીથી અને તેમના કરાવાયેલા રસપાનને લઇ હિમ્મત, જોમ, જુસ્સો પણ આવી ગયો હતો. દર્દીઓને ઝડપથી સાજા થવામાં ડાયરા અને પોઝિટિવ દર્દીઓની માનસિક સ્થિતી સુધારવામાં અને તેઓ ઝડપથી સાજા થવામાં સહાયરૂપ બની શકે છે. 

આ સાહિત્યકાર દ્વારા પણ એવું જણાવાયું હતું કે લોકોને દવાની સાથે હિંમત અને જુસ્સાની પણ ખાસ જરૂર હોય છે જેથી આ દેવરાજ ગઢવીએ પોતાની સેવા અને દર્દીઓને હિંમત અને જોમ જુસ્સો વધારવા મદદરૂપ થઇ શકાય તે માટેની સેવા થાય તે કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news